લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!
દેવાંગ નાયક

ઝાડ – કિરીટ ગોસ્વામી

ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી.

પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી.

કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.

– કિરીટ ગોસ્વામી

પ્રસિદ્ધિની ભવ્ય ક્ષણોમાં માણસ પણ જો ઝાડની જેમ જ નમ્ર થઈને ઝૂકી શકે તો… ?   તો કદાચિત પોતાના પ્રેમની લીલપની  સરવાણી સૌ પર એકસરખી રીતે વહાવી શકે ! પણ કદાચિત…

17 Comments »

  1. કિરણસિંહ ચૌહાણ said,

    June 29, 2010 @ 11:52 PM

    બહુ જ મીઠું ગીત.

  2. jolly vaidya said,

    June 30, 2010 @ 12:42 AM

    નમ્રતાથી ખુમારી સુધી બધુ સમજાઇ ગયુ………

  3. હેમંત પુણેકર said,

    June 30, 2010 @ 12:55 AM

    સુંદર ગીત!

  4. dr bharat said,

    June 30, 2010 @ 1:27 AM

    સાધુત્વના ગુણ ને સંદર્ રીતે જીવનમાં ઉતારવાને કહ્યુંછે!

  5. વિહંગ વ્યાસ said,

    June 30, 2010 @ 1:49 AM

    સુંદર મજાનું ગીત.

  6. pragnaju said,

    June 30, 2010 @ 6:43 AM

    મઝાનું ગીત
    કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
    ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
    અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.
    સરસ

  7. રાજની said,

    June 30, 2010 @ 11:17 AM

    મજાનું ગીત..

  8. Mukund Joshi said,

    June 30, 2010 @ 11:46 AM

    સરસ ગીત.
    કાશ સહુ મનોભુમિ પર આવુ એક ઝાડ પાંગરે, ફુલે ફાલે !

  9. devika dhruva said,

    June 30, 2010 @ 12:06 PM

    ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
    અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.
    ખુબ સુંદર ગેીત્…

  10. ડૉ.મહેશ રાવલ said,

    June 30, 2010 @ 12:38 PM

    સરસ મર્માળી વાત વણી છે કવિએ…
    સુંદર રચના.
    આભિનંદન.

  11. વિવેક said,

    July 1, 2010 @ 8:50 AM

    સુંદર રચના..

  12. dr.jagdip said,

    July 1, 2010 @ 11:11 AM

    વાહ બાપુ ઝાડ ઝાડ થઈ ગયા

  13. vimal agravat said,

    July 1, 2010 @ 2:13 PM

    સાફ સુથરુ અને સહજ ગીત.જાણે સુભાષિત.

  14. Kalpana said,

    July 1, 2010 @ 7:23 PM

    ખૂબ સુઁદર રચના. મારુઁ ચેરીનુ ઝાડ ચેરીઓથી લચી લચી શોભી રહ્યુઁ છે આમજ. વાઁચીને મન પણ સાફ સુથરુઁ થઈ જાય એવુઁ સુઁદર કાવ્ય. અભિનન્દન કવિજીને.
    આભાર
    કલ્પના

  15. kanchankumari. p.parmar said,

    July 4, 2010 @ 9:05 AM

    ઝુકાવિ એક ડાળ …તો સાવજ ઝુડિ લિધિ…ઝાડ કહેવા નિ બધિ જ નિશાનિઓ લુટિ લિધિ….

  16. Pinki said,

    July 6, 2010 @ 8:38 AM

    સુંદર… !

  17. Bharat Trivedi said,

    July 6, 2010 @ 10:25 AM

    ઝાડ રહ્યું છે ઝૂકી –
    ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી.

    પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
    વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;
    એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી.

    કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
    ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
    અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.

    ચાલો, આ ઝાડને આપણે એક કવિ તરીકે લેઇએ અને કવિતા ફરીથી વાચીયે. કવિતા થાય એટલે વખાણ થાય કે પછી ટીકાના પત્થર પણ ખાવા પડે. પરન્તુ બધી વાતનો સાર શુ? “અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી” કવિને તો સમયની પેલે પાળ જોનારો કહ્યો છે તેને શો ફરક પડવો જોઇયે? તેરે ફુલોસેભી પ્યાર, તેરે કાટોસે ભી પ્યાર…….

    આ પન્કતિઓ મને વિશેષ ભાવી ગઈઃ

    પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
    વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;

    -ભરત ત્રિવેદી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment