-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.
હેમેન શાહ

એક વરસાદી ગઝલ – રઈશ મનીઆર

જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.

પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.

વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.

એ નથી વંટોળ, એ ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.

– રઈશ મનીઆર

વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે.  કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે.  હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા 🙂

16 Comments »

 1. Gaurang Thaker said,

  February 9, 2010 @ 10:07 pm

  વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
  મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.
  આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
  કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજા
  વાહ વાહ્..સરસ,,ગઝલ…

 2. ઊર્મિ said,

  February 9, 2010 @ 10:37 pm

  વાહ વાહ વાહ…. કવિના romantic affair જેવી વરસાદી ગઝલનો અવાજ તો ખૂબ જ ગમ્યો… 🙂 હાલમાં અહીં ધવલ વરસાદ પડવાની જબરદસ્ત રાહ જોવાઈ રહી છે ત્યારે વગર વરસાદે જ વરસાદનો અવાજ સંભળાયા કર્યો…

 3. pragnaju said,

  February 10, 2010 @ 1:00 am

  એ નથી વંટોળ, ઘરની દશાનો શોર છે,
  બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.
  વાહ્

 4. Kirtikant Purohit said,

  February 10, 2010 @ 6:47 am

  વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
  મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

  આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
  કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.

  એ નથી વંટોળ, ઘરની દશાનો શોર છે,
  બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

  બહુ જ સુંદર ગઝલ.કલ્પનોનો સરસ નિખાર.

 5. નિનાદ અધ્યારુ said,

  February 10, 2010 @ 7:05 am

  એ નથી વંટોળ, ઘરની દશાનો શોર છે,
  બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ

  આ શેરમાં દશા ની જગ્યાએ દુર્દશા હોવું જોઇએ.

  અવાજ ગમ્યો.!

 6. નિનાદ અધ્યારુ said,

  February 10, 2010 @ 7:16 am

  એ નથી વંટોળ, ઘરની દુર્દશાનો શોર છે,
  બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.

 7. Pancham Shukla said,

  February 10, 2010 @ 7:49 am

  સાદ્યંત સુંદર ગઝલ- ગઝલ જ નહિ એક સરસ કાવ્ય પણ ખરું. વરસાદના અવાજને કેટલા બધા પરિમાણમાં જોયો !

 8. વિવેક said,

  February 10, 2010 @ 8:08 am

  સુંદર ગઝલ… બધા જ શેર ગમી જાય એવા થયા છે… વરસાદ પર કેટકેટલું લખાયું હોવા છતાં આ અગઝલ વાંચીએ ત્યારે કંઈક નવું વાંચતા હોવાની અનુભૂતિ જરૂર થાય… હા, જો વરસાદ પડે ત્યારે આ ગઝલ અચૂક યાદ આવશે એવી મની-બેક ગેરંટી ધવલ આપતો હોય તો એવી જ એક જબરદસ્ત વરસાદી ગઝલ આ લિન્ક ઉપર વાંચવાનું ચૂકવા જેવું નથી:

  http://layastaro.com/?p=900

 9. Chandresh Thakore said,

  February 10, 2010 @ 12:42 pm

  માટીને અડવાનો અવાજ અને તૃણના લથડવાનો અવાજ સાચો કવિ જ સાંભળી શકે! વાહ રઈશભાઈ.

 10. Daxesh Contractor said,

  February 10, 2010 @ 7:11 pm

  વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
  મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.

  બહોત ખુબ …

 11. ધવલ said,

  February 10, 2010 @ 7:53 pm

  નિનાદ, આ ગઝલમાં ‘દશા’ શબ્દ જ છે, ‘દુર્દશા’ નથી. વિવેકને વધુ તપાસ કરવા કહીશ.

 12. Pinki said,

  February 11, 2010 @ 5:26 am

  તૃણની જેમ… ચક્ચૂર થઈ લથડી જ જવાય… !
  રમેશ પારેખે આ ગઝલનો સરસ આસ્વાદ કરાવ્યો છે.

  ગયા ચોમાસામાં રઈશભાઈની આ ગઝલનો અવાજ વૅબમહેફિલ પર સંભળાયેલો. 🙂
  અને ત્યારે મેં પણ મારા પુસ્તક મુજબ દશા જ લખેલું છે.

 13. ખજિત said,

  February 11, 2010 @ 7:33 am

  રઇશસાહેબની સદ્યસ્નાતા જેવી ગઝલ. આહલાદક ખૂબ સરસ. . .

 14. વિવેક said,

  February 11, 2010 @ 7:47 am

  સુંદર ગઝલ…

  ઘરની દશાની આગળ ‘એ’ ખૂટે છે એમ ગઝલ વાંચતા મને લાગ્યું હતું… અત્યારે જ રઈશભાઈ સાથે વાત થઈ એ પ્રમાણે એ પંક્તિ સુધારી છે… રચનાઓને સૂક્ષ્મદર્શક કાચ જેવી ચિવટાઈથી વાંચવા બદલ નિનાદ અને સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

 15. Pinki said,

  February 11, 2010 @ 8:34 am

  I checked it again in book and correction is …

  એ નથી વન્ટોળનો, ઘરની દશાનો શોર છે… !

 16. Rybena said,

  October 26, 2015 @ 2:02 pm

  If my problem was a Death Star, this article is a photon torepdo.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment