ખીલાઓ ખૂબ માર્યા છે એ સ્પષ્ટ થાય છે
સંબંધની દીવાલમાં ટાંચા હતા અનેક.
– અનિલ ચાવડા

રાજસ્થાન – જયન્ત પાઠક

અરધા ડુંગર, અરધી રેતી,
વચમાં વચમાં, થોડીક ખેતી.

થોડાં બકરાં, થોડાં ઘેટાં,
ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટાં!

વનરાજિ સમ આછીપાંખી
પ્રજા ઉઘાડી અરધી ઢાંકી.

રેત અને પથ્થરના વ્હેળા
વહે રુધિરના રેલા ભેળા.

સૂનો મહેલ, છતોને માથે
કાળ લટકતો ઊંધે માથે.

ટેકરીઓ પર ઊગે ભાણ,
ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

ભાલા, તીર, બખ્તર ને ઢાલ:
સંગ્રહસ્થાને કેદી કાળ !

– જયન્ત પાઠક

રાજસ્થાન કવિઓને ખૂબ આકર્ષે છે. એકવિધ રેતીના દરિયાને પોતાનું સૌંદર્ય છે. કથાઓ અને કારસ્તાનોના આ પ્રદેશમાં એકએક પથ્થરની નીચે ઈતિહાસ દબાયેલો પડેલો છે. આ કાવ્યમાં જ.પા. થોડા શબ્દોમાં રાજસ્થાન નામની દંતકથાત્મક ઘટનાને દેહ આપવામાં સફળ રહે છે.

10 Comments »

  1. રાકેશ ઠક્કર, વાપી said,

    June 23, 2010 @ 12:31 AM

    બહુ જ સરસ શેર છે.
    ટેકરીઓ પર ઊગે ભાણ,
    ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.

  2. dr bharat said,

    June 23, 2010 @ 1:37 AM

    ‘રેત અને પથ્થરના વ્હેળા
    વહે રુધિરના રેલા ભેળા………..’

    ચારે બાજુ પથ્થર રેતી અને ભવ્ય લોહિયાળ ઈતિહાસ! ફક્ત બે લાઈનમા. ખરેખર સુંદર રચના લાવ્યછો, અભિનંદન

  3. AMIT N. SHAH. said,

    June 23, 2010 @ 1:42 AM

    toonki (chhoti) baher ni saras gazal,
    thodak sher ma ghani vat kahi

    saras

  4. વિહંગ વ્યાસ said,

    June 23, 2010 @ 2:11 AM

    સુંદર….

  5. Kalpana said,

    June 23, 2010 @ 4:47 AM

    સુઁદર વારઁવાર વાઁચવાનુ ગમે એવુઁ અને વળી માહિતીથી ભરપૂર કાવ્ય. પાઠ્યપુસ્તકમા સ્થાન પામવા સરખુઁ યાદ રાખવાનુ પણ સરળ અને ગાઈ પણ શકાય. આભાર ધવલભાઈ.
    જયન્તભાઈ પાઠકને પ્રણામ સહ અભિનન્દન.
    કલ્પના લન્ડ્નથી

  6. pragnaju said,

    June 23, 2010 @ 7:32 AM

    . કવિની કાવ્યયાત્રામાં પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય વગેરે એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે.
    .રેત અને પથ્થરના વ્હેળા
    વહે રુધિરના રેલા ભેળા.
    સૂનો મહેલ, છતોને માથે
    કાળ લટકતો ઊંધે માથે.
    ટેકરીઓ પર ઊગે ભાણ,
    ચેતક ઠેકે પ્હાણે પ્હાણ.
    ખૂબ સ રસ
    રેતીના ઢગલાનું પણ સૌંદર્ય હોય છે જ!
    .વિશ્વસફરમાં સૌથી વધુ રોમાંચકારી ક્ષણોની વાત આવે ત્યારે ઘણા ખરા રેતીના ઢગલા પર જીપ સવારી ને વર્ણવે!!

  7. કિરણસિંહ ચૌહાણ said,

    June 23, 2010 @ 9:20 AM

    સુંદર વર્ણનાત્મક અભિગમથી સંવેદના વ્યક્ત કરતું કાવ્ય. અલબત્ત આ ગીત કે ગઝલ નથી પણ લયબદ્ધ કાવ્યરચના છે.

  8. sudhir patel said,

    June 23, 2010 @ 9:48 PM

    સુંદર વર્ણનાત્મક કાવ્ય!
    સુધીર પટેલ.

  9. ધવલ said,

    June 24, 2010 @ 1:15 PM

    આભાર…. કિરણભાઈ, ભૂલ સુધારી લીધી છે 🙂

  10. Nirlep Bhatt said,

    June 25, 2010 @ 8:05 AM

    સૂનો મહેલ, છતોને માથે
    કાળ લટકતો ઊંધે માથે.

    – bahut khub….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment