‘અઠે દ્વારિકા!’ કહીને બેસી જવાયું,
હતો કંઈક એવો ઉતારાનો જાદુ.
પારુલ ખખ્ખર

ગઝલ – ભગવતીકુમાર શર્મા

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા

નખશિખ સુરતી મુરબ્બી શ્રી ભગવતીકાકા અમારા શહેરનું ગૌરવ છે અને આજે એમની સલામીમાં બબ્બે પ્રસંગો છે: એક તો આજે એમનો જન્મદિવસ (31-05-2006) છે અને બીજું, ગુજરાતમિત્રમાં વર્ષોથી ‘નિર્લેપ’ના નામે છેલ્લા પાને લખાતી હાસ્યકોલમના ચૂંટેલા લેખોના ચાર પુસ્તકોનો વિમોચન સમારોહ આ લખાઈ રહ્યું છે ત્યારે યોજાઈ રહ્યો છે! આજન્મ પત્રકાર, ઉત્તમ કવિ, નિબંધકાર, સુંદર વાર્તાકાર અને નવલકથાકાર પણ. લયસ્તરો તરફથી એમને જન્મદિનની શુભેચ્છાઓ અને દીર્ઘાયુષ્યની કામનાઓ…

4 Comments »

 1. Anonymous said,

  May 31, 2006 @ 11:28 am

  Aabhaar Vivek,
  mumbai na CCD [coffee cafe day] no maro adoo yaad apavyo te…
  coffee pita pita tyaa amari mitro ni bethak bharaay ne kavita vanchaay. bhagvati kumar ni aa rachna mai tyaa ghani waar waanchi chhae..
  mari pan shubhecha aemne pahonche..
  tari mitr Meena

 2. ધવલ said,

  June 1, 2006 @ 12:25 am

  બધા જ શેર ખૂબ સરસ છે પણ મધુમાલતી..વાળો શેર એમાંથી સૌથી વધારે મીઠો લાગે છે. મધુમાલતી જેવો શબ્દ ગઝલમાં આવે એનો નશો જ કંઈ અલગ છે !

 3. jayshree said,

  April 25, 2007 @ 4:11 am

  ફક્ત 4 શેર, પણ કયો વધારે ગમ્યો એ નક્કી કરવાનું મુશ્કેલ છે. આખી ગઝલ જ ગમી ગઇ..

 4. Harry said,

  May 28, 2007 @ 8:12 am

  nice gazal !!

  ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
  તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment