પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
– યામિની વ્યાસ

ગઝલ – હિમાંશુ ભટ્ટ

સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?

હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

– હિમાંશુ ભટ્ટ

અમેરિકાના હિમાંશુ ભટ્ટની એક ગઝલ… ભૂલોને નજર અંદાજ કરવાવાળૉ શેર મને તો ખૂબ ગમી ગયો. સાચી વાત છે, આપણે સામાની ભૂલને એટલી મેગ્નિફાય કરીએ છીએ કે એની પછીતે રહેલો સારો માણસ કદી નજરે ચડતો જ નથી… સંબંધોની, ખાસ કરીને દામ્પત્યની શિથિલતાનું મુખ્ય કારણ આ જ છે ને? અને છેલ્લો શેર તો ખાસ વિચાર માંગી લે એવો થયો છે…

કવિ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

22 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    October 9, 2009 @ 12:57 AM

    ખરેખર, સાચા અર્થમાં સરસ કહી બિરદાવી શકાય એવી અર્થપૂર્ણ ગઝલ.
    હિમાંશુભાઈને અનેક અભિનંદન અને શુભેચ્છાઓ.

  2. Hemanshu said,

    October 9, 2009 @ 1:08 AM

    હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
    ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

    Excellent one

  3. pragnaju said,

    October 9, 2009 @ 2:07 AM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
    પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.

    પોતાના પડછાયાથી મુસ્‍કત મળી.
    મનુષ્‍યનાં અહમ્, મોહ અને માયા પડછાયા જેવાં છે. પ્રયત્‍નપૂર્વક તેમને દાટી શકાતાં નથી. જેમ દબાવવા જાવ તેમ ઊછળી ઊછળીને એ બહાર આવે છે. વધારે દબાવો ને તે વધારે ઊછળશે. તેનાથી છૂટી શકાતું નથી, નાસી શકાતું નથી. તમારી આગળ કે પાછળ તે દોડી દોડીને તમારી સાથે રહે છે. અહમ્, મોહ, માયાથી મુકત થવા ચિત્તને ઈશ્ર્વરની પ્રકૃતિમાં પરોવવાની અને મનને શાંત કરવાની જરૂર છે. દોડદોડ કરવાની જરૂર નથી. સૂતેલા માણસની જેમ આત્‍મનિમજ્જન કરવાનું છે. શાંત ચિત્તે આત્‍મામાં પરોવાઈ જઈએ તો અહમ્, મોહ અને માયા અદૃશ્‍ય થશે

  4. manharmody ('મન' પાલનપુરી) said,

    October 9, 2009 @ 2:31 AM

    મર્મભેદી ગઝલ. એકે એક શેર વિચારણીય.

    હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
    ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    વાહ ભાઈ વાહ!

  5. હેમંત પુણેકર said,

    October 9, 2009 @ 2:41 AM

    સુંદર ગઝલ! આ શેર બહુ ગમી ગયા:

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
    એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

  6. ketan said,

    October 9, 2009 @ 2:52 AM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    ખુબજ સુન્દર અને સાચિ વાત.

    એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
    એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

    આ શેર સારો લાગ્યો પન બહુ સમજ ના આવિ.

  7. mrunalini said,

    October 9, 2009 @ 2:52 AM

    કવિ શ્રીહિમાંશુ ભટ્ટને જન્મદિવસની શુભકામનાઓ…
    સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
    જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?
    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
    જ્ઞાનની વાત સરળ રીતે…જીવન જીવવામાં નહી, થવામાં છે. જે ગંભીર વ્યક્તિ હશે તેને જીવન જીવવામાં રસ આવશે.’
    તો જીવન જીવવા માટેનો પહેલો પુરુષાર્થ છે- સવારથી રાત સુધી જે વ્યવહાર થાય છે, આજે આપણે જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યા છીએ તેને જોવો. આ છે ધર્મનો આરંભ, સત્યની શોધ, પોતાના જીવનમાં, પોતાની અંદર નિરંતર કરતા રહેવું એ જ ધર્મની જિજ્ઞાાસા. જે જિજ્ઞાાસા ગ્રંથો ભણી લઈ જશે. જે જિજ્ઞાાસા પરંપરા અને સંપ્રદાયોમાં કંઈ ને કંઈ ઉપાયો શોધવામાં પ્રવૃત્ત કરશે, તે જિજ્ઞાાસા નહિ હોય, કેવળ કુતૂહલ હશે. કુતૂહલ અને જિજ્ઞાાસા બિલકુલ અલગ વસ્તુઓ છે. કેવળ જાણવાની ઇચ્છાને જિજ્ઞાાસા કહી શકાતી નથી. એ તો અનંત ઇચ્છાઓમાંની એક છે, અનેક વાસનાઓમાંની એક છે. વાસના અને કામના ભલે હો પરંતુ જિજ્ઞાાસા તો એવી અગ્નિશિખા છે કે જે એકવાર અંદર જાગૃત થઈ ગઈ તો પછી ઓલવાતી નથી.

  8. પ્રજ્ઞા said,

    October 9, 2009 @ 3:02 AM

    વાહ!

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    ખુબ સુંદર…

    પ્રજ્ઞા.

  9. રાકેશ ઠક્કર , વાપી said,

    October 9, 2009 @ 3:08 AM

    એક સુંદર અર્થપૂર્ણ ગઝલ.
    હિમાંશુભાઈને જન્મદિનની અભિનંદન અને શુભેચ્છાઓ.

  10. Bhargav said,

    October 9, 2009 @ 3:20 AM

    Mather Teressa said once ,
    if you judge ppl then you have no time to LOVE them,

    ખરેખર, કયારેક પેહલી નજર મા કોઇ ની માટે જે અભિપ્રાય બન્યો હોય તે,
    એક બે મુલાકાત પછીં સાવ ખોટો પડે…..

    સરસ રચના,
    એટલૂ જ બંધ બેસતૂ ને સચોટ રસ દર્શન…

  11. Varsha said,

    October 9, 2009 @ 3:37 AM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    ખરેખર ઘણી જ અર્થપૂર્ણ આ શેર અને ગઝલ.પણ
    અભિનન્દન હિમાંશુભાઈ
    આભાર
    Varsha Gondaliya Patel

  12. kirit sheth said,

    October 9, 2009 @ 4:54 AM

    અતિ સુન્દેર હ્રિદય્માન્ સૌન્સર્વો ઉતરિ ગયો.

  13. Pushpakant Talati said,

    October 9, 2009 @ 5:24 AM

    ઘણા જ સધ્ધર અને શક્તિશાળી શબ્દોની શ્રુન્ખલા થી બનાવેલી આ ક્રુતિ સરસ લાગી. માણસ અન્યથી નહી પણ પોતાની જાતથી જ સૌથી વધુ ડરતો હોય છે. ઓતે કેટલો ભયાનક છે તે પોતા કરતા અન્ય કોણ જાણી શકે. ? અને તેથી જ આ નીચેનો શેર લખાયો હશે.
    હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
    ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?
    પણ મને બહુ ગમતો શેર તો છ –
    ” શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.”
    એકન્દરે સરસ ક્રુતિ છે. – અભિનન્દન .

  14. Ramesh Patel said,

    October 9, 2009 @ 10:54 AM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    અભિનંદન,ખુશ કરી દિધા.

    રમેશ પટેલ(આકાશદીપ્)

  15. Ramesh Patel said,

    October 9, 2009 @ 10:57 AM

    જન્મ દિવસ મુબારક,આવી સુંદર કૃતિઓ પીરસતા રહો.
    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    અભિનંદન,ખુશ કરી દિધા.

    રમેશ પટેલ(આકાશદીપ્)

  16. Pinki said,

    October 9, 2009 @ 11:33 AM

    હિમાંશુભાઈને જન્મદિન મુબારક… !!

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે. વાહ !

  17. sapana said,

    October 9, 2009 @ 2:56 PM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે…
    અર્થપૂર્ણ ગઝલ્.
    સપના

  18. himanshu patel said,

    October 9, 2009 @ 9:56 PM

    અમેરિકામાં હિમાન્શુ ભટ્ટ્ને અમેરિકાથી હિમાન્શુ પટેલના જન્મદિન મૂબારક
    સરસ ઊંડાણ ભરી ગઝલ…

  19. kirankumar chauhan said,

    October 15, 2009 @ 11:00 AM

    ખૂબ જ સુંદર ગઝલ. દરેક શે’ર પાસે અટકવું જ પડે.

  20. dr.firdosh dekhaiya said,

    October 16, 2009 @ 2:26 AM

    શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
    એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.

    વાહ! ઉત્તમ શેર!

  21. Minal Jaisinghani said,

    September 22, 2012 @ 9:20 AM

    એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
    એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.

    Wow….Himanshubhai what a thought……loved it….

  22. સાંજ ટાણે … « એક વાર્તાલાપ / A Dialog said,

    October 25, 2012 @ 7:20 PM

    […] ghazal also appeared on Layastaro Share this:StumbleUponDiggRedditLike this:LikeBe the first to like […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment