આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

પ્રેમમાં કયાં જાણકારી જોઈએ – મૂકેશ જોશી

પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,
બસ હૃદય વરચે કટારી જોઈએ.

શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
બેઉ પણ માટે પૂજારી જોઈએ.

આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દીકરા જેવો મદારી જોઈએ.

એ અગાસીમાં સૂતેલાં હોય તો
ચાંદ પર મારે પથારી જોઈએ.

– મૂકેશ જોશી

આજે મૂકેશ જોશીની એક રમતિયાળ ગઝલ માણો. પહેલો શેર તો  આપણા બધાયનો માનીતો  શેર છે. એ સિવાય આપણા ઘરમાં… શેર પણ મારો ગમતો શેર છે.

7 Comments »

 1. રાકેશ ઠક્કર, વાપી said,

  February 5, 2010 @ 12:06 am

  સરસ ગઝલ
  આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
  એમના ઘરમાંય બારી જોઈએ.

 2. વિવેક said,

  February 5, 2010 @ 1:11 am

  ખૂબ જાણીતી ગઝલ… પણ પાનના બીડાં જેવી… જેટલી ચગળો એટલી વધુ મીઠી લાગે…

 3. preetam lakhlani said,

  February 5, 2010 @ 9:51 am

  વિવેકભાઈ, સાચુ કઉ, પાન ગમે કેટ્લુ મીઠુ હોય કે લાજવાબ્ પણ પાનની મજા ગળી જવા કરતા થુકી નાખવામા મજા છે,

 4. Girish Parikh said,

  February 5, 2010 @ 11:23 am

  શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
  બેઉ પણ માટે પૂજારી જોઈએ.

  Indeed, God resides in every being.

  આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
  એમના ઘરમાંય બારી જોઈએ.

  ફિલ્મ ‘પડોસન’ યાદ આવી! શ્રેષ્ઠ હિંદી કોમેડી ફિલ્મોમાંની એ એક છે.

 5. Rajendra Namjoshi,Surat said,

  February 6, 2010 @ 7:37 am

  મુકેશ જોશીની રમતિયાળ ગઝલ મઝા પડી જાય એવી છે.પ્રેમ માટેની શરતો બધાને માટે લગભગ સરખી જ હોવાની.

  રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )

 6. pragnaju said,

  February 10, 2010 @ 1:09 am

  મઝાની ગઝલ
  આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
  એમના ઘરમાંય બારી જોઈએ.

  સ રસ

 7. Dipesh said,

  August 3, 2012 @ 2:26 am

  મે આ ગઝલ પેલિ વર સાઈ રામ દવે નિ પ્રેમ એત્લે વહેમ્ મ જોય બોવ મઝા નિ ગઝલ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment