ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.
હરજીવન દાફડા

ગઝલ – જયેશ ભટ્ટ

સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.

એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.

શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

– જયેશ ભટ્ટ

પ્રણય અને પ્રકૃતિની પેલે પાર પણ ગઝલ ક્યાં ક્યાં જઈ શકે છે એ પ્રમાણવા માટે આ ગઝલ પર નજર નાંખવું આવશ્યક છે. દ્વૈત-પળની અકળતા, ચાતકની તરસ, શબ્દમાં વિસ્તાર અને ચામડીના બંધનોમાંનો તરફડાટ અને કમળની સેજ યાને બ્રહ્મતત્ત્વની અભિલાષા, અંત અને અનંત-ઉભયની અમૃતધારાની કામના, મૌનની ઋચા સમ પવિત્રતાનું સ્વાગત અને પાંચ ઇન્દ્રિયોની કેદમાંથી મુક્ત થવાની ઝંખના- આ ગઝલનો પિંડ જ કંઈક અલગ ઘડાયો છે…

16 Comments »

 1. સુનીલ શાહ said,

  July 3, 2010 @ 2:06 am

  એક ચાતકની તરસ લઈને ઊડું છું
  લાવ સરવાણી ફરીથી તળ અતળની.
  સાચે જ પ્રેમ–પ્રકૃતિના સમન્વયની સુંદર શાબ્દિક અભિવ્યક્તિ.

 2. કિરણસિંહ ચૌહાણ said,

  July 3, 2010 @ 2:51 am

  વાહ ભૈ વાહ ! ઊંચી ગઝલ.

 3. વિહંગ વ્યાસ said,

  July 3, 2010 @ 5:31 am

  સુંદર ગઝલ.

 4. રાકેશ ઠક્કર, વાપી said,

  July 3, 2010 @ 6:07 am

  સુંદર ગઝલ.

  શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
  તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

 5. pragnaju said,

  July 3, 2010 @ 7:41 am

  સુંદર ગઝલના આ શેર વધુ ગમ્યા

  શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
  તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.

  કે મને જકડી રહી છે આ ત્વચા પણ
  ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

 6. Bharat Trivedi said,

  July 3, 2010 @ 9:00 am

  જયેશ ભટ્ટ નામ ઝાઝુ પરિચિત નથી. આ ગઝલની વિશેષતા મને આ લાગી કે ગઝલ્ના ભાવ સાથે ગઝલકારે પસન્દ કરેલી બહર ખુબ મેળ ખાય છે. રદીફ વિનાની ગઝલ હવે ખાસ્સી ચલણમા છે એટલે ઍ પણ ઊણ્પ ના ગણાય. આ ગઝલનો આખરી શેર મને વિશેષ ગમ્યો.

  કે મને જકડી રહી છે આ ત્વચા પણ
  ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.

  પન્ચ મહાભુતોથી બનેલો આ માનવ દેહ તેમો જ ભળી જાય છે પરન્તુ ખુદને એ સમજાવવુ સહેલુ હોય છે ખરુ?

  ગઝલકારને અભિનન્દન્.

 7. sudhir patel said,

  July 3, 2010 @ 11:50 am

  ભાવનગરના જ વધુ એક કવિ-મિત્રની સાંગોપાંગ સુંદર ગઝલ માણવાની મજા આવી!
  બહુ ઓછું લખતો કવિ ગઝલ ઉપરાંત સુંદર સોનેટ પણ સર્જે છે!
  સુધીર પટેલ.

 8. ડૉ.મહેશ રાવલ said,

  July 3, 2010 @ 1:35 pm

  વાહ…
  સરસ આધ્યાત્મભાવ લઈ આવેલી ગઝલનું ઊંડાણ સ્પર્શી ગયું,
  એમાંય પાંચેય વળની ગાંઠ ખોલવાની વાત કવિ અને કવન બન્નેની ભાવસદ્ધરતાનો પરિચય કરાવી ગઈ.
  -અભિનંદન ભૂદેવ…!

 9. Kirtikant Purohit said,

  July 3, 2010 @ 5:16 pm

  સરસ રચના અને સુઁદર અભિવ્યક્તિ.

 10. વિવેક said,

  July 4, 2010 @ 12:33 am

  પ્રસ્તુત ગઝલમાં ‘કમળ’, ‘અતળ’, ‘પળ’, ‘અકળ’ વગેરેને કાફિયા અને શબ્દાંતે અવિચળ રહેતા ‘ની’ને રદીફ ગણી શકાય…

 11. champak said,

  July 4, 2010 @ 5:38 am

  wah jayesh ji… wah…..

  mind blowing…. heart flowing…. reaklllyyyyy…………….yaaar………..!!!!!!!!!

 12. jigar joshi 'prem' said,

  July 4, 2010 @ 10:35 am

  સરસ રચના

 13. Kalpana said,

  July 4, 2010 @ 5:19 pm

  જીવનની સમી સાઁજે જખ્મોની યાદી જોવી અને અઁગત અઁગત નામ હોવા એ ઘર ઘરની કહાણીનો મર્માળો સ્ઁકેત સચોટ લાગ્યો.

 14. kanchankumari. p.parmar said,

  July 5, 2010 @ 5:24 am

  શબ્દો ના સહારે જિવિ લિધુ હવે મોન ના સહારે આતમ જગાડ મારા શ્રેી હરિ……

 15. Pinki said,

  July 6, 2010 @ 8:34 am

  અ.દ્.ભૂ.ત !

 16. parul said,

  July 14, 2010 @ 6:40 am

  જયેશભાઈ, ખૂબ સુન્દર રચના !
  કે મને જકડી રહી છે આ ત્વચા પણ
  ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.
  આત્મા ને શરીર ,એક શાશ્વત ને બીજુ નાશવંત જાણવા છતા મોહ ના છુટે !
  આવુ જ લખતા રહો તેવી શુભેચ્છા .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment