સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

ચિનુ મોદી

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.  ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની અત્મકથાના પાનાં જેવા લાગે છે. એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે. સત્ય તો હંમેશા કાંટાળુ જ હોવાનું અને આ દુર્યોધનોની દુનિયામાં સાચું બોલવું એ સમજદારી પણ તો નથી…

11 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  May 14, 2010 @ 1:16 am

  શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ.
  પોતાની વાત સાચી છે પણ સારી નથી એ આજે કેટલા સ્વીકારી શક્શે???
  અને અંતિમ શેરમાં … મારી ઇચ્છા મારી લાચારી નથી – કહીને
  તો હદ કરી કવિએ….વાહ !
  ગઝલ પણ ગમી અને શ્રી વિવેકભાઈએ જે રીતે ઉઘાડ આપ્યો વિષયવસ્તુને એય ગમ્યું.

 2. અભિષેક said,

  May 14, 2010 @ 1:41 am

  સરસ ગઝલ

 3. રાકેશ ઠક્કર , વાપી said,

  May 14, 2010 @ 4:43 am

  સાચી વાત છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે.

 4. sudhir patel said,

  May 14, 2010 @ 6:40 am

  માર્મિક ગઝલ!
  સુધીર પટેલ.

 5. pragnaju said,

  May 14, 2010 @ 8:09 am

  ખૂબ મઝાની ગઝલનો આ શેર વધુ ગમ્યો

  સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
  ઓસના ફૂલોમાં કંપારી નથી.
  યાદ
  ફૂલ સાથે ઓસના છાના મિલન

  રસભરી રીતે કહે હવા સૌને …!!

 6. Satish Dholakia said,

  May 14, 2010 @ 9:40 am

  મારિ ઇચ્ચ્હા મારિ લાચારિ નથિ ..વાહ ખુમારિ !

 7. himanshu patel said,

  May 14, 2010 @ 5:56 pm

  નિખાલસતાથી ખૂમારી સુધી ગતિ કરતી ગઝલ.

 8. Dhaval said,

  May 14, 2010 @ 6:41 pm

  દોડતા શ્વાસો અટકવા જોઇએ
  મારી ઇચ્છા મારી લાચારી નથી.

  – વાહ !

 9. Pinki said,

  May 14, 2010 @ 10:57 pm

  મારી વાતો સાચી છે, સારી નથી.

  મારી ઇચ્છા મારી લાચારી નથી…. બહુત ખૂબ !

  તેમનું નામ ન લખ્યું હોત, તો પણ તેમની કલમ ઓળખાય જાત.. !

 10. urvashi parekh said,

  May 15, 2010 @ 11:32 pm

  મારી વાતો સાચી છે,
  અને દોડતા શ્વાસો વાળી વાતો સરસ છે.

 11. Pancham Shukla said,

  May 21, 2010 @ 5:10 am

  ખુમારી સભર કેફિયત ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment