જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું
વિવેક કાણે ‘સહજ’

પુનઃ – વિપિન પરીખ

રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !

-વિપિન પરીખ

રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.

13 Comments »

  1. chetu said,

    December 26, 2009 @ 5:31 AM

    હ્રદયદ્રાવક …!! પ્રેમની નિષ્ફળતા…પણ એક પક્ષિય અમર પ્રેમ ..!! એક પક્ષિય પ્રેમમા અમુક અઁશે લાગુ પડતી પન્ક્તિઓ ..http://samnvay.net/anokhubandhan/?p=740

  2. Bhargav Maru said,

    December 26, 2009 @ 6:32 AM

    વાહ!!
    સુદંર રચના,
    ખરેખર, નિષ્ફળ પ્રેમની સફળ કવિતા…..

  3. સુનીલ શાહ said,

    December 26, 2009 @ 7:55 AM

    સાચે જ હૃદયદ્રાવક….
    અછા શબ્દોમાં સરસ કવિકર્મ.

  4. BB said,

    December 26, 2009 @ 8:20 AM

    PREM is PREM . U can not judge it by safalta or nisfalta . U can not give result in every thing , especially in Prem. It can not be measured . Prem ni bhash nathi hoti. u only can read it. I respectfully diagree even with famous interpreter Sureshbhai. I have always enjoyed his book ” kavya parichay ” I believe that PREM IS PREM AND IT CAN NOT BE NISFAL …. . DUNIYA PARINAM UPAR BADHU JUDGE KARE CHHE.

  5. pragnaju said,

    December 26, 2009 @ 8:40 AM

    હ્રુદયદ્રાવક રચના
    રીટા ઘણાના હ્રદયમાં હોય છે જ!
    પચાસ વર્ષે પણ કાંઇક કહેવાનું હોય છે

    -ભૂલાતી નથી યાદ પણ આવું કાંઇક ગુંજે છે

    બહોત દેર લગી હે આપકો ભુલાને મે;

    નાવ મઝધાર મે રહે ગઈ આપ કે જાને સે
    બહોત દેર લગી હે કિનારા ખોજને મે;

    ઝીંદગી બેરંગ સી હો ગઈ આપ કે જાને સે
    બહોત દેર લગી હે ઉસે રંગી બનાને મે;

    જીને કી હર આશ ખોગઈ આપકે જાને સે,
    બહોત દેર લગી હે આશ ફિર જગાને મે;

    રહા હર ખ્વાબ અધુરા આપકે જાને સે,
    બહોત દેર લગી હે ખ્વાબો કો સજાને મે;

    ગમો કે કારવા મિલે આપકે જાને સે,
    બહોત દેર લગી હે ખુશી કો પાને મે;

    દિલ રો પડા થા આપકે જાને સે,
    બહોત દેર લગી હે દિલ કો મનાને મે;

    ન કી શિકવા યા ગીલા હમને,
    બહોત દેર લગી હે આપકો ભુલાને મે.

  6. himanshu patel said,

    December 27, 2009 @ 9:38 PM

    આ કવિતા ગાંધીજી વિશે નથી બોલતી?

  7. વિવેક said,

    December 28, 2009 @ 12:41 AM

    રીટાને ભારત ધારીએ અને વૃદ્ધને આજના ગાઅંધીજી ધારીએ તો કદાચ હા… આ કવિતા ગાંધીજી વિશે બોલે છે એમ માની શકાય. કવિતાનો આનંદ ભાવકના મનોજગતને અનુસરે છે. કવિએ રીટા નામ ન લખ્યું હોત તો આ કવિતાની અનેક અર્થચ્છાયા ઉપજી શકી હોત પણ કવિએ સંબોધન વાપરીને અર્થવ્યાપ સીમિત કરી દીધો છે…

  8. deepak parmar said,

    December 29, 2009 @ 9:10 AM

    છૅલ્લી લીટી વાચીં અને મારી આંખો ભરાઈ ગઈ…

    ખુબજ સરસ…

  9. bhuvnesh said,

    December 30, 2009 @ 1:20 AM

    speechless !!!

  10. mahesh dalal said,

    January 2, 2010 @ 3:46 AM

    ભા ઈ વિપિન .. અન્તર નો આનન્દ્નદ્ ને .ઉચાટ્.. અને વાત .. …કહિ નાખિ?

  11. અનામી said,

    January 4, 2010 @ 10:00 AM

    ……………..Vipin Parikh.

  12. Lata Hirani said,

    January 5, 2010 @ 12:09 PM

    પચાસ વર્ષ સુધી જે એવો જ જીવંત રહે એ પ્રેમને નિષ્ફળ પ્રેમ કેમ કહેવાય ? અને પ્રેમ પ્રેમ હોય છે, સફળ કે નિષ્ફળ નહીં….

    લતા હિરાણી

  13. kanchankumari parmar said,

    January 6, 2010 @ 6:12 AM

    તમે કદાચ ઓળખિ નહિ શકો …..પણ મારિ આંખો નિ ભાષા ઉકેલિ શકો તો ઉકેલજો કે એજ ર્ંગ એજ રુપ અને એજ નિખાર સાથે તમારિ સામે ઉભો છુ……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment