ભૂંસી ભૂંસીને તું લખીને મોકલાવ નહીં,
ભીતરમાં ભાવ છે જે એને તું છુપાવ નહીં.
વિવેક મનહર ટેલર

આપણો સંબંધ ખૂટ્યો, શું કરું? – વિવેક મનહર ટેલર


આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?

જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?

તારી ઈચ્છાનો આ પુલ છે સાંકડો,
મેં મને કોરાણે મૂક્યો, શું કરું?

પ્રેમની પળ, તેં કહ્યું, સહિયારી છે,
થઈ તને આધીન જીવ્યો, શું કરું?

હો સભા તારી અને માણસ દુઃખી?
ચહેરા પર ચહેરો લગાવ્યો, શું કરું?

વસ્લની વચ્ચે સ્ફુરેલો શબ્દ છું,
છે અધૂરાં એથી કાવ્યો……(શું કરું?)

– વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારા પર માણી શકો છો.

7 Comments »

  1. Suresh said,

    June 15, 2006 @ 12:19 AM

    આઈ-પીસમાંથી તેં જોયો, શું કરું?
    દ્વાર પર…પણ દૂર લાગ્યો, શું કરું?

    આવી નવિન ઉપમા આપી શકવા માટે એક વિશિષ્ટ દૃષ્ટિ જોઇએ ! બારણાના આઇપીસ માંથી ઘણાએ જોયું હશે, પણ આ દૃષ્ટિ માટે વિવેક જોઇએ !

  2. Nav-Sudarshak said,

    June 15, 2006 @ 3:07 AM

    જે હિજ્રને જાણે, તે વસ્લને જાણે.
    વસ્લમાં શબ્દોની શી જરૂર? દર્શન થયાં તો શબ્દ ખોવાઈ ગયાં!
    છતાં ય તે વિરલ ક્ષણે કોઈ અસ્ફૂટ શબ્દ સ્ફૂરે ત્યારે જ, મારા દોસ્ત! તમારા હ્રદયમાંથી નીકળે: વસ્લની વચ્ચે સ્ફૂરેલો શબ્દ છુ! સલામ આ શબ્દોને, વિવેક! મેં ચાર વખત આ રચના વાંચી. તમારી બંનેની મિત્રતા ગુજરાતી ભાષાને ખૂબ ઉપયોગી થશે.
    …. હરીશ દવે

  3. manvant said,

    June 15, 2006 @ 1:25 PM

    Me mane koraane mookyo,shu karu ?
    saras aatmakhoja chhe !Sorry,aaje guj. font vaaparee nathee shakyo !oso

  4. Manoj Shah. Los Angeles, USA said,

    April 16, 2007 @ 1:05 AM

    સરસ, સુંદર, ખુબ સ્પશ્યુ,
    Are you Heart Specialist?

  5. વિવેક said,

    April 16, 2007 @ 1:30 AM

    હા… અને ના… હું ફિઝિશ્યન છું… MD, Medicine… પણ મારો મુખ્ય રસ અને પ્રેક્ટિસ પ્રિવેંટીવ કાર્ડિયોલોજી અને ડાયાબિટોલોજી છે…

  6. Manoj Shah. Los Angeles, USA said,

    April 16, 2007 @ 1:54 AM

    સવાલ હ્રદયનો છે
    વાત દીલની છે,
    તમે તબીબ છો
    તમે હ્રદયની ધદકન જાણો છો
    તમે દરદને ઓળખો છો,
    તમારી તેની સાથે જુગલ-બન્ધી છે.
    શબ્દોને તડપની પહેચાન છે…..

  7. yogesh shukla said,

    August 24, 2013 @ 9:49 AM

    સરસ રચના …
    સંબંધો ને હ્રદયમા ઉછેર્યા છે જન્મથી
    આજે કોઈ વેણ મારે તો હુ શુ કરું …..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment