તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ? – વિવેક મનહર ટેલર

(પાણીની અંદરનું વિશ્વ… ….માલદીવ્સ, ફેબ્રુઆરી-02)

ગયા ભવની વ્યથા શું વેઠવી બાકી હતી કોઈ ?
નકર કારણ વગર બનતું નથી આજે કવિ કોઈ.

તમે હસતા રહી સૌ વાતને હળવી બનાવો છો,
અને સમજે છે સૌ કે કાળજી તમને નથી કોઈ.

જમાનો સૌ ભલા માણસની સાથે આ જ કરવાનો,
તમે પગલું ઉપાડો ત્યાં જ કરશે, ‘આ…ક્..છી’ કોઈ.

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.

હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

ન થઈ જે વાત એના ડંખે સર્જી છે ગઝલ મારી
કે ક્ષ્રર કાગજ પે અક્ષર પામું એવી લાગણી કોઈ.

ડૉ.વિવેક મનહર ટેલર

7 Comments »

 1. Nav-Sudarshak said,

  June 24, 2006 @ 2:49 am

  વાહ, દોસ્ત, વાહ! ગઝલ તો ગમી જ. સાથે ફોટોગ્રાફ પણ… અંડર-વોટર ફોટોગ્રાફી ચેલેંજીંગ હોય છે. લાઈટ અને એક્ષ્પોઝર, રંગ અને ડેવલપિંગ … બધાનો વિચાર કરો ત્યારે આવો સુંદર ફોટો મળે!! … હરીશ દવે

 2. Anonymous said,

  June 24, 2006 @ 12:54 pm

  Mitr Vivek,
  tari aa rachna kyarey nahi bhulaay..
  tc
  Meena

 3. Suresh said,

  June 25, 2006 @ 3:05 am

  હવાના ઘર થયાં છે કેદ સૌ પાણીના પરપોટે,
  સપાટી પર લઈને જાય ઘનતાની કમી કોઈ.

  આ કડીઓ બહુ જ ગમી.આપણામાં કંઇક ઘનની અછત છે તે ભાવ વાંચી જવાહર બક્ષી યાદ આવી ગયા – “હું ઢોલ છું પીટો મને …..”

  તબીબની કવિતામાં પહેલીજ વાર તબીબ વાંચવાની મઝા આવી !

  છેલ્લી બે પંક્તિઓનું રસદર્શન ગુજરાતી પોએટ્રી કોર્નર માં કરાવશો તો આનંદ થશે.

 4. ram said,

  November 23, 2006 @ 10:34 pm

  i like yr all poets .. khub j sari kavita o and gazals hoi chhe.. adbhutt ,,kaviata o hu gungunaya karu chuu.
  ee awjo raram

  ram

 5. jina said,

  March 3, 2007 @ 8:15 am

  આ એક તબીબની કલમ છે?????

 6. sudhir Jani said,

  October 23, 2009 @ 9:54 am

  Nothing to edit only perfect emotions expressed about Doctor that doctor is also man

 7. મદહોશ said,

  April 3, 2012 @ 10:15 am

  જોરદાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment