તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?
અંકિત ત્રિવેદી

ગઝલ – આકાશ ઠક્કર

ઊગી ગયું  છે  હાથમાં  તે  ઘાસ  છે
ઝાંખી  થયેલી  મેંદીનો  ઇતિહાસ  છે .

સૂના  પડ્યાં  છે  ટેરવે  વસતાં નગર
લકવો  પડેલાં  સ્પર્શ  તો ચોપાસ  છે .

ભગવી   ધજાને  ફરફરાવે  એ   રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સન્યાસ છે .

ઈશ્વર ,  તને  જોયા પછી  સમજાયું છે
બન્ને  તરફ   સરખો   વિરોધાભાસ  છે .

પાંખો મળી  પણ  જાત માણસની મળી
‘આકાશ’માં  પણ  ધરતીનો સહવાસ છે

– આકાશ ઠક્કર

11 Comments »

 1. Mousami Makwana said,

  May 24, 2010 @ 2:09 am

  પાંખો મળી પણ જાત માણસની મળી
  ‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે…
  ખુબ જ સુન્દર રચના….
  છેલ્લી બે પન્ક્તિ માનવ જીવન નુ સત્ય સમજાવે છે.

 2. Mousami Makwana said,

  May 24, 2010 @ 2:10 am

  ખુબ જ સુન્દર…!!!

 3. pragnaju said,

  May 24, 2010 @ 6:13 am

  મઝાની ગઝલ
  ઈશ્વર , તને જોયા પછી સમજાયું છે
  બન્ને તરફ સરખો વિરોધાભાસ છે .

  પાંખો મળી પણ જાત માણસની મળી
  ‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે
  વાહ્

  ઊડે તો બિચારું ક્યાં સુધી ઘનઘોર ઘટામાં પંખીડું ?
  અંધકાર ભર્યો છે આંખોમાં ને થાક ભરેલી પાંખો છે.

 4. ડૉ.મહેશ રાવલ said,

  May 24, 2010 @ 1:08 pm

  સરસ અર્થપૂર્ણ અભિવ્યક્તિ અને સ-રસ માણવા/જાણવા જેવી ગઝલ
  બન્ને તરફ સરખા વિરોધાભાસની વાત વધારે ગમી

 5. sapana said,

  May 24, 2010 @ 9:47 pm

  ઈશ્વર , તને જોયા પછી સમજાયું છે
  બન્ને તરફ સરખો વિરોધાભાસ છે .
  આખી ગઝલ સરસ અર્થપૂર્ણ છે..આ પંક્તિ વિશેષ ગમી.
  સપના

 6. urvashi parekh said,

  May 24, 2010 @ 9:55 pm

  સરસ,
  પાંખો મળી પણ જાત માણસ ની મળી,
  અને ઇશ્વર તને જોયા પછી સમજાયુ,
  વધુ ગમી.

 7. ધવલ said,

  May 24, 2010 @ 10:11 pm

  ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
  ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે .

  – સરસ !

 8. yogesh said,

  May 25, 2010 @ 8:44 pm

  ઈશ્વર , તને જોયા પછી સમજાયું છે
  બન્ને તરફ સરખો વિરોધાભાસ છે
  આ પંક્તિ વિશેષ ગમી.

 9. swati thakkar said,

  May 25, 2010 @ 11:46 pm

  fentastic………….
  very nice

 10. "દીપ" said,

  June 1, 2010 @ 3:06 am

  વાહ ખુબ સરસ!!!

  ઈશ્વર , તને જોયા પછી સમજાયું છે
  બન્ને તરફ સરખો વિરોધાભાસ છે .

  પાંખો મળી પણ જાત માણસની મળી
  ‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે

 11. ASHOK PABARI said,

  July 26, 2010 @ 11:40 am

  good gazal… i like it
  PANKHO MALI….. great…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment