મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વિવેક મનહર ટેલર

ગઝલ – હીરજી સિંચ

વાત મારી સાંભળી લેજે સખા !
જો પછી કરતો નહીં કોઈ ડખા !

જા રહેવા દે દવા લેવી નથી
દર્દ લાગે છે મને આ નવલખા !

એકલો વરસાદમાં ચાલ્યો, અને –
ત્યાં મને આ કોણ વીંઝે ચાબખા !

તેં ય પીધી છે સુરાહી પ્રેમની
તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !

– હીરજી સિંચ

ઓછા શેરની અને નાની બહેરની સહજ અને સરળ ગઝલ… વરસાદની ભીની મોસમમાં ‘એકલા’ નીકળવું પડે ત્યારે વરસાદનું ઝીંકાતું પાણી પાણી નહીં, ચાબખાની જેમ વાગે છે એ વેદના કવિએ કેવી સરસ રીતે કરી છે ! શેરનો ઉપાડ ‘એકલો’ શબ્દથી થાય છે એમાં જ ખરી કવિતા સર્જાય છે…

12 Comments »

 1. Jayshree said,

  January 15, 2010 @ 1:22 am

  મને તો આ શેર ગમી ગયો…

  વાત મારી સાંભળી લેજે સખા !
  જો પછી કરતો નહીં કોઈ ડખા !

  આ ‘ડખા’ શબ્દ આજ પહેલા કોઇ ગઝલ – કવિતામાં વાંચ્યો નથી..!

  પણ હવે વારંવાર વાપરવાનું મન થઇ જાય એવો આ શેર કાયમ યાદ રહેશે.. 🙂

 2. P Shah said,

  January 15, 2010 @ 1:35 am

  દર્દ લાગે છે મને આ નવલખા !

  સુંદર ગઝલ !

 3. Mukund Joshi said,

  January 15, 2010 @ 2:55 am

  લોક્બોલીંમા સરળ પણ સોંસરવી સુંદર ગઝલ !

 4. મીના છેડા said,

  January 15, 2010 @ 2:58 am

  એકલો હોવાની વ્યથા ઓછા શબ્દોમાં પણ ખરે જ ચાબખા વાગતાનું અનુભવી શકાય એટલું સહજ બન્યું છે.

 5. kanchankumari parmar said,

  January 15, 2010 @ 6:35 am

  આતે કેવા આપસ ના ડખા કે દુનિયા ને રહે કાયમ ના વખા?

 6. virendra bhatt said,

  January 15, 2010 @ 6:43 am

  આશા છે કે હવે કોઈ ન કરે ધખા!

 7. sudhir patel said,

  January 15, 2010 @ 6:17 pm

  સરસ અને સરળ ગઝલ! ત્રીજો શે’ર વિશેષ ગમ્યો.
  સુધીર પટેલ.

 8. Pancham Shukla said,

  January 16, 2010 @ 3:37 am

  ???

 9. pragnaju said,

  January 16, 2010 @ 12:10 pm

  તેં ય પીધી છે સુરાહી પ્રેમની
  તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !

  સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો…

  સમય પ્રેમના આત્માને બદલી નથી શકતો, પણ તેના સ્વરૂપને જરૂર બદલી શકે છે. પ્રેમનું આ મહોરું આપણી ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. પહેલાં આંખો-આંખોમાં પ્રેમની શરૂઆત થતી હતી. એકરાર કરવામાં વર્ષોલાગતાં હતાં અને અંતમાં લગ્ન થઈ જતાં હતાં. આજે મહાનગરોમાં આધુનિક યુવક-યુવતીઓ ‘આઈ લવ યુ’ કહેતાં સહેજપણ વાર નથી લગાડતાં. લગ્ન કરવા એ પ્રેમ કરવા માટેની કોઈ અનિવાર્ય શરત નથી રહી અને જૉ લગ્ન કરી પણ લે તો જીવનભર નિભાવવા એ અનિવાર્ય શરત નથી રહી. બાકી બધું એવું જ છે કે જયારે બે વ્યકિત પ્રેમમાં પડે છે ત્યારે દુનિયા ગુલાબી થઈ ઉઠે છે

 10. ઊર્મિ said,

  January 16, 2010 @ 12:42 pm

  એકદમ હળવો મત્લા ખાસ બે કારણોસર ગમી ગયો… એક તો ‘સખા’ શબ્દને લીધે 🙂 અને બીજું- આ મત્લા લઈને કોઈ મસ્ત મજાની હઝલ પણ લખી શકાય, એમ લાગ્યું… 🙂 🙂

 11. Kirtikant Purohit said,

  January 18, 2010 @ 9:19 am

  સરસ રચના.

 12. narendra rana said,

  April 8, 2010 @ 7:15 am

  આ ગઝલ અદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment