એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
મુકુલ ચોક્સી

(પળ વચ્ચે જીવ્યો) – મનોજ ખંડેરિયા

ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો

જે મને ડસતી રહી સર્પો બની
એવી કૈં પહેરણની સળ વચ્ચે જીવ્યો

લોહનાં પૂતળાં ઘણાં ભાંગી ગયાં
હું સમયના બાહુબળ વચ્ચે જીવ્યો

એક આંસુનું અજબ ઊંડાણ આ
હું અતળ ઈચ્છાના જળ વચ્ચે જીવ્યો

છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો

મનોજ ખંડેરિયા

પોતાના જ બનાવેલા વમળોની મધ્યે ખેંચતી ઘૂમરાતી પળોની વચ્ચે ક્યારેક જીવન તો પસાર થઈ જાય છે, પરંતુ એ પળોની વચ્ચે ખરેખર કેટલું જીવી શકાય છે?  અહીં કવિ બેધડક સ્વીકારે છે કે આવી પળ, પોતાના બનાવેલા વમળ ને બીજાએ દીધેલા છળની વચ્ચે પણ ‘જીવ્યા’.  આપણને કોઈ પણ પરિસ્થિતિમાં જો હળવા રહેતા/થતા આવડી જાય તો માત્ર પસાર કરવાની જગ્યાએ જીવનને ખરા અર્થમાં ‘જીવી’ શકાય…

9 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    March 11, 2010 @ 9:02 PM

    શ્રી મનોજ ખંડેરિયાની “ટ્રેડમાર્ક” કહી શકાય એ આગવી શૈલીની નખશિખ મર્માળી ગઝલ,
    વારંવાર વાંચીને બોધપાઠ લેવા જેવી પણ ખરી જ….
    શત શત સલામ કવિશ્રીને.

  2. Hasmukh Gandhi said,

    March 11, 2010 @ 11:10 PM

    Ya, it is one of the most evocative, meanigful and touching Ghazal by MK.

    U love keep reading it again n again.

    Tahnk uuuu

  3. વિવેક said,

    March 12, 2010 @ 2:16 AM

    સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય થયા છે… લોહના પૂતળાં અને સમયના બાહુબળમાં છુપાયેલો ધૃતરાષ્ટ્રનું આલિંગન અને ભીમના લોઢાના પૂતળાંનો સંદર્ભ સ્પર્શી ગયો…

  4. najam said,

    March 12, 2010 @ 9:26 AM

    ભાઈ મનોજભાઈ સુદર રચના માટે ખુબ ખુબ શુભ કામના

  5. Pancham Shukla said,

    March 12, 2010 @ 10:04 AM

    સુંદર ગઝલ.

    બીજા બધા શેર તો સરસ છે જ પણ નખશિખ ગઝલ અને છંદોને પચાવી જાણનાર કવિ આખરી શેરમાં કહે છેઃ

    છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
    તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો

    એક સાચા કવિને આ બધું અનુભવી, સમજી, પચાવી ને કોક એવી અગોચર અનુભૂતિની જગ્યાએ જવું છે કે જ્યાં વ્યકત થવા માટે છંદ, લય, અવાજ, ધ્વનિના આભૂષણોના ઠઠારાની જરૂર ન હોય

    આ શેર વાંચ્યા પછી સિતાંશુ કે લા.ઠા. યાદ આવે એ સ્વાભાવિક છે.

  6. jatin pandya said,

    March 12, 2010 @ 2:50 PM

    સરસ કવિ મનોજ જે મરા જુનાગધ ગામ નુ કવિતા જગત નુ નાક સલમ કરુ આપ્ને તેને યાદ કર્વા

  7. Girish Parikh said,

    March 12, 2010 @ 5:39 PM

    ખેંચતી ઘૂમરાતી પળ વચ્ચે જીવ્યો
    હું જ પોતાનાં વમળ વચ્ચે જીવ્યો

    છંદ શબ્દો લય અવાજો ને ધ્વનિ
    તેં દીધાં રૂપાળાં છળ વચ્ચે જીવ્યો

    પહેલા શેરમાં ‘પોતાનાં વમળ વચ્ચે જીવ્યો’ શબ્દો વાંચતાં કરોળિયો પોતે જ બનાવેલી જાળમાં ફસાય છે એ ઉક્તિ યાદ આવી.

    અને ગઝલના છેલ્લો શેર માયામાં જીવતા માનવીની યાદ આપે છે — કવિ પણ માનવી જ છે, પણ વિશિષ્ટ માનવી!

    ગઝલ ગજબની છે!

    – – ગિરીશ પરીખ
    બ્લોગઃ http://www.girishparikh.wordpress.com

  8. pragnaju said,

    March 14, 2010 @ 2:34 PM

    ખૂબ સુંદર ગઝલ
    યાદ આવી
    હસાવવા જતા હતા જ્યારે ઉદાસ દિલોને
    રડવાનુ ભુલી જતા એવી મારી પળો છે

    મળતાની સાથે આપીયે છીએ બધા હક્કો
    જીવાડે છે એ જ તો સંબધોની પળૉ છે

  9. Pinki said,

    March 15, 2010 @ 8:49 AM

    સરસ ગઝલ… !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment