આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

(ક્યાં સહેલું છે?) -રાજેશ મહેતા ‘રાજ’

યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?

ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?

વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?

તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?

કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?

આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?

તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?

-રાજેશ મહેતા ‘રાજ’

કેવી મજાની અને સાચુકલી વાત!… સાવ સહજ ભાસતું આવું બધું ખરેખર ક્યાં સહેલું હોય છે!

લયસ્તરો પરથી સૌ વાચકમિત્રોને અમારા નૂતન વર્ષાભિનંદન…!

17 Comments »

 1. dr.j.k.nanavatiq said,

  October 19, 2009 @ 10:45 pm

  નવલા વરસે અઘરી વાત બહુજ સરળ રીતે
  કહી નાખી……..સાથે સાથે અઘઆપણાની વાત
  કહી દઉં તો મને ઘણું સરળ પડશે…!!!!

  ડો. નણાવટી

 2. dr.j.k.nanavatiq said,

  October 19, 2009 @ 10:47 pm

  નવલા વરસે અઘરી વાત બહુજ સરળ રીતે
  કહી નાખી……..સાથે સાથે અઘરાપણાની વાત
  કહી દઉં તો મને ઘણું સરળ પડશે…!!!!

  ઝાકળના બે ઘુંટડા ભર, બહુ અઘરું છે
  છબછબીયાં મૃગજળમાં કર, બહુ અઘરું છે

  વિતી ઘટના યાદ કર્યાના તાંદુલને
  ચાવી જોજે મુઠ્ઠીભર, બહુ અઘરું છે

  રાચ રચીલું, આભુષણ તો ઠીક ભલા
  હૈયે થાવું ખમતીધર બહુ અઘરું છે

  ખભ્ભે કોઈના ચડતી કરવી સહેલ હશે
  ડગલુ ભરવું ધોરણસર, બહુ અઘરું છે

  શ્વાસ ખુટ્યાની સરહદથી આગળ જઈને
  લંબાવી જો સહેજ સફર, બહુ અઘરું છે

  ડો. નણાવટી

 3. pragna said,

  October 20, 2009 @ 12:32 am

  સુંદર…

  પ્રજ્ઞા.

 4. sapana said,

  October 20, 2009 @ 12:36 am

  ઊર્મિ,
  સરસ ગઝલ લઈ આવ્યાં..

  તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
  અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?
  અને વળી..
  યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
  એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે? કેટલું અઘરું છે.
  સપના

 5. pragnaju said,

  October 20, 2009 @ 12:39 am

  રાચ રચીલું, આભુષણ તો ઠીક ભલા
  હૈયે થાવું ખમતીધર બહુ અઘરું છે
  વાહ્
  ભીના-કોરા સગપણ વચ્ચે
  સંબંધો, દ ષ્ક ર મુબારક

 6. misha said,

  October 20, 2009 @ 3:36 am

  kharekhar khub j sundar rejuaat chhe..

 7. manharmody ('મન' પાલનપુરી) said,

  October 20, 2009 @ 5:47 am

  યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
  એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?

  બહુ જ મઝાની ગઝલ. નવા વર્ષની સુંદર ભેટ.

 8. Pinki said,

  October 20, 2009 @ 8:03 am

  સરસ ગઝલ.. !

  સૌ મિત્રોને નૂતન વર્ષાભિનંદન…!!

 9. PRADIP SHETH BHAVNAGAR said,

  October 20, 2009 @ 10:03 am

  આવાજ ભાવની એક રચના….
  જાત સાથે વાત કરવાનું કંઇ સહેલુ નથી
  દર્પણોને સાફ કરવાનું કંઇ સહેલુ નથી
  આંખના પીળાપડળ પાછળ સુના જંગલ મહીં
  નીડ બાંધી વાસ કરવાનું કંઇ સહેલુ નથી
  જિંદગી આખી તુટેલા જામ જેવી હોય જ્યાં
  કંઠમાં લઇ પ્યાસ જીવવાનું કંઇ સહેલુ નથી
  સાત દરિયા હોય ને હોડી હલેસા હોય ના
  એક આંસુ પાર કરવાનું કંઇ સહેલુ નથી
  ઝેરને પીવું પડે કાં હાથને બળવુ પડે
  ક્રુષ્ણ સાથે પ્રિત કરવનુ કંઇ સહેલુ નથી

 10. PRADIP SHETH BHAVNAGAR said,

  October 20, 2009 @ 10:04 am

  આવાજ ભાવની એક રચના….
  જાત સાથે વાત કરવાનું કંઇ સહેલુ નથી
  દર્પણોને સાફ કરવાનું કંઇ સહેલુ નથી
  આંખના પીળાપડળ પાછળ સુના જંગલ મહીં
  નીડ બાંધી વાસ કરવાનું કંઇ સહેલુ નથી
  જિંદગી આખી તુટેલા જામ જેવી હોય જ્યાં
  કંઠમાં લઇ પ્યાસ જીવવાનું કંઇ સહેલુ નથી
  સાત દરિયા હોય ને હોડી હલેસા હોય ના
  એક આંસુ પાર કરવાનું કંઇ સહેલુ નથી
  ઝેરને પીવું પડે કાં હાથને બળવુ પડે
  ક્રુષ્ણ સાથે પ્રિત કરવાનુ કંઇ સહેલુ નથી

 11. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

  October 20, 2009 @ 11:48 am

  ===================
  દુનિયામાં સહુની વચ્ચે રહેવું?
  રહીએ છીએ.પણ રહેવું ક્યાં સહેલું છે
  ===================

 12. urvashi parekh said,

  October 20, 2009 @ 6:52 pm

  ખરેખર ખુબજ સરસ રચના.
  આ બધા માં થી કઈ પંક્તી સરસ છે તે જ કહેવુ મુશ્કેલ છે.
  ઘણી બધી અઘરી વાતો સરળ રીતે કહેવાણી છે.
  અને પ્રતીભાવો પણ બધાના જ બહુ સરસ છે.
  લયસ્તરો નો ખુબ ખુબ આભાર..

 13. પ્રકાશ કામદાર said,

  October 21, 2009 @ 4:04 am

  જીવનમાં કયાં કશું સહેલુ છે?
  વાહ .. જીવનના કડવા સત્યની અદભુત રચના …!

 14. kanchankumari parmar said,

  October 21, 2009 @ 4:25 am

  ખળ ખળ કરતા નિર તારા વહિ ગયા ને તરસ આખિ જિંદગિ નિ દેતા ગયા>……..

 15. ABHIIJEET PANDYA said,

  August 17, 2010 @ 2:45 am

  રચના સુંદર છે. પરંતુ મળવુ, ઑગળવું , બળવું કાફિયાઓ સાથે કરવું અને વધવું કાફિયાઑ
  વાપરી ન શકાય. કારણકે ગઝલના પ્રથમ શેરમાં મળવું અને ઓગળવું કાફિયાઓમાં ” ળવું ” ની
  પેટર્ન જળવાતી જોવા મળે તો પછી ત્યાર પછીના બધાં જ શેરોમાં ” ળવું ” ની પેટર્ન જાળવવી જ
  પડે.

 16. વિવેક said,

  August 17, 2010 @ 6:47 am

  સાચી વાત, અભિજીતભાઈ…

 17. ¤જયેશ ભૂત 'જય' (જામનગર)¤ said,

  September 27, 2010 @ 11:05 pm

  રાજુ, છીએ દૂર તોયે કયાં ભૂલીએ છીએ? બાકી તો નજીકનાં પાસે પણ કયાં ખૂલીએ છીએ? ¤જયેશ ભૂત-જામનગર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment