કિનારા આંબવા દોડી,
આ મારા શ્વાસની હોડી.
બધી મંઝિલ છે ફોગટ, જો
મળે મઝધારને છોડી.
વિવેક મનહર ટેલર

છે – સુરેશ ઝવેરી ‘બેફીકર’

ઘાત  અને આધાત નડે છે,
રોજ  પડે  ને  જાત નડે છે.

સરખે  ભાગે વહેંચી લઈએ,
આપણને  જે  વાત નડે છે.

લલચાવે  છે  અંત  ભલેને,
ઈચ્છાની  શરૂઆત નડે છે.

વાંધો ક્યાં  છે ખરબચડાંનો,
લીસ્સાં  પ્રત્યાઘાત  નડે છે.

પરપોટાને   જત  લખવાનું,
બોલ! તને કઈ ઘાત નડે છે.

– સુરેશ ઝવેરી ‘બેફીકર’

ગઝલમાં કોઈ વાર તદ્દન સાદા શબ્દો પણ એવી ધાર સાથે આવે છે કે ઘા કરી જાય છે. વાંધો ક્યાં  છે ખરબચડાંનો, લીસ્સાં  પ્રત્યાઘાત  નડે છે – જેવા શેર પછી ગઝલ મનમાં ન રમ્યા કરે તો જ નવાઈ. વાત તો ખરી જ છે, ઘાત અને આઘાત કરતાં પણ વધારે તો આપણને જાત જ નડે છે !

3 Comments »

  1. વિવેક said,

    July 6, 2006 @ 1:25 AM

    આખી ગઝલ જ એટલી સુંદર છે કે કયા શેરને ચડિયાતો ગણવો એ મોટી સમસ્યા જણાય છે. સુરેશભાઈ ઝવેરીને ખૂબ ખૂબ અભિનંદન…

  2. Jayshree said,

    July 6, 2006 @ 6:13 PM

    ઘાત અને આઘાત કરતાં પણ વધારે તો આપણને જાત જ નડે છે !

    I agree. બીજા એ કરેલા ઘાત અને આપેલા આઘાત આપણને કેટલા નડે, એ જાત પર જ નિર્ભર છે.

  3. ઉર્મિ સાગર said,

    July 7, 2006 @ 9:06 PM

    You are right Dhavalbhai…

    એકદમ સાદા શબ્દો છે પણ એવા ધારદાર છે કે હૈયામાં સોંસરવા ઉતરી જાય છે…

    ઊર્મિ સાગર
    http://www.urmi.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment