મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને
ભરત વિંઝુડા

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

હોઈએ ના એય દેખાવું પડે છે,
ખૂબ વારેઘડીએ સંતાવું પડે છે.

માત્ર એક જ પ્રેમ નહિ કારણ ઘણાં છે,
શું કહું કે કેમ શરમાવું પડે છે ?

કોણ સમજે એ દશા મજબૂર મનની,
હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે.

કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.

ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

16 Comments »

 1. ડૉ.મહેશ રાવલ said,

  December 3, 2009 @ 1:10 am

  વાહ!
  કોણ સમજે એ દશા મજબૂર મનની,
  હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે.
  -સરસ વાત કરી રાજેશભાઈ……..
  -ગમ્યું.

 2. હેમંત પુણેકર said,

  December 3, 2009 @ 2:05 am

  આખી ગઝલ જ સરસ છે! પણ આ શેર ખૂબ ગમી ગયાઃ

  કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
  ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.

  ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
  ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.

 3. PIYUSH M. SARADVA said,

  December 3, 2009 @ 3:49 am

  સરસ .

 4. ખજિત said,

  December 3, 2009 @ 4:05 am

  ખૂબ સુંદર ગઝલ. દરેકે દરેક શે’ર મજાનાં

 5. BB said,

  December 3, 2009 @ 6:16 am

  Beautiful Ghazal

 6. urvashi parekh said,

  December 3, 2009 @ 8:14 am

  દેખાય છે એટલુ બધુ સહેલુ હોતુ નથી,
  ઇછ્છા ન હોવા છતા, વહેંચાવુ ટીપાવુ પાછા ફરવુ,ઠરી જવુ,
  એ બધુ જ કરવુ પડે છે.
  સરસ રિતે કહેવાણુ છે.
  સરસ…

 7. સુનીલ શાહ said,

  December 3, 2009 @ 9:44 am

  કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
  ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.

  સુંદર ગઝલ…‘મિસ્કીન’ના સરળ છતાં નિરાળો અંદાજ..!

 8. ધવલ said,

  December 3, 2009 @ 12:16 pm

  ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
  ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.

  – સરસ !

 9. sneha-akshitarak said,

  December 3, 2009 @ 1:08 pm

  આખી ગઝલ જ સરસ છે..ખૂબ જ ગમી.

 10. ઊર્મિ said,

  December 3, 2009 @ 7:33 pm

  ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
  ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.

  short temperવાળાઓને ખાસ અર્પણ કરવા જેવો મજાનો શે’ર… 🙂

  આખી ગઝલ મજાની થઈ છે… બધા જ અશઆર ગમી ગયા.

 11. pragnaju said,

  December 4, 2009 @ 1:02 am

  કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
  ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.

  વાહ
  યાદ આવી
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
  વાગે રે અણદીઠા એના હાથની
  અવળી સવળી થપાટ…
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
  કર્મે લખીયા કાં કેર ?
  નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
  જાંળુ સળગે ચોમેર..
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  વેળા એવી વીતી રે વેદનતણી
  ઉકલ્યા અગનના અસનાન
  મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
  પાકા પંડ રે પરમાણ
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
  હરિએ હળવેથી લીધા અમને હાથમાં
  રીઝ્યા નીરખીને ઘાટ
  જીવને ટાઢક વળી તળિયા લગી
  કીધા તે અમથા ઉચાટ
  કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

 12. Pancham Shukla said,

  December 4, 2009 @ 5:13 am

  બહુ સરસ.‘મિસ્કીન’ની આખે આખી ગઝલ ઉત્તમ ન હોય તો જ નવાઈ લાગે!

 13. Pinki said,

  December 4, 2009 @ 7:07 am

  મત્લા જ ખૂબ ગમી ગયો !

  દેખાડો કરવામાં, જાતથી કેટલું સંતાવુ પડે ?

 14. sudhir patel said,

  December 4, 2009 @ 8:33 pm

  હાલના આધુનિક ગઝલ શિરોમણીની દમદાર ગઝલ! માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 15. Lata Hirani said,

  December 5, 2009 @ 6:49 pm

  મિસ્કીન ગઝલમાં જ જીવે છે…

 16. PIYUSH M. SARADVA said,

  December 3, 2011 @ 6:32 am

  હોઈએ ના એય દેખાવું પડે છે,
  ખૂબ વારેઘડીએ સંતાવું પડે છે.

  કોણ સમજે એ દશા મજબૂર મનની,
  હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે.

  ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
  ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.

  ખરેખર ખૂબજ સરસ ગઝલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment