કેટલાં દૂર જઈ અને દેવો વસ્યાં
આમ આપણને કરાવી જાતરા !
ભરત વિંઝુડા

ગઝલ – જવાહર બક્ષી

દૂરતા કોઈ વખત મોંઘી પડી,
પણ નિકટતા તો સતત મોંઘી પડી.

જીવવા જેવું જ જીવાયું નહીં,
જીવવાની આવડત મોંઘી પડી.

મ્હેંક તારા શહેરમાં સારી હતી,
શ્વાસમાં ગઈ કે તરત મોંઘી પડી.

આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
બહાર રહેવાની શરત મોંઘી પડી.

શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
શબ્દ સાથેની રમત મોંઘી પડી.

-જવાહર બક્ષી

સંબંધમાં અંતર તો ક્યારેક જ તકલીફદાયક હોય છે પણ સાથે રહેવું તો ક્ષણેક્ષણ અગ્નિપરીક્ષા જેવું છે…

11 Comments »

 1. હેમંત પુણેકર said,

  May 29, 2010 @ 1:46 am

  કેવી સુંદર ગઝલ! દરેક શેર લાજવાબ!

 2. રજની માંડલીયા said,

  May 29, 2010 @ 1:48 am

  હ્રદય સ્પર્શી,
  શબ્દો ની સજાવટ ખુબ સરસ છે…

 3. સુનીલ શાહ said,

  May 29, 2010 @ 3:01 am

  સરસ..
  સર્વાંગ સુંદર ગઝલ..

 4. Pancham Shukla said,

  May 29, 2010 @ 5:21 am

  સરળ શબ્દોમાં સંતર્પક….

 5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  May 29, 2010 @ 8:31 am

  કાયમ એમણે બક્ષી છે ગઝલો જાણે હો જવાહીર.
  હવે કઠે એવી કોઈ ગઝલ લખે તો જાણું ભડવીર.

 6. ડૉ. મહેશ રાવલ said,

  May 29, 2010 @ 11:38 am

  મોંઘી પડી – રદિફ સ્ફૂર્યા પછી પાંચ જ શેરમાં ગઝલ આટોપવી એજ સ્વયં એક સિદ્ધિ છે !
  જવાહરભાઈની ગઝલમાં આમેય એમનો આગવો “ટચ” મળવાનો જ
  સાવ સહજ રહીને ભીતરના તોફાનને શબ્દોમાં કંડારવાનો કસબ બહુ તપસ્યા માગે……..
  નિકટતા અને જીવવાની આવડત મોંઘી પડી એ શેર બહુ ગમ્યા.

 7. Bharat Trivedi said,

  May 29, 2010 @ 12:48 pm

  શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
  શબ્દ સાથેની રમત મોંઘી પડી.

  આ શેરને કેવેી રેીતે પકડવો? કોઈનેી શબ્દ રમતને સાચો પ્રેમ માનેી લેીધો? કે પછેીથેી આ કવિતા કર્વાનેી રમત મોંઘી પડી? કવિ કર્મ આસાન ક્યારે આસાન હોય્ છે! વાહ મઝા આવે ગઈ!

 8. કિરણસિંહ ચૌહાણ said,

  May 30, 2010 @ 11:25 am

  માર્મિક છતાં સાહજિક ગઝલ. જવાહરભાઇનું જાજરમાન નજરાણું.

 9. Mousami Makwana said,

  May 30, 2010 @ 10:25 pm

  સુંદર રચના….
  સહવાસ સતત હોવો પણ એક એવી અવસ્થા છે…
  કે પળ-પળ એને ખુશ રાખવો ‘અગ્નિપરિક્શા’ છે…!!!

 10. pragnaju said,

  June 1, 2010 @ 7:42 am

  સુંદર ગઝલ.
  આમ તો ઘરમાં કશું નહોતું છતાં.
  બહાર રહેવાની શરત મોંઘી પડી.

  શક્યતાઓમાં સતત સળગ્યા કર્યો,
  શબ્દ સાથેની રમત મોંઘી પડી.
  વાહ્.
  અહીં તો આ ચર્ચા છે-પરિવહન વિભાગે કાર કંપની ટોયોટા પર મોટો દંડ લગાવ્યો છે, કારણ કે તેને ગ્રાહકોને સાચી સૂચના ન આપી. અધિકારીઓના મતે ટોયોટા મોટર્સની કારના એક્સિલેટર પેડલમાં ખામી જોવા મળી તે ભૂલ મોંઘી પડી.!!

 11. Pinki said,

  June 1, 2010 @ 1:24 pm

  જવાહરભાઇની એક મોંઘેરી ગઝલ !

  જીવવા જેવું જ જીવાયું નહીં,
  જીવવાની આવડત મોંઘી પડી.

  બહુત ખૂબ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment