પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જીદ્દ ઝાકળ ના કરે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઝાલ સુરતનો હાથ, ભગવાન !

આજે સુરતના માથે મોટી આફત આવી પડી છે. અતિવૃષ્ટિને કારણે તાપી છલકાય ગઈ છે. એક બાજુથી ઊકાઈ બંધમાંથી વધુને વધુ પાણી છોડ્યા વગર છૂટકો નથી જ્યારે બીજી બાજુ ભરતીને કારણે દરિયો પાણી લેતો નથી. મોટા ભાગના શહેરમાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ફરી વળ્યું છે. 1968ની રેલથી પણ વધારે પાણી શહેરમાં આવી જશે એવો ડર છે. આટલે દૂરથી કાંઈ કરી ન શકવાનો ખેદ થાય છે. વિવેકને ત્યાં ફોન લાગતો નથી પરંતુ એ શહેરના જે ભાગમાં છે ત્યાં પાણી ભરાયા નથી.

સુરત શહેરને બધાની શુભેચ્છાઓની જરૂર છે. કહે છે કે મંગળવારનો દિવસ નીકળી જાય તો પછી પાણી ઓસરી જશે. આશા રાખીએ કે ‘સોનાની મૂરત’ આ આફતમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવે.

1938ની સાલમાં સૂરતમાં બળેવના દિવસે જ એક હોનારતમાં હોડી નદીમાં ડૂબી જવાથી 80 જણાએ જાન ગુમાવેલા એ હોનારત હજુ ઘણા યાદ કરે છે. આ બળેવે તો આખું શહેર જ ડૂબવા બેઠું છે. સુરતને ભગવાન જ બચાવી શકે એમ છે. સુરતનો હાથ ઝાલ, ભગવાન !

તા.ક. : વિવેકે મોકલેલા સુરતના ફોટા અહીં છે.

3 Comments »

 1. વિવેક said,

  August 8, 2006 @ 5:35 am

  સુરતનો લગભગ પચાસ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે… મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં બે થી દસ ફૂટ જેટલા પાણી ફરી વળ્યાં છે. દુકાનો અને ઘરોની અંદર પૂરપાટ ધસી આવતા પાણીએ જે દાટ વાળ્યો છે અને જે ખાનાખરાબી સર્જી છે એ કદાચ સુરતે વેઠેલું અત્યાર સુધીનું સૌથી મોટું નુક્શાન હશે… ચારે તરફ પાણી પણ પીવાને એક બુંદ નહીં…. અનાજ-પાણી-વીજળી-ફોન અને નેટ…કોઈ જ સુવિધા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉપલબ્ધ નથી… અચાનક નેટ ચાલુ થવાથી હું અહીં મારી સલામતી અને મારા શહેરની બરંબાદીના તાજા સમાચાર આપવા અહીં આવી શક્યો છું… ગઈકાલે તાપીનો પુલ, જે આજે પાણીમાં ગરકાવ થઈ ગયો છે એના પાડેલા ફોટોગ્રાફ્સ જો નેટ ચાલુ રહે તો અહીં મૂકવાની કોશિશ કરીશ… ખમ્મા ઈન્દ્રદેવ! ખમ્મા….

 2. પૂર્વી said,

  August 8, 2006 @ 9:57 am

  રક્ષાબંધન નિમિત્તે ગુજરાત (અત્યારે ખાસ તો સુરત)ને ઓછામાં ઓછુ નુક્સાન થાય અને જલ્દીથી પૂર્વવત્ત થૈ જાય એવી પ્રભુને પ્રાર્થના ! As a big united Gujarati family we are ready to face challenges !!
  Take care.

 3. પંચમ શુક્લ said,

  August 8, 2006 @ 3:36 pm

  Lets us pray and hope for the minimal destruction and sufferings.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment