પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઈચ્છાને બચવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગોપીસંદેશ – અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’

-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી

ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!

3 Comments »

  1. Pinki said,

    October 23, 2009 @ 12:59 AM

    કાલિંદીનાં જળ
    કાળી વિષજ્વાળે
    ફરી સળગી ઊઠ્યાં…’ વાહ… !

    કાલીનાગને તો નાથી લીધો, કાન… હવે વિરહના સર્પને શીદ નાથશો ?!
    સરસ રસાસ્વાદ… !!

  2. pragnaju said,

    October 23, 2009 @ 4:10 AM

    કાલિંદીનાં જળ
    કાળી વિષજ્વાળે
    ફરી સળગી ઊઠ્યાં…’

    ક્સક ઊઠી
    હવે વિરહના સર્પને શીદ નાથશો?!
    વિરહની વાત આવે અને ગું જે…
    વિરહની રાતની હસ્તી છે મારા મૌન સુધી,
    સૂરજની વાત કરીશ તો સવાર થઇ જશે.
    આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નિભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?
    તારા વિરહનું દુ:ખ છે એવું,
    રડતું હૈયું કોરી પાંપણ !
    શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
    ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.
    તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
    જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!
    જાગું છું વિરહની રાતોમાં, એ વાત તમે તો જાણો છો,
    બોલો ઓ ગગનના તારાઓ, કે હાલ અવરના કેવા છે?
    અને આ અસરકારકા શેરેહિજ્રથી વિશાલેયાર્ થયું
    ग़ुजरात के फिराक से है खार खार दिल
    बेताब है सीना मने आतिश बहार दिल.
    मरहम नहीं ईसके जखमका जहान में
    समशीए हीज्र से हुआ है फिगार दिल.

  3. Kirtikant Purohit said,

    October 23, 2009 @ 6:00 AM

    લઘુકાવ્ય અને એનો વિચારવિસ્તાર બન્ને અદભૂત રહ્યાં.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment