લે, હવે ચોમાસું બારેમાસ છે,
કો'ક એવું આપણામાં ખાસ છે.
શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
અંકિત ત્રિવેદી

ગીત – સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

-સંદીપ ભાટિયા  

1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.

25 Comments »

  1. Neha said,

    June 11, 2006 @ 8:50 AM

    પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.
    Excellent Line…

  2. radhika said,

    June 12, 2006 @ 1:08 AM

    sundar gazL CHHE…..

    Shu vat chhe hamnathi laystaro ma mrutu no vishay vadhare j charchai rahyo chhe !!!!!

  3. priyal said,

    June 15, 2006 @ 9:29 AM

    A great song indeed! To better understand life one must understand death. This song is beautifully composed & sung by Asit Desai.

  4. પ્રત્યાયન said,

    June 15, 2006 @ 10:06 AM

    Will it be possible to hear this song? Can you put a private link for few days?

  5. Mehul Shah said,

    March 17, 2007 @ 8:45 PM

    Listen:
    http://www.box.net/shared/20hyrrjdcy

    (http://prarthnamandir.wordpress.com/)

  6. nilamdoshi said,

    May 7, 2008 @ 6:14 PM

    વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
    કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.

    ખુબ સુન્દર….

  7. nikki said,

    February 21, 2009 @ 3:05 AM

    nikipedia.wordpress.co ઉપર વાંચો – તમારા મિત્ર મફત ઓઝા આજે મ્રુત્યુ પામ્યા છે….

  8. Ritesh Vyas said,

    March 5, 2009 @ 12:58 PM

    મે આ કવિતા આજ થી લગભગ ૧૦ વર્શ પેહલા ચિત્રલેખા મા વાચી હતી. અને ત્યાર થી જ એ મારા દિલ ને સ્પર્શિ ગયી છે.
    ગુજરાતી ભાશા ને આટલી સરસ ભેટ આપવા માટે ધન્યવાદ .

  9. narendra shingala said,

    April 8, 2009 @ 2:58 AM

    સન્દિપ ભાઇ

    ખુબજ સુન્દર રચના આપવા બદલ અભિનન્દન
    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

  10. jitesh said,

    April 19, 2009 @ 1:52 AM

    વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
    કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
    તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
    આટલી સુનદર કવિતા તમે રચો કંઈ જેવી તેવી વાત નથી.

  11. Amber said,

    June 4, 2009 @ 4:35 PM

    Hello Mr. Sandeep

    I am sure there is a Ghazal written by “Shunya Palanpuri” posted on your site, the last 2 lines of that Ghazal is:

    “Chhu Shunya e na bhul tu he Astitva na Prabhu!,
    Tu to chhe ke kem, hu to zarur chhu.”

    I have once read this Ghazal on your site but today I can’t find it, so I request you to please find and give me the link to it.

    Thanks.

  12. Karan said,

    June 4, 2009 @ 4:42 PM

    Hello Mr. Sandeep,

    I am sure there is a Ghazal written by “Shunya Palanpuri” posted on your site, the last 2 lines of that Ghazal is:

    “Chhu Shunya e na bhul tu he Astitva na Prabhu!,
    Tu to chhe ke kem, hu to zarur chhu.”

    I have once read this Ghazal on your site but today I can’t find it, so I request you to please find and give me the link to it.

    Thanks.

  13. ચંપક said,

    September 2, 2009 @ 3:54 AM

    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
    Wow
    ……….

  14. kanubhai Suchak said,

    December 4, 2009 @ 11:49 PM

    આ ગીત સંદીપે કવિ શ્રી જગદીશ જોશીના મ્રુત્યુ બાદ લખ્યુ હતુ. કાવ્યનુ મૂલ્ય એ જ કહેવાય કે જે સમય અને સંજોગના સંદર્ભથી પર થઈ અર્થ અને તેની વ્યંજનાથી શાશ્વત બની રહે. આ પંક્તિઓ જુઓઃ
    સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
    સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
    પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

    સમયસારર્ણી પણ અટકી જાય તેવી વેદનાને અભિવ્યક્તિ આપવા કવિએ પ્રતીકોનો કેટલો ઉત્તમ વિનિયોગ કર્યો છે.

  15. jatin maru said,

    December 8, 2009 @ 12:08 AM

    khub j saras, utkrusht..! vadhu sabdo sodhva muskel 6, aa rachna ne appreciate karva mate..maja aavi gai

  16. અભિવ્યક્તિ said,

    February 18, 2010 @ 7:07 AM

    સંવેદનાસભર ગીત છે.

  17. SUKETU KORADIA said,

    April 5, 2010 @ 3:20 PM

    VIVEKBHAI AND DHAVALBHAI,

    LAY ANE SHABDO NA URDHVAROHAN NI SARAS SAFAR
    MASTI MA THAI JAIYE GUJARATI GAURAV THI SABHAR

  18. dwaipal said,

    May 14, 2010 @ 8:10 AM

    power of death, power of god, power of life. we are power less.againest. thou. !!!!!!!!!!!!!!!!!!!

  19. champak ghaskata said,

    May 20, 2010 @ 2:56 AM

    haji pan gujrati youngster gujarati poem vache 6 te jevi tevi vaat nathi bhai….. moj 6……. moj……

  20. JITENDRA DANKHARA said,

    January 31, 2011 @ 1:48 PM

    તમારુ કામ ગમયુ આનદ થાયો.

  21. hiren bhatt said,

    September 16, 2011 @ 2:58 PM

    hello sandip bhai

    reading this ghazal

    it remind me my late father

    i really appricieat it

    good

  22. Sharad Pandya said,

    September 19, 2011 @ 11:19 AM

    કવિનો કાવ્ય સ્ંગ્રહ : કાચનદીને પેલે કાંઠે

    પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્શ, મુંબઇ અને અમદાવાદ

    email : info@imagepublications.com

    Mumbai – 022 – 22002691, 22001358

    Ahmedabad – 079 – 26560504, 26442836

  23. Gaurang Desai said,

    May 26, 2012 @ 12:56 AM

    “કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

    “કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

    અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
    અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું,
    ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

    અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
    લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું,
    ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

    કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,

    એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું,
    આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું,
    ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

    ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,
    ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ, કચોરી પેટ ભરીને ખાવું છે,
    બાઈક પર ત્રણ સવારી રખડવું છે,
    ભગવાન, મારે ફરી મમ્મી નો લાડલો બની જવું છે,
    પોતાના લોકોથી છુટો પડી ગયો છું,
    ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,

    કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું…”

  24. Gaurang Desai said,

    May 26, 2012 @ 12:57 AM

    સાયબર દુ:ખદ પ્રેમ
    કોમ્પ્યુટર પર એને મને એકાંતમાં મળવાનું થયું,
    બાગ-બગીચા વગર અમારે મળવાનું થયું.
    ઠંડી કે ગરમી કે વરસાદની કોઈ ચિંતા નથી,
    ઘરમાં બેસીને જ ગમે ત્યારે મળવાનું થયું.
    એને મળવા માટે “જુઠું” બોલવું પડતું નથી.
    “ઈ-મેઈલ” કે “ચેટિંગ” થી દિવસે અને રાતે મળવાનું થયું.
    છબી એની મૂકી છે હવે વોલપપેર અને સ્ક્રીનસેવર પર
    “વેબ કેમ” ના આઈકન પર ડબલ ક્લિક કરી રોજ મળવાનું થયું.
    જયારે “સર્વર” કે “ઈન્ટરનેટની સ્પીડ” ધીમી થાય
    ત્યારે કિબોર્ડ કે માઉસ પર થોડાક આંસુ પાડવાનું મન થયું.
    એની સાથે કરીને ચેટિંગ, ને સ્ટોર કરી વાતો અને ફોટા ,
    આવ્યું બિલ ઈન્ટરનેટ નું તગડું , વાઈરસ આવ્યો કોમ્પ્યુટરમાં અને હાર્ડડિસ્ક બદલવાની,
    કટ, કોપી ને પેસ્ટ માં સમય ચાલ્યો ઘણો ,
    એને મારાં કેટલાંક મિત્રો ઓરકુટ, ફેસબુક અને યાહુ મેસેન્જર દ્વારા મળવાનું થયું,
    પછી એની “ઈ-મેઈલ” કે “ચેટિંગ” માં આવતી નહિ,
    દુઃખી દિલે કોમ્પ્યુટર માંથી એનું બધું “ડીલીટ” કરવાનું થયું.
    શ્રી ગૌરાંગ કે. દેસાઈ

  25. વિજય ચલાદરી said,

    July 1, 2013 @ 4:48 AM

    વાહ…..!

    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.

    વિજય ચલાદરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment