પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.
વિહંગ વ્યાસ

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

5 Comments »

  1. Pancham Shukla said,

    July 29, 2006 @ 12:36 PM

    સરસ મજાનું ગીત લઈ આવ્યા છો વિવેકભાઈ
    તાટસથ્ય અને ઉર્મિ સભર છતાં લાગણીવેડા અને પ્રલંબ લયમાં તણાયા વગરનું એક સભાન ગીત.પ્રથમ વખત જ સંજુવાળાની રચના માણી, જો કે નામ સાંભળ્યું હતું ખરું.

  2. ધવલ said,

    July 29, 2006 @ 1:55 PM

    મઝાનું ગીત… ભાવ અને લય બન્નેમાં નમણું. “ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં” – પંક્તિ સરસ બની છે.

  3. gujarat1 said,

    July 29, 2006 @ 9:52 PM

    Geet is nice. So is your brief “Rasaasvaad” …. Harish Dave

  4. Pancham, Dhaval & Harish Dave said,

    December 9, 2007 @ 7:58 AM

    Thank you very much, all of my dear for good comments ! I will remember forever. Ok have a good day.

  5. vasant joshi said,

    January 20, 2008 @ 10:26 AM

    Vitaragi vAHETA……..IS A WONDERFUL AND EXTRA ORDINARY POEM BCOZ YE JARA HAT KE PADHANA CHAHIYE ITS A TREMENDISIOUS EXPERIENCE TO READ A SUCH AKIND OF POEM IN GUJARATI GEET SAHITYA.CONGRATULATIONS TO U AND POET SHRI SANJU VALA.

    I M ALSO USE TO WRITE POEMS IN GUJARATI. HOW CAN I CONTECT U PL GUIDE ME ON MY E-MAIL ID
    MY E-MAIL ID IS vasant.b.joshi@gmail.cm LOOKING FORWARD FOR FAVERABLE ANSWER. YHANKS

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment