કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !

ભરત વિંઝુડા

ગઝલ – મરીઝ

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

– મરીઝ

મરીઝને ગયાને જમાનો થયો પણ એની ગઝલો આજે પણ સર્વોત્કૃષ્ટ અને સહુથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણા સાહિત્યની અમૂલ્ય જણસ છે…

19 Comments »

 1. Pinki said,

  June 5, 2010 @ 3:54 am

  દર્દ-એ-દિલ .. સુંદર ગઝલ !

  ધનાશ્રી પંડિતે ખૂબ જ સુંદર રીતે આ ગઝલ ગાઈ છે.

 2. Pinki said,

  June 5, 2010 @ 3:57 am

  Oh… it’s by Amar Bhatt !

  http://rankaar.com/archives/120

 3. pragnaju said,

  June 5, 2010 @ 5:43 am

  સરસ ગઝલ
  વાહ્

 4. વિહંગ વ્યાસ said,

  June 5, 2010 @ 5:52 am

  વાહ….!

 5. અનામી said,

  June 5, 2010 @ 6:41 am

  વાહ………….

  દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
  મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

  આહ…..ગાલિબ ઑફ ગુજરાત.

 6. sapana said,

  June 5, 2010 @ 8:25 am

  વાહ મરીઝની ફિલસુફી ઘાયલ કરી ગઈ..ખાસ કરીને બરબાદીવાળો શેર..પણ વિવેકભાઈ મને તો “સપના”ને કહેજો પગરખા વાપરે ગમ્યું.હા મને ખબર સ્વપ્ન…
  સપના

 7. urvashi parekh said,

  June 5, 2010 @ 9:07 am

  દુખ તો એનુ છે દુનીયાના થઈ ને એ રહિ ગયા વાળી વાત સરસ છે.
  અને પરીવર્તન વાળી વાત પણ સરસ.

 8. રાજની ટાંક said,

  June 5, 2010 @ 9:10 am

  એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
  મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.

  વાહ… ! વાહ… !

 9. satish.dholakia said,

  June 5, 2010 @ 9:24 am

  મરિઝ ના મુલ્યાન્કન માટે આપાણિ માપ પટ્ટિ ટુન્કિ પાડે ! બરબાદિ ને ખુશિ સમજવિ એ ભાવ જ વિશિષટ છે.

 10. ડૉ.મહેશ રાવલ said,

  June 5, 2010 @ 11:50 am

  મરીઝસાહેબની ગઝલ જ્યાં પ્રકાશીત હોય એ પેઇજ પર ટિપ્પણી વિભાગમાં બેશબ્દ તમારા ય હોય એજ સ્વયં એક ઉપલબ્ધિ ગણાય-હું મને એ રીતે ભાગ્યવાન ગણી રહ્યો છું.
  પોતાની બરબાદીને પણ, બીજાની ખુશી સમજી લે એ મરીઝ.
  સલામ એ આપણા ગુજ્જુ ગાલિબને…..

 11. Girish Parikh said,

  June 5, 2010 @ 12:00 pm

  રીઝ મારા પર
  મરીઝ!
  – -ગિરીશ

 12. kanchankumari. p.parmar said,

  June 5, 2010 @ 2:23 pm

  આભાર ,જિંદગી ને કે સાચિ દિશા મળિ છે આમ તો અનેક રસ્તે સાવ જ ખોટી પડી છે….

 13. sudhir patel said,

  June 5, 2010 @ 3:21 pm

  અદભૂત ગઝલ!
  સુધીર પટેલ.

 14. ધવલ said,

  June 5, 2010 @ 4:11 pm

  કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
  રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

  – સરસ !

 15. Yogesh Pandya said,

  June 5, 2010 @ 8:08 pm

  વાહ… ! વાહ… ! વાહ… ! વાહ… ! વાહ… ! વાહ… !

  અદભૂત ગઝલ!

 16. vishwadeep said,

  June 6, 2010 @ 11:21 am

  દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
  મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી….સૂંદર શે’ર્…વાચક..કવિતાને એક કવિતા રુપે માની લે ..અર્થઘટન. અથવા એમાઁ રહેલું દર્દ કોણ સમજે???

 17. MG Dumasia said,

  June 7, 2010 @ 10:13 am

  મરીઝે પ્રથમ બે પંક્તિઓ માં જ જીવન કેવી રીતે જીવવું,તેની જાણે ગાઇડ લાઈન આપી દીધી !

 18. Pancham Shukla said,

  June 14, 2010 @ 7:07 am

  સદાબહાર ગઝલ.

 19. mitesh said,

  April 14, 2011 @ 11:58 am

  one of the best shayar…………………..MARIZ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment