મિલન-પળ અધૂરી કદી આવજો ના,
કશી બેસબૂરી કદી આવજો ના.
અમર્યાદ દૂરી કે બેહદ નિકટતા,
કશું બિનજરૂરી કદી આવજો ના.
પંચમ શુક્લ

ગઝલ – અનિલ ચાવડા

ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

– અનિલ ચાવડા

અરુઢ છંદ સાથે ઘરોબો કેળવી બેઠેલા મારા મનપસંદ કવિની એક વધુ ગઝલ… નદીમાં ડૂબી ગયેલા વહાણ અને વચ્ચેથી તૂટી ગયેલા દોરડાવાળી વાત ગમી જાય એવી છે.

16 Comments »

  1. manhar m.mody ('mann' palanpuri) said,

    November 26, 2009 @ 3:28 AM

    ખરેખર ગમી જાય તેવી ગઝલ છે, વિવેકભાઈ. ‘દોરડું’ ને બદલે ‘ગોરડું’ છપાઈ ગયું છે.

  2. કુણાલ said,

    November 26, 2009 @ 3:44 AM

    ખુબ્બ જ સુંદર ગઝલ … ખુબ ગમી …

  3. sapana said,

    November 26, 2009 @ 7:37 AM

    હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
    પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
    મરીઝ
    અનિલભાઈની ગઝલ પણ સરસ છે

    કાચ છે વેરવિખેર મનમા કૈક તૂટી ગયુ છે
    હશે કોઇક અવાસ્ત્વિક સપનુ તૂટી ગયુ છે..વેલકમ બેકટુ ભારત્..
    સપના

  4. sunil shah said,

    November 26, 2009 @ 8:28 AM

    મઝાની ગઝલ..
    બધાય શેર સરસ થયા છે.

  5. PRADIP SHETH. BHAVNAGAR said,

    November 26, 2009 @ 9:54 AM

    ડાળ પર પડઘાય…….

    કંઇક આવાજ ભાવની મારી ગઝલનો એક શેર…

    એક પંખી નીડમાં આવ્યુ નહી
    રોજ સાંજે ડાળથી ટહૂકા ખરે.

  6. ડૉ.મહેશ રાવલ said,

    November 26, 2009 @ 10:16 AM

    સુંદર ભાવાભિવ્યક્તિનું નિરૂપણ આરંભથી લઈ અંતિમ શૅર શુધી જાળવી શકાયું છે-એટલે
    આખેઆખી ગઝલઆસ્વાદ્ય બની છે..
    કવિને ખાસ અભિનંદન.

  7. pink said,

    November 26, 2009 @ 10:52 AM

    શુ મજાક કરો!………………..!

  8. pankaj trivedi said,

    November 26, 2009 @ 12:08 PM

    પ્રિય કવિ અનિલજી,
    તમારી ગઝલ બહુ સરસ લાગી. અભિનન્દન. ડૉ. વિવેક ઉત્તમ રચનાઓ આપણા ઘર સુધી સહજતાથી પહોચાડે એટલે કવિનો જ સાક્શાત્કાર અનુભવાય.

  9. Shefali said,

    November 26, 2009 @ 11:18 PM

    i LOVE this one! so many images, so many sensations! wonderful.

  10. Kirtikant Purohit said,

    November 29, 2009 @ 8:17 AM

    ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
    એટલે એ પાન ઝૂકી ગયું છે.

    એક સરસ નાજુક કલ્પન.

  11. વજેસિંહ પારગી said,

    November 30, 2009 @ 7:12 AM

    અજવાળું મૂકી ગયેલા દીવાની તલાશ
    પહેલા બે શેર સરસ.
    ઘરમાં કોઈક કંઈક મૂકી ગયું છે ને પાછું દીવાલ કૂદી જતું રહ્યું છે. મતલબ દીવો જતો રહ્યો ને અજવાળું રહી ગયું. પેલા પ્રખ્યાત ગીતમાં જાન વળાવીને પાછી વળતી મા અજવાળાને ઝંખતી હોય એમ અહીં શાયર અજવાળું મૂકીને જતા રહેલા દીવાને જાણે ઝંખતો ન હોય.

  12. Pinki said,

    December 1, 2009 @ 6:39 AM

    અનિલ, સરસ ગઝલ !

    કેમ તારામાંથી હું બ્હાર આવું,
    દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

    ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
    કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

    મેં ચણાવી એક દીવાલ ભીતર,
    કોક આ દીવાલ કૂદી ગયું છે.

  13. Pancham Shukla said,

    December 1, 2009 @ 6:54 PM

    સરસ.

  14. Vihang vyas said,

    December 2, 2009 @ 5:23 AM

    કેમ તારામાંથી હું બ્હાર આવું
    વાહ, ક્યારેક મિસરોજ મુશાયરો લૂંટી લે છે.

  15. PIYUSH M. SARADVA said,

    December 3, 2009 @ 3:52 AM

    સરસ.

  16. suresh said,

    February 20, 2010 @ 7:26 AM

    દોરડુ તૂટવાનિ વાત જોરદાર્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment