ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

ઉછેર્યાં છે – પ્રફુલ્લા વોરા

સદા આ જિંદગી માટે અમે મૃગજળ ઊછેર્યાં છે
અને આ આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે
તમોને તો મુબારક હો વસંતી વાયરા મીઠા
અમે તો પ્રેમથી આ આંગણે બાવળ ઉછેર્યાં છે

– પ્રફુલ્લા વોરા

9 Comments »

 1. વિવેક said,

  March 9, 2010 @ 12:54 am

  સુંદર મુક્તક… તકલીફ હસતા મોંએ સ્વીકારવાની પણ એક મજા છે.,..

 2. AMARISH said,

  March 9, 2010 @ 2:12 am

  મૃગજળ વાદળ વસંતી વાયરા આ બધાનો સમ્ન્વય ખુબજ સરસ કરેલ છે
  આભાર

 3. urvashi parekh said,

  March 9, 2010 @ 3:29 am

  સરસ મુક્તક..
  મૃગજળ અને આંખ માં વાદળા…આભાર..

 4. sudhir patel said,

  March 9, 2010 @ 10:12 am

  સુંદર મુક્તક માણવું ગમ્યું!
  સુધીર પટેલ.

 5. Girish Parikh said,

  March 9, 2010 @ 11:51 am

  બાવળમાં કાંટા જરૂર હોય છે પણ એનાં દાતણ થાય છે.
  આધ્યાત્મિક સાધના કરનારાનાં જીવન મોટે ભાગે કંટકમય હોયછે!
  અને માયાનાં મૃગજળ ઊછેર્યા પછી – – ખાત્રી થતાં કે આ માયા જ છે – – એ પછી જ મહામાયાની કૃપાથી એની પાર જઈ શકાય. સુખ દુઃખનાં વાદળ એ પછી વીખરાઈ જાય.

  – – ગિરીશ પરીખ

 6. Girish Parikh said,

  March 9, 2010 @ 12:04 pm

  – – આંખના આકાશમાં ઊછેરેલાં વાદળમાંથી પ્રભુપ્રેમથી ભીંજાયેલાં આંસુ પણ વરસે.

 7. Pancham Shukla said,

  March 10, 2010 @ 1:18 pm

  ખુમારીભર્યું મુકતક ગમ્યું.

 8. pragnaju said,

  March 14, 2010 @ 2:47 pm

  મઝાનું મુક્તક
  યાદ આવી

  છે મૃગજળ લાલસા જગની જે કર્તવ્ય ભુલાવે છે
  ભગાવે છે, જીવન જ્યાં, ભાગી ભાગી વ્યર્થ જનારું છે

 9. jyoti said,

  March 15, 2010 @ 2:37 pm

  અદ્ભભુત રચના ધ્ન્યવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment