કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

પ્રકાશનો રવ – રતિલાલ જોગી

સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
છે તો સૌના હૃદયના તારનો રવ.

સાંભળી ચહેકી ઊઠ્યાં પંખીડાં –
ફૂલની શબનમી કુમાશનો રવ.

શું કહું કેટલો એ ગાજે છે –
તારી ચુપચાપ પગની ચાપનો રવ.

જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
સાંભળો સાંભળો પ્રકાશનો રવ.

શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
લાગણીનો અને વિચારનો રવ.

– રતિલાલ જોગી

શબ્દને ભૂલી જઈએ તો જ લાગણી અને વિચારના અવાજને સાંભળી શકાય…. કેવી સાચુકલી વાત !

6 Comments »

  1. Jayshree said,

    April 8, 2010 @ 1:48 PM

    સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
    છે તો સૌના હૃદયના તારનો રવ….

    આહા… મારું ગમતીલું વાદ્યસંગીત યાદ આવી ગયું..! શિવકુમાર શર્માનું સંતૂર… હરિપ્રદાસ ચૌરસિયાની વાંસળી.. ઝાકિર હુસૈનના તબલા… શબ્દો વગર હ્રદયના દરેક તાર ઝણઝણાવી જાણે..!!

  2. Girish Parikh said,

    April 8, 2010 @ 4:05 PM

    સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
    છે તો સૌના હૃદયના તારનો રવ.

    સૌના હ્રદયના તાર સાથે સાજનો રવ જોડાય ત્યારે જ સૌના અંતરમાં આનંદ ઊભરાય. સાજ, સાજિંદા, સંગીત, સૂર, અને સંગીતરસિયાઓનું મિલન પૃથ્વી પર સ્વર્ગ સર્જી શકે. અલબત્ત, એમાં શબ્દ પણ કામણ કરી શકે.

    વર્ષો પહેલાં ‘કુમાર’ માસિકના તંત્રી સ્વ. બચુભાઈ રાવત એક યુવાનને એમના પછી તંત્રીપદ લેવા તૈયાર કરતા હતા. મેં એ યુવાનને ‘કુમાર’ કાર્યાલયમાં બચુભાઈને મદદ કરતો જોયેલો. એનું નામ હતું રતિલાલ જોગી. આ કવિ એ જ રતિલાલ જોગી?

  3. impg said,

    April 8, 2010 @ 4:09 PM

    પ્રભુનેી માતાનેી લાગણીનો રવ વગર શબ્દ સમજાઈ જાય છે

  4. વિવેક said,

    April 9, 2010 @ 12:15 AM

    વાહ, શું ગઝલ છે?!

    અવાજના અલગ અલગ પરિમાણ કવિએ અદભુતરીતે કાવ્યમાં ઢાળ્યા છે. બધા જ શેર હૃદયંગમ થયા છે… મહેફિલની નહીં, દિવાન-એ-ખાસની ગઝલ!

  5. વિહંગ વ્યાસ said,

    April 9, 2010 @ 1:17 AM

    ગઝલ ગમી, મત્લા વિશેષ ગમ્યો.

  6. pragnaju said,

    April 9, 2010 @ 1:05 PM

    મઝાની ગઝલ
    જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
    સાંભળો સાંભળો પ્રકાશનો રવ.

    શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
    લાગણીનો અને વિચારનો રવ.

    ખૂબ સુંદર
    એજ નિરવરવ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment