મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

ગઝલ – આદિલ મન્સૂરી

ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને

સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને

ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને

આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને

હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને

બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને

આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને

– આદિલ મન્સૂરી

પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.

10 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    April 25, 2010 @ 2:06 AM

    જનાબ આદિલસાહેબની ગઝલોમાં આધ્યાત્મભાવ ઘણીવાર પ્રગટતો રહ્યો છે
    એ એમની ઈશ્વરપરસ્તી બતાવે છે.
    સરસ અને માર્માળુ ગઝલ.
    તીર્થેશભાઈએ ગઝલના હાર્દને સુંદર ઉઘાડ આપ્યો – ગમ્યું.

  2. pragnaju said,

    April 25, 2010 @ 4:56 AM

    બૂમ હું તારા નામની પાડું
    મૌન ત્યાં વાળવા મથે છે મને
    આ કબરની અનંત નિદ્રામાં
    સ્વપ્ન પંપાળવા મથે છે મને
    સમસ્ત સંસારમાં પ્રસરેલી અને સંસારની બહાર રહીને ચિરંતન રાસ રમી રહેલી સર્વેશ્વર પરમાત્માની શાશ્વત શક્તિ છે. અવનીના અભ્યુત્થાન માટે એમના સ્વરૂપે એ જ શક્તિનું અવતરણ અથવા પ્રકટીકરણ થયું છે.તેમા લીન થવાનો સહજ ભાવને ઉજાગર કરતી ગઝલ ગહન ચિંતન માંગી લે છે!
    ધ્યાનની સાધના દ્વારા મન પર કાબૂ કરીને પોતાની અંદરની-દિલની દુનિયામાં ડૂબકી મારીને એમણે પરમાત્માની પરમચેતના- શક્તિનો સાક્ષાત્કાર કરવા પ્રયાસ કર્યો છે

  3. Girish Parikh said,

    April 25, 2010 @ 4:24 PM

    આદિલનો ચાહક તો હું છું જ – – એમને હું મારા ગઝલ ગુરુ પણ ગણું છું. ગઝલ અને ગઝલ-મુક્તક થોડાં લખ્યાં છે.
    ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકમાં આદિલના ૭૨ શેરો અને એમના આસ્વાદ આપ્યા છે. આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા, જો કે અક્ષર દેહેએ એ અમર છે. હાલ પુસ્તક બ્લોગ http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરી રહ્યો છું, આજ સુધીમાં ૪૯ શેરો અને એમના આસ્વાદ રજૂ કર્યા છે.

    આ સઘન અંધકારની વચ્ચે
    કોઈ અજવાળવા મથે છે મને

    ઉપરનો શેર વાંચતાં આદિલનું અંધારા વિશેનું અદભુત ‘ગઝલ સપ્તક’ જે એમના પુસ્તક ‘મળે ન મળે’ માં મળે છે, એ યાદ આવ્યું. ‘ગઝલ સપ્તક’ની સાત ગઝલોમાંથી દરેક ગઝલમાંથી એકેક શેર અને એનો આસ્વાદ પણ ‘આદિલના શેરોના આનંદ’ માં આપ્યાં છે.

  4. Dhaval said,

    April 25, 2010 @ 6:14 PM

    ઉમદા ગઝલ !

  5. jiny said,

    April 25, 2010 @ 11:36 PM

    Hi,

    i would like to post a new comment for a query, but cudnt do that…
    so a query, if somebody can answer that…
    below mentioned Manna dey songs are from which film? and can i hv lyrics ?
    ‘tamne joya ne jara raste rokai gayo’
    ‘Jari ugata suraj ni toh laj rakho mara rasiya’

    Thanks…

  6. વિહંગ વ્યાસ said,

    April 26, 2010 @ 1:31 AM

    વાહ્………..!

  7. વિવેક said,

    April 26, 2010 @ 7:47 AM

    સુંદર ગઝલ… ‘હું’ની ગઝલ પણ ‘હું’પણાના સાર્વત્રિક ભાવથી સાવ નોખી…

  8. sudhir patel said,

    April 26, 2010 @ 10:09 PM

    આદિલ સાહેબની ખૂબ સુંદર ચિંતનાત્મક ગઝલ માણવાની મજા આવી.
    સુધીર પટેલ.

  9. Just 4 You said,

    April 26, 2010 @ 11:22 PM

    બૂમ હું તારા નામની પાડું
    મૌન ત્યાં વાળવા મથે છે મને

    સુંદર ગઝલ…

  10. Harshit Gohil said,

    April 28, 2010 @ 1:33 PM

    ઉત્તમ્……આદિલ સાહેબ્……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment