અગર શોધશો તો એ મળશે બધામાં,
નહિતર ગણી લેજો પથ્થર નકામા.
વિવેક મનહર ટેલર

મુક્તક -વિવેક મનહર ટેલર

આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

-વિવેક મનહર ટેલર

આજે ‘ગાગરમાં સાગર‘ પર જયશ્રીએ મૂકેલી વિવેકની એક ઓવનફ્રેશ ગઝલનો મા ગુર્જરી વિશેનો એક શે’ર એના કાવ્યપઠનની સાથે માણ્યો… અને તરત જ મને એનું આ મુક્તક યાદ આવ્યું અને તરત જ અહીં ટપકાવી પણ દીધું…

13 Comments »

  1. Jayshree said,

    June 17, 2010 @ 5:25 PM

    Good job..!! 🙂

  2. pragnaju said,

    June 17, 2010 @ 6:22 PM

    ‘ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.’

    ગઝલની જેમ આપણે આખા ઋષિ ન થઈએ
    અને

    પા ઋષિ-પારસી થઈએ તો બસ…ગુર્જરીની સેવાને લાયક થઈએ.

    અને આ પોરી મોના( હંમણા જ ગઝલ પઠન કરતી જોઈ)

    હૅટસ ઓફ

  3. સુનીલ શાહ said,

    June 17, 2010 @ 8:31 PM

    સુંદર…

  4. hina said,

    June 17, 2010 @ 9:36 PM

    Few words but express emotions so deeply !

    સુંદર…

  5. વિહંગ વ્યાસ said,

    June 17, 2010 @ 10:10 PM

    સુંદર મુક્તક.

  6. રાકેશ ઠક્કર , વાપી said,

    June 18, 2010 @ 12:02 AM

    ખૂબ સુંદર મુક્તક!
    દુબારા..!
    આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
    કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
    દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
    ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

  7. preetam lakhlani said,

    June 18, 2010 @ 7:53 AM

    આજ થી ૨૦ વરસ પહેલા મે આવી જ કલ્પના મારી ગઝલના એક શેરમા કરી હતી
    ગઝલ્ આવી ભલે પરદેસથી ને છતા દુધમા સાકર જેમ ભળી ગઈ….અત્યારે શેર છન્દ સાથે યાદ નથી પણ આટલુ જ યાદ છે આ ગઝલ ” કવી” મા મનોજ શાહે પ્રગટ કરી હતી….વિવેકભાઈ નુ મુકતક કાબીલે દાદ સાથે કહેવુ પડે…દુબારા..!

  8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    June 18, 2010 @ 9:53 AM

    આજ ગઝલ સાગર બની ઘૂઘવે છે.
    કવિતા નદીઓ બની ડૂબી રહી છે.

  9. ધવલ said,

    June 18, 2010 @ 10:05 AM

    વાહ !

  10. preetam lakhlani said,

    June 18, 2010 @ 1:31 PM

    આપણો સંતત્વનો દાવો નથી,
    આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.
    જાતુષ જોશી

  11. Girish Parikh said,

    June 18, 2010 @ 5:32 PM

    મુક્તક મઝાનું છે.

    આ બે પ્રશ્નાત્મક કાવ્ય-પંક્તિઓ પર ઘણું રસમય ગદ્ય લખી શકાયઃ
    આવી ગઈ કઈ રીતે ગઝલ ગુજરાતીમાં ?
    સમાઈ ગઈ કઈ રીતે ગઝલ ગુજરાતીમાં ?

    – – ગિરીશના જય ગઝલ.

  12. Girish Parikh said,

    June 18, 2010 @ 6:17 PM

    “જેમ દૂધમાં સાકર ભળી – – એમ ગુજરાતીમાં ગઝલ મળી ! (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કર્યું છે. વાંચવા વિનંતી.

  13. sudhir patel said,

    June 19, 2010 @ 12:09 PM

    સુંદર મુક્તક!
    સુધીર પટેલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment