કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

રીડગુજરાતી.કૉમ ને અભિનંદન

ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યના ફેલાતા જતા વ્યાપથી ગુજરાતી ભાષાની આવતીકાલ નિઃશંકપણે ઉજ્જવળ ભાસે છે. બ્લોગરોની વધતી જતી સંખ્યા અને દરેક બ્લોગરોના પોતાના મિત્રવૃંદ હોવાના કાળ-ક્રમે દરેક બ્લોગને મિત્રતાની સીમા વળોટી આવેલા વાંચકો અને ચાહકો મળતા રહે છે. રીડગુજરાતી.કૉમના સંપાદક મૃગેશ શાહ સર્વપ્રથમ ગુજરાતી ઈ-દૈનિક લઈને આવ્યા છે જેની નોંધ તાજેતરમાં જ ગુજરાતના નંબર એક દૈનિક દિવ્ય ભાસ્કરે પણ લીધી. વળી ગુજરાતી ભાષાના ‘રિડર્સ ડાયજેસ્ટ’ ગણાતા ‘નવનીત સમર્પણ’ ના આ મહિનાના અંકમાં પણ એમનો લેખ છપાયો છે. લયસ્તરો ટીમ તરફથી મૃગેશ શાહને ખૂબ ખૂબ અભિનંદન. લયસ્તરો પર મૃગેશભાઈની નોંધ અગાઉ પણ લેવામાં આવી હતી.

3 Comments »

 1. ilaxi said,

  May 6, 2006 @ 10:33 am

  Do you know that your link of layastro as well as readgujarati blog and many other Gujarati Blogs were featured by our Kapil Dave of Abhiyaan in the first issue of Abhiyaan, May? check that out…!

  – ilaxi, shabd preet

 2. Akshay Gohil said,

  February 28, 2007 @ 5:16 am

  મ્રુગેશ શાહ સહિત સમગ્ર ગુજરાતી બ્લોગરો ગુજરાતી ભાષા તથા ગુજરાતી ભાષાપ્રેમીઓની અવિસ્મરણિય સેવા કરી રહ્યા છે. માત્રુભાષાના ઉમદા સેવકોને સહર્ષ અભિનન્દન.

 3. chetu said,

  February 28, 2007 @ 8:54 am

  ખરેખર..મે તો મ્રુગેશભાઇ ને કહ્યુ કે આપની રીડગુજરાતી તો સુપર માર્કેટ જેવી છે જ્યા બધુ જ મળી રહે..!..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment