સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

સવાર – હેમેન શાહ

ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.

માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.

ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.

ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.

દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.

– હેમેન શાહ

સાંજને બધાએ ખૂબ ગાઈ છે, સવારને કોઈ કોઈએ જ સંભારી છે.  ગઝલકારો બધામોડા ઉઠનારા હશે કે શું ? 🙂

15 Comments »

  1. P Shah said,

    March 30, 2010 @ 11:42 PM

    દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
    સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે……

    સુંદર રચના !
    કવિએ સવારનો મહિમા બહુ સુંદર રીતે ગાયો છે.
    અભિનંદન !

  2. Kirtikant Purohit said,

    March 31, 2010 @ 12:38 AM

    ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
    ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.

    સુંદર કાફિયા રદીફ સાથે સવાર સરસ મઢાઇ છે.

  3. વિવેક said,

    March 31, 2010 @ 1:09 AM

    ક્યા બાત હૈ!

    કેટલા વખત પછી આ સાવ તાજી ગઝલ વાંચી… કેટલા તરોતાજા કલ્પન!! સવાર સુધરી ગઈ…

  4. preetam lakhlani said,

    March 31, 2010 @ 5:57 AM

    હેમેન, આજ તારી ગઝ્લ વાચી અને મારે આગણે વસત આવી……..કેટલા વખત પછી આજે એ
    તારી એક નવી ગઝલ વાચવા મલી….મજામા છુ/હ્શે…..ઉદયનને યાદ્…..
    દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
    સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે
    આ શેર વાચુ છુ અને મનોજભાઈની ગઝ્લનો શેર યાદ આવે છે
    ફાટુ ભરીને ભરો સોનુ સુરજ્નુ નહી આવે પાછા તડ્કા વસતના …..
    હેમેન ગઈ કાલે શોભિતની ગઝલ વાચી…..’No comment”
    આજે તારી…મજા આવી ગઈ…ફરી ફરી વાચુ છુ…..

  5. preetam lakhlani said,

    March 31, 2010 @ 6:00 AM

    હેમેન તારી ગઝલ વાચુ છુ અને ઉપરનીો કોલમમા ઉદયન નો શેર ડોકાય છે…
    પાનખર વીતી છતાં ખરતાં રહે છે
    પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
    ઉદયન ઠક્કર

  6. Pushpakant Talati said,

    March 31, 2010 @ 6:57 AM

    વાહ !
    Morning Effects યાને સવારનુઁ આટલુ ઝીણવટ ભરેલુ observation ફક્ત એક કવિ ર્હદયમાઁ જ ઉદભવી શકે.
    ખુદની શાખો ફેલાવતુ ગગન, – છાતીમા (હુફાળો કે અન્ગાર જેવો) ધબકતો સુર્ય, – પવનને ફેરીયો બનાવી તેના દ્વારા વહેચાતી માદક સુગન્ધની ખરીદી કરવાનુ આહવાન, – વળી સવારના શુમ્મસની ચાદર/શાલ ની ફીકરને કારણે ઝાન્ખો રખાતો ઉજાસ, – વિગેરે વિગેરે અફલાતુન વર્ણન .
    વાહ ! ભાઈ વાહ !- સરસ અને સુન્દર.
    ધ ન્ય વા દ – આ રચના તથા રચઈતા, બન્ને ને.

  7. Pinki said,

    March 31, 2010 @ 7:17 AM

    દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
    સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.

    વાહ્… સરસ સવાર સાંજે પણ ઊગી નીકળી… !

  8. pragnajuvyas said,

    March 31, 2010 @ 10:31 AM

    ખૂબ સુંદર તરોતાજા ગઝલનો છેલ્લો શેર અદ ભૂત

    આનો ભદ્રક્રતવો વિશ્વતઃ

  9. Pancham Shukla said,

    March 31, 2010 @ 11:35 AM

    સરસ નજાકત ભરી ગઝલ.

    દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
    સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.

    આ મુસલસલ અભિવ્યક્તિ મક્તાથી એક અલગ જ ઉંચાઈ હાંસલ કરે છે.

    ધવલે મઝાની વાત કરી…મને જેમનો પરિચય છે એવા ઘણા ગઝલકારો સૂર્યવંશી છે. સવારની વાત લઈ આવતી મારી એક ગઝલ યાદ આવીઃ
    http://spancham.wordpress.com/2010/02/01/prabhat-feri/

  10. impg said,

    March 31, 2010 @ 12:37 PM

    સવારે વહેલા ઉથવાનુ મન થાય તેવી ગઝલ !!!!

  11. sudhir patel said,

    March 31, 2010 @ 10:05 PM

    સુંદર ગઝલ!
    ધવલભાઈની ટકોર સાથે મને સવાર પરની મારી ગઝલ યાદ આવી. આપ સૌને એ માણવી ગમશે.

    ફૂલ, ઝાકળ, ખુશ્બૂ, હવા, પંખી, ટહુકા ને સવાર !
    નીંદર ઘેરી આંખોએ નીતરે સપના ને સવાર !

    સમય પણ ભરે છે હળવે હળવે પગલાં ને સવાર!
    ધીરે ધીરે ખૂલે દૃશ્યોનાં પડદા ને સવાર !

    વીતી જાશે રાત અનોખી કામણગારી ‘સુધીર’,
    એના બન્ને છેડે માણી લ્યો સંધ્યા ને સવાર !

    પૂરી ગઝલ માણવા માટે નીચેની લીંક પર ક્લીક કરવા વિનંતી.

    http://aasvad.wordpress.com/2009/06/01/295/

    આભાર.

    સુધીર પટેલ.

  12. Pinki said,

    March 31, 2010 @ 10:12 PM

    ધવલભાઈ,
    એટલે આ બે ગઝલકારો, સુધીરઅંકલ અને પંચમભાઈ તો વહેલાં ઊઠે છે !
    જોકે, બન્ને વિદેશમાં વસેલાં છે…. એટલે ?!! 🙂

  13. Girish Parikh said,

    March 31, 2010 @ 10:52 PM

    ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
    ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.

    ‘ફાટી ન’ જોઈએ.

    હેમેનની આ અને અન્ય ગઝ્લોનો અસ્વાદ બે જ શબ્દોમાં: મુલાયમ ગઝલો.

    – – ગિરીશ પરીખ
    ‘આદિલના શેરોનો આનંદ’ માણો અને વહેંચોઃ
    http://www.girishparikh.wordpress.com

  14. સુનીલ શાહ said,

    March 31, 2010 @ 10:59 PM

    ભઈ વાહ..!

  15. વિહંગ વ્યાસ said,

    April 1, 2010 @ 6:42 AM

    વાહ્ સરસ ગઝલ છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment