અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

આંકો નૂતન કેડી ! – સ્નેહરશ્મિ

દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !

ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !

પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !

ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !

– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

‘લયસ્તરો’ના સમસ્ત વાચકગણને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !

ત્રણ અંતરામાં કવિએ જે વાત કરી છે એ નવા વર્ષના દહાડે ગુંઠે બાંધી રાખવા જેવી છે. રસ્તો ગમે તેવો વાંકો-ચૂકો કે કઠિન કેમ ન હોય, સહુ સાથે મળીને એને ખેડીને સરળ બનાવીએ. દિશા-સ્થળ અને કાળના કાંટાળા થોર ઉખેડી ફેંકી વિશ્વમાનવ બનીએ.  ગઈકાલ અને આવતીકાલના ગોફણમાં સૂર્ય-ચંદ્રને ઊડાવી દઈને બ્રહ્મનું નિશાન તાકીએ…

7 Comments »

 1. Faruque Ghanchi said,

  January 1, 2010 @ 10:00 am

  સદૈવ સાંપ્રત કાવ્ય દ્વારા ૨૦૧૦નો શુભારંભ – Happy New Year!

 2. pragnaju said,

  January 1, 2010 @ 10:44 am

  નૂતન વર્ષાભિનંદન
  શરુઆત સુંદર
  ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
  રવિ-શશી ગોળા ફેંકી,
  અગમ અલખનું નિશાન તાકી,
  ચાલો જગ-તમ ફેડી !
  વન વન આંકો નૂતન કેડી !
  ખૂબ ગમી આ પંક્તીઓ

  યાદ આવી…

  તારા અવાજની ભીનાશ હંમેશની જેમ
  આ વખતે પણ રસ્તો ભૂલાવી ગઇ છે
  હું એ રસ્તા પર છું
  જયાંથી પાછી ફરી ગઇ હતી
  એ રસ્તા પર
  જયાં તમારા જંગલની
  ભૂલભૂલૈયામાં
  વનરાજીઓનો રંગ ભળે છે
  તમે કપાયેલી પતંગના દર્દથી
  માહિતગાર નથી
  આકાશના વાદળી રંગના પાણીમાં
  નાવ…માંઝી અને
  કપાયેલી પતંગની દોરી નથી હોતી
  અહીં સાગર ઘણો દૂર છે
  અને તોફાન એક હકીકત
  મને તરતા નથી આવડતું
  એટલે જ
  તારા અવાજની ભીનાશ છે
  તેનો ડર લાગે છે…!

 3. M.Rafique Shaikh,MD said,

  January 1, 2010 @ 10:56 am

  મિત્રો;
  ઇશુનાં નૂતન વર્ષે,કવિશ્રી કહે છે તેમ, ચાલોપ્રેમ અને ભાઈચારાની જુની-નવી કેડીઓ પર નીકળી પડીએ, દરેક પ્રકારની કાંટાળી વાડોને ફગાવીએ અને સુખ-શાંતિની મંઝીલો પામીએ. આમીન

 4. M.Rafique Shaikh,MD said,

  January 1, 2010 @ 10:56 am

  મિત્રો;
  ઇશુનાં નૂતન વર્ષે,કવિશ્રી કહે છે તેમ, ચાલો પ્રેમ અને ભાઈચારાની જુની-નવી કેડીઓ પર નીકળી પડીએ, દરેક પ્રકારની કાંટાળી વાડોને ફગાવીએ અને સુખ-શાંતિની મંઝીલો પામીએ. આમીન

 5. ધવલ said,

  January 1, 2010 @ 12:05 pm

  આમીન !

 6. sudhir patel said,

  January 1, 2010 @ 5:07 pm

  સુંદર સહજ ગીત!
  સૌને નૂતન વર્ષના હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 7. આંકો નૂતન કેડી ! – સ્નેહરશ્મિ | "મધુવન" said,

  August 31, 2011 @ 1:44 am

  […] ફેડી ! વન વન આંકો નૂતન કેડી ! સૌજન્ય: લયસ્તરો Share this:FacebookLike this:LikeBe the first to like this post. This entry was posted in […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment