નથી નડતા જગતમાં કોઈ દી’ ખુશ્બૂને અવરોધો,
કદીયે કંટકોથી ફૂલ ઢંકાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

વયથી વધારે – ગૌરાંગ ઠાકર

જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.

પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.

ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.

જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.

કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.

જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

– ગૌરાંગ ઠાકર

એકબીજાથી ચડિયાતા એકેક શેર… એમાંય સંશય કરતા શ્રદ્ધા વધારવાની વાત વધુ જચી ગઈ.

19 Comments »

  1. Rakesh Thakkar said,

    January 20, 2011 @ 1:20 AM

    સરસ શેર
    ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
    ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.

  2. વિવેક said,

    January 20, 2011 @ 2:17 AM

    વાહ… સરસ મનનીય ગઝલ…

  3. Kirtikant Purohit said,

    January 20, 2011 @ 2:47 AM

    ગૌરાઁગભાઇની મત્લાથી મક્તા સુધી સાધ્યઁત સુઁદર ગઝલ.

  4. વિહંગ વ્યાસ said,

    January 20, 2011 @ 3:17 AM

    સુંદર ગઝલનો આ શેર બહુ ગમ્યો :પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો, શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે

  5. ઉલ્લાસ ઓઝા said,

    January 20, 2011 @ 5:21 AM

    સુંદર ગઝલ. દરેક શેર મનનીય.

  6. bharat vinzuda said,

    January 20, 2011 @ 8:38 AM

    સુઁદર ગઝલ…..

  7. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    January 20, 2011 @ 9:43 AM

    સ ર સ !!!!

  8. ડૉ.મહેશ રાવલ said,

    January 20, 2011 @ 11:29 AM

    વાહ કવિ…!
    ખૂબ ગમી ગઝલ
    -અભિનંદન.

  9. pragnaju said,

    January 20, 2011 @ 12:39 PM

    ખૂબ સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
    શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.
    મનુષ્યના પોતાના વિચારોથી નિર્મિત વાતાવરણ તેનામાં શ્રદ્ધા અને વિશ્વાસને વધારે દ્રઢ બનાવે છે. જે માણસ વિજય પ્રાપ્ત કરનારો છે તે ચારે બાજુ વિશ્વાસનો પ્રયત્ન કરે છે અને જે કામને તેણે ઉપાડયું છે તેને પૂર્ણ કરવાની શક્તિ તેનામાં છે, એવી શ્રદ્ધા બીજા લોકોમાં પેદા કરે છે. જેમ જેમ સમય ૫સાર થાય છે તેને પોતાની વિચારશક્તિ જ નહીં ૫રંતુ પોતાનાથી ૫રિચય રાખનારાઓની વિચારશક્તિનો ૫ણ સહારો મળે છે.

  10. dHRUTI MODI said,

    January 20, 2011 @ 4:12 PM

    સુંદર, ગમી જાય ઍવી ગઝલ.

  11. Gunvant Thakkar said,

    January 20, 2011 @ 11:57 PM

    સરળ સચોટ અને હદય સોંસરવી વાત

  12. sudhir patel said,

    January 21, 2011 @ 9:04 PM

    ગૌરાંગભાઈ, ખૂબ સુંદર અને જાનદાર ગઝલ!
    સુધીર પટેલ.

  13. rohan said,

    January 22, 2011 @ 1:47 AM

    જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
    માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

    this two lines are toooo goooood…

  14. mustukhan "sukh" said,

    January 24, 2011 @ 5:03 AM

    વાહ્……દોસ્ત ,ગુજરાતી સાહિત્યને એક સારી ગઝલ મલીઆ એનો આનન્દ,વાહ

  15. Pushpakant Talati said,

    January 24, 2011 @ 8:00 AM

    સ ર સ – ગમી જાય તેવું મજાનું ગીત

    આ નીચેની પંક્તિઓ પસ્ણ ગમી

    જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
    હું ઓળખું છું આપને પરિચયથી વધારે.

    કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
    ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.

    જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
    માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.

  16. shaunak said,

    January 24, 2011 @ 11:48 AM

    ક્યા બાત હૅ ઠાકરસાહેબ……………….અદ્ભુત્………….

  17. Sandhya Bhatt said,

    January 27, 2011 @ 11:41 AM

    બધા જ શેર અદભુત! અભિનંદન, ગૌરાંગભાઈ.

  18. કિરણસિંહ ચૌહાણ said,

    January 28, 2011 @ 1:01 PM

    નખશિખ સુંદર ગઝલ.

  19. sonali said,

    February 3, 2011 @ 1:02 PM

    સુંદર ગઝલ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment