આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
વિવેક ટેલર

ગઝલ – આતિશ પાલનપુરી

જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !

એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !

જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !

જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !

સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

-આતિશ પાલનપુરી

વાંચતાવેંત ગમી જાય એવી મજાની ગઝલ… રદીફ તરીકે ‘શું’નો રણકાર આખી ગઝલમાં એક મજાનો ધ્વનિ સર્જે છે અને કવિ આ ધ્વનિને રણકાવવામાં સફળ રહ્યા છે એ આપણું સદભાગ્ય…

9 Comments »

 1. pragnaju said,

  November 13, 2009 @ 1:13 am

  જીવ લેશે જે અમારો એક દિન,
  એ ફરેબી જિંદગીની હાય શું !

  જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
  એ અમોને પાય તોયે પાય શું

  વાહ્
  આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
  ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું ?

 2. Viren Patel said,

  November 13, 2009 @ 1:15 am

  A poem with a shade of light philosophy. Last four lines are wonderful.

 3. Dr. J. K. Nanavati said,

  November 13, 2009 @ 4:14 am

  આવાજ એક મુડની ગઝલ થવા દઉં…???

  ડો.નાણાવટી

 4. Dr. J. K. Nanavati said,

  November 13, 2009 @ 4:15 am

  થવું હોય તે થાય, કોને પડી છે
  જહન્નમમાં સૌ જાય, કોને પડી છે

  સરે આમ મસ્તીમાં ઝુમી રહ્યો છું
  ભર્યો જામ છલકાય, કોને પડી છે

  તમે કોણ મારાં છો, અફવા ભલેને
  બધે કાન અફળાય, કોને પડી છે

  ખુદા બાંગ પોકારી દીધી અમે છે
  તને જો ન સંભળાય, કોને પડી છે

  જનાજે અમારીજ દિવાનગીની
  ભલે વાત ચર્ચાય, કોને પડી છે

  ડો.નાણાવટી

 5. Pushpakant Talati said,

  November 13, 2009 @ 5:58 am

  ખરેખર સુન્દર અને સરસ તથા સરલ ગઝલ.
  થવાનુ હતુ તે થઈ ગયુઁ – હવે થાય શ ?
  જીવનની બેફીકરાઈ કહો કે પછી મઝબૂરી
  પણ હકીકતને સ્વિકાર્યા વગર ચાલે જ કેમ ? – થાય તો થાય શુ ?

  વળી ડોક્ટર સહેબે પણ સરસ કટ મારી છેવ ને કાઈ ! !!
  પાલનપુરી સાહેબને તો ખરા પણ સાથે સાથે શ્રી જે કે નાણાવટીજી ને પણ ખુબ-ખુબ અને ભરપુર અભીનન્દન્

 6. kanchankumari parmar said,

  November 13, 2009 @ 6:21 am

  જિવન ને અમ્રુત માનિ હોઠો એ માડિ દિધુ ;છે ઝહેર હવે તમે જ કહો હું શું કરું ……

 7. સુનીલ શાહ said,

  November 13, 2009 @ 9:12 am

  સરસ..લયબદ્ધ, રણકતી ગઝલ.

 8. sapana said,

  November 13, 2009 @ 11:32 am

  સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
  કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !

  મે હમણા જ એક ગઝલ આ શું પર લખી છે થોડા સમય્મા જાહેર કરીશ્..સરસ ગઝલ આ પંકતિ ગમી વિવેકભઐ તમારી સફર સુખદ રહી હશે..
  સપના

 9. Pinki said,

  November 20, 2009 @ 5:56 am

  વાહ …. મજાની ગઝલ !!

  જે થવાનું થૈ ગયું છે, થાય શું !
  ને હવે એના ગયાની લ્હાય શું !

  તેન ત્યકતેન …..!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment