સંબંધમાં સમતા નથી, બંધન છે, બસ !
આ નવલો આવિષ્કાર છે કે શું છે, બોલ ?
વિવેક મનહર ટેલર

ગઝલ – મુકુલ ચોક્સી

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી,
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી.

ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.

વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

સહરાની જેમ તું ય ધધખતો ભલે ને હોય,
વરસી શકે જરાક,તો વાદળ કશું નથી.

દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

– મુકુલ ચોકસી.

છ શેરની આ ગઝલમાં એક સળંગ સૂર સંભળાય છે. અસ્તિત્વના વર્તુળનું કેન્દ્ર ‘સ્વ’ છે. વાસ્તવિક બંધનોની જાળ કરતા ભ્રમણાના બંધનોની જાળ જાણે વધુ વ્યાપક હોય છે !

14 Comments »

 1. વિવેક said,

  June 20, 2010 @ 1:59 am

  સુંદર ગઝલ.. બધા જ શેર એકમેકથી ચડિયાતા થયા છે… આખરી ત્રણ શેર તો અમર થવા સર્જાયા છે.,..

 2. અભિષેક said,

  June 20, 2010 @ 2:15 am

  બહુ જ સરસ ગઝલ છે.

 3. વિહંગ વ્યાસ said,

  June 20, 2010 @ 3:06 am

  મુકુલભાઇની જાણીતી ગઝલ ફરી ઘણાં સમય બાદ માણી. વિવેકભાઇએ કહ્યું એમ બધાજ શેર એકબીજાથી ચડિયાતા છે.

 4. jigar joshi 'prem' said,

  June 20, 2010 @ 3:20 am

  બહુ મજાની રચના છે.

 5. Bharat Trivedi said,

  June 20, 2010 @ 8:01 am

  કવિતા, ગીત્ ગઝલ્ અને નઝમ વવચેનો ભેદ સમજ્વા જેવો છે. અહી વિચારનુ સાતત્યા છે એટલે નઝમ કહેવી ? મક્તો લાજવાબ છે.

  દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
  દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

 6. pragnaju said,

  June 20, 2010 @ 8:18 am

  જુની અને જાણીતી મઝાની ગઝલ

  ઝંઝા ઝરણ કે ઝાળ કે ઝળહળ કશું નથી,
  અમથું આ મન થયા કરે વિહ્વળ કશું નથી.

  નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
  અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.
  વાહ્

 7. Pinki said,

  June 20, 2010 @ 10:24 am

  દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
  દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી…. અદ્….ભૂત !!

 8. સુનીલ શાહ said,

  June 20, 2010 @ 11:05 am

  દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
  દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી.

  આ શેર તો સ્પર્શી ગયો..

 9. ધવલ said,

  June 20, 2010 @ 11:39 am

  વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
  વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

  વાહ !

 10. ડૉ.મહેશ રાવલ said,

  June 20, 2010 @ 12:44 pm

  કશું નથી -રદિફ લઈને મુકુલભાઈએ ઘણું બધું હોવાનું કહી દીધું…!
  આધ્યાત્મભાવ અને સ્વ તથા સર્વસ્વસુધી લઈ જતી અભિવ્યક્તિએ સરસ અને સચોટરીતે સમજ તરફ દોર્યો છે ભાવકને.
  ખૂબજ સુંદર અને નક્શીદાર ગઝલ.

 11. urvashi parekh said,

  June 20, 2010 @ 8:13 pm

  સરસ અને સુન્દર રચના.
  ઘણૂ બધુ કહી શકાણુ આ નાની એવી રચના માં,
  દીવાલ સોંસરા અને વિતાવી ના શકો વાળી વાત સુંન્દર છે.

 12. Manish said,

  June 20, 2010 @ 9:58 pm

  દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો,
  દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી!

  ક્યા બાત હૈ!

 13. Yogesh Pandya said,

  June 21, 2010 @ 7:34 am

  નિજમાંથી જન્મ પામતા,મરતા ને ઝૂલતા,
  અસ્તિત્વથી વધારે અનર્ગળ કશું નથી.
  વાહ્

 14. રાજની said,

  June 21, 2010 @ 11:26 am

  વિતાવી ના શકો તો એ સર્વસ્વ છે અને,
  વિતાવી જો શકાય તો આ પળ કશું નથી.

  વાહ ! વાહ સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment