વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મારો અવાજ તારા લગી ન પહોંચે તો – અફઝલ અહમદ સૈયદ

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.

અને એમાં ઉમેર –
એક રાજકુમારી

અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ

અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ

અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

વાત તો એ જ છે જે આપણે અસંખ્ય કથાઓમાં અને કવિતાઓમાં સાંભળી ચૂક્યા છીએ. પણ કવિની વાત કહેવાની અદા જ આ કવિતાને મહાન બનાવી દે છે.

11 Comments »

 1. ધવલ said,

  June 28, 2010 @ 8:10 pm

  મૂળ ઉર્દુ કવિતાનો અંગ્રેજી અનુવાદ:

  If My Voice Is Not Reaching You
  by Afzal Ahmed Syed
  (translated by Musharraf Ali Farooqi)

  If my voice is not reaching you
  add to it the echo—
  echo of ancient epics

  And to that—
  a princess

  And to the princess—your beauty

  And to your beauty—
  a lover’s heart

  And in the lover’s heart
  a dagger

 2. himanshu patel said,

  June 28, 2010 @ 8:47 pm

  મારો અવાજ તારા સુધી ન પહોંચે
  તો તેમાં પડઘો ઉમેર-
  પૌરાણિક કથાઓનો
  અને તેમાં-
  એક રાજકુમારી
  અને રાજકુમારીમાં-તારું સૌન્દર્ય
  એમાં ઉમેર-
  એક આશિકનું દિલ
  એ દિલમાં
  એક ખંજર
  નોંધઃ- ઉમેર શબ્દનું પુનરાવર્તન ગુજરાતી ભાષામાં જે અધ્યાહાર ( સ્ફોટ) શક્તિ છે તેને હણે છે, અહીં ઉપરનો અનુવાદ ખોટો કે નબળો કે ખરાબ છે એવું દેખાડવાનો યત્ન નથી, આશય નથી.ઉમેર
  શબ્દ પાસે વારંવાર અટકવાથી કોઈ વારતા કહેતું હોય તેવું સંભળાય છે અને કવિતા કથનમાં પરિણમતી લાગે છે.
  “પણ કવિની વાત કહેવાની અદા જ આ કવિતાને મહાન બનાવી દે છે.” આ વાત સાથે હું પણ સહમત છું.

 3. pragnaju said,

  June 28, 2010 @ 9:19 pm

  ઊર્દુ,અંગ્રેજીમાંથી ગુજરાતીમા ભાવાનુવાદ સુંદર થયો
  હિમાંશુનો કાવ્યમય અનુવાદની અદા વધુ ગમી
  એમાં ઉમેર-
  એક આશિકનું દિલ
  એ દિલમાં
  એક ખંજર
  વાહ્
  યાદ આવી
  આ દિલને અરમાનોની અણધારી તલવાર વાગી છે.
  કાળજાને કાતિલ દિલની કટાર વાગી છે.
  હજુયે બાકી હોય તો ભોંકીદો ખંજર આ સીનામાં
  આમેય આ જીન્દગીને ઠોકરો હજાર વાગી છે.

 4. jay vasavada said,

  June 29, 2010 @ 2:11 am

  nice 1..thnx 4 sharing pan me aano anuvad kaik aavo karyo 6e-

  જો મારો અવાજ તને સંભળાતો ના હોય તો…

  એમાં ભેળવ પડઘો પરીકથાઓનો..

  અને પછી તેમાં ઉમેર એક રાજકુમારી –

  રાજકુમારીમાં નાખ
  તારું રૂપ..

  અને તારા રૂપમાં –
  એક આશિકનું દિલ..

  અને આશિકના દિલની આરપાર
  એક ખંજર !

 5. વિવેક said,

  June 29, 2010 @ 2:28 am

  સુંદર રચના…

  તુંડે તુંડે મતિ ભિન્ના !!

 6. ધવલ said,

  June 29, 2010 @ 8:20 am

  આ જુદી જુદી ‘ફ્લેવર’ના અનુવાદ વાંચવાની મઝા આવી …. મેં લખ્યું નથી, પણ અનુવાદ મારો જ કરેલો છે …

  મને હિમાંશુભાઈની વાત ગમી. એનાથી કાવ્યમાં તરલતા આવે છે. જયનો વિચાર પણ સરસ છે.

  જોકે મને ઉમેર… ઉમેર… ના પુનરાવર્તનથી પણ મને એક જાતનો લય ઉત્પન્ન થતો લાગ્યો અને એક જાતની દર્દના ઘૂંટાતા જવાની અસર આવતી લાગી. ( હારેલો જુગારી એક પછી એક દાવ લગાડતો હોય… ‘ઉપ્પર એક’ … ‘ઉપ્પર એક’ ….. એવું મનોચિત્ર.)

  મારી સૌથી વધારે ઈચ્છા તો ‘પૌરાણિક કથાઓ’ ને બદલે ‘વિતેલી કથાઓ’ શબ્દ વાપરવાની હતી… પણ એ છૂટ વધુ પડતી લાગી એટલે જવા દીધું …. બાકી મને હજુ એ બદલવાની ઈચ્છા ખરી.

 7. રાજની said,

  June 29, 2010 @ 11:20 am

  અદ્‍ભુત અછાંદસ

 8. Pancham Shukla said,

  June 29, 2010 @ 12:05 pm

  કવિતા, અનુવાદ અને ભાવન પ્રકિયા આ વિશિષ્ટ પોસ્ટ મજેદાર લાગી.અનુવાદ પરથી વ્યક્તિવ તો એક મઝેદાર સંશોધનનો વિષય છે. વાચકોને વર્તુળની પરીધિ પરથી કેન્દ્ર સુધી લાવવાનું કામ કરતા આ અનુવાદ માટે ધવલને સલામ. આ તો જાણે ઊર્મિનું સહિયારું સર્જન- ઊર્મિ ગઝલો લખતી થઈ પછી પણ કાશ એ ચાલું રહ્યું હોત!

 9. dr_jknanavati said,

  June 29, 2010 @ 2:22 pm

  આટલું આટલું ઉમેરાયા પછી

  મારે શું ઉમેરવું???

 10. sudhir patel said,

  June 29, 2010 @ 8:15 pm

  ખૂબ સુંદર કવિતા અને એના અલગ અલગ અંદાજમાં થયેલાણ અનુવાદ પણ માણવા ગમ્યાં!
  સુધીર પટેલ.

 11. Bharat Trivedi said,

  July 3, 2010 @ 10:35 pm

  કવિતા આવે છે એક પ્રશ્ન બનીને નહિ કે કોઇ ઉત્તર લઈને. અને તેમા જ છે કવિતાની સફળ્તાનુ રહસ્ય. આ કવિતાની સફળતાનુ રહસ્ય પણ તેજ છે. સીધુ કહે તે કવિ નહી એ અહી સારથક થતુ જણાય છે.

  એમાં ઉમેર-
  એક આશિકનું દિલ
  એ દિલમાં
  એક ખંજર

  બચપણમા હાતિમતાઈની વાતો વાળી ફિલ્મઓમા આવુ બધુ આવતુ તે પણ યાદ આવી જાય છે. આ કવિતા જે વાતાવરણ સર્જે છે તેનોય ફાળો ઓછો નથી જ. આહી કોણ આશિક, કોણ માશુકા, ને કોણ કોને ખંજરમારે છે? એ બધુ સમજવાની વાત છે ને? અસ્તુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment