અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
નયન દેસાઈ

ડોશી – રમેશ પારેખ

ડોશી હાડકામાં ભળભાંખળાનું કાચું અંધારું મમળાવે
પ્રભાતિયાંમાં ઘરડી જીભ ઝબોળે
નાવણનાં પાણીમાં ગંગા-જમનાનાં પુણ્ય ફંફોસે
પૂજામાં લાલાને કરચલિયાળ ચામડીનો ઉપરણો ધરે.
માગણના ખલતામાં વાડકો એક ધ્રૂજારી ઠાલવે.
ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.
ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
આખ્ખું જીવતર બીજાઓના ભોગવટામાં ભાળે
જગતભરની એકલતા ઉપાડી-
વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

– રમેશ પારેખ

ર.પા.ની આ સંવેદનદ્યોતક કવિતામાંથી પહેલીવાર પસાર થતી વખતે એક લખલખું આખા શરીરમાં દોડી વળ્યું. વૃદ્ધાવસ્થા અને એકલતા અને લાચારીનું કેવું સજ્જડ આલેખન! ઘડપણ આવી ઊભું છે એટલે હવે ઊંઘે સાથ છોડી દીધો છે અને સૂરજ ઊગે એ પહેલાં જ પથારી છૂટી જાય છે એ વાત કવિએ પહેલી જ પંક્તિમાં કેવી મર્માળી રીતે ચાક્ષુષ કરી છે! ભળભાખળું થાય ત્યારના આછાં અંધારાને કાચું કહીને અને સામા છેડે હાડકાંનો સંદર્ભ સીવીને કવિ શરીરની નબળી કાઠીનો પણ ચિતાર વાચકને આપી દે છે. આખી કવિતામાં એક એકલી ડોશીની દિનચર્યાથી વધુ કંઈ નથી પણ આ દિનચર્યાથી વિશેષ પણ એની જિંદગીમાં બીજું કંઈ નથી. એનો સૂરજ રોજ આજ સરનામેથી ઊગવાનો અને આજ સરનામે આથમવાનો. કવિતા જેમ જેમ આગળ વધે છે એમ એમ ડોશીનું એકાંત, એકલતા અને નિઃસહાયતા વધુ ને વધુ ધારદાર બનતી જાય છે. આખા ઘરનો બોજ મૂંગા મોઢે વેંઢારવો પડે છે અને મૂંગાપણાંનો ભાર જાણે જીરવાતો ન હોય એમ આફરે ચડેલા ન કહેવાયેલા શબ્દોનો વાછૂટમાં મોક્ષ કરવાની વાત આવે ત્યારે ર.પા.ની કાવ્યશક્તિનો ચમકારો આપણને હચમચાવી દે છે. દુનિયા આખાનો બોજ ઝીલીને વાંકી વળી ગયેલી કમરથી જાણે કે ડોશી એના ખોવાઈ ગયેલા જીવનસાથીને શોધી રહી છે, કેમકે હવે એ સ્મરણો જ તો આ જિંદગીનો એકમાત્ર અને સાચો સધિયારો છે…

20 Comments »

 1. esha said,

  September 24, 2009 @ 1:28 am

  Kya baat he…!!!!
  Koi bija shabdo sujhe nahi evi adbhut kavita..
  Ra.Pa ne Salaam…
  Esha

 2. sudhir patel said,

  September 24, 2009 @ 2:40 am

  ખૂબ જ સચોટ અછાંદસ!
  સુધીર પટેલ.

 3. pragnaju said,

  September 24, 2009 @ 3:12 am

  જગતભરની એકલતા ઉપાડી-
  વાંકી વળી ગયેલી પોતાની પીઠ અઢેલવાને
  ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.

  અમારા,તમારા દરેકના ઘરનુ દ્રુશ્ય!

  આ વિરહની રાત છે તારીખનું પાનું નથી,
  અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

  એ વાતથી કાંઈક સ્વપ્ન વહ્યાં આખમાંથી,
  વેરાયેલાં આંસુમાંથી સ્વપ્ન શોધુ છું.

 4. પ્રજ્ઞા said,

  September 24, 2009 @ 3:28 am

  અદભૂત …….!!!!!!!!!!!

  શ્રી રમેશ પારેખ નો કોઈ વિકલ્પ ખરો ……..?

  પ્રજ્ઞા.

 5. jina said,

  September 24, 2009 @ 5:48 am

  I am speechless…………. with tears in my eyes

 6. ડૉ.મહેશ રાવલ said,

  September 24, 2009 @ 6:26 am

  આ ૬ અક્ષરના નામનો મહિમા ગાઈએ એટલો ઓછો પડે….
  શ્બ્દ,ભાવ,અભિવ્યક્તિ અને માવજત આ બધું જ જાણે ર.પા.ને વશ હતું !
  સહુથી સવાયું કવિકર્મ ર.પા.ને રમતવાત……આ ‘ડોશી’ અને ‘સુખ’ પણ એવી જ ર.પા.ક્લાસની અદભુત રચના છે-માણવા/સમજવા અને મમળાવવા જેવી.

 7. Pancham Shukla said,

  September 24, 2009 @ 7:47 am

  અદભૂત કાવ્ય.

 8. P Shah said,

  September 24, 2009 @ 10:47 am

  અદભૂત રચના !

 9. priyjan said,

  September 24, 2009 @ 11:29 am

  વિવેક,

  તમારા આ શબ્દૉ “ર્.પા.ની આ સંવેદનદ્યોતક કવિતામાંથી પહેલીવાર પસાર થતી વખતે એક લખલખું આખા શરીરમાં દોડી વળ્યું. ” સાવ સાચા છે…

  પહેલી વાર વાંચતા તો આંસુ સરી પડ્યા………

  ખૂબ જ સંવેદનશીલ અછાંસ….ભીતર હચમચી ગયું…એક પણ પંક્તિ ને છૂટી પાડી ને મનગમતી કહું તો આખા કાવ્ય્ નો છેદ ઊડી જાય્………….

  પ્રિયજન

 10. dr, j. k. nanavati said,

  September 24, 2009 @ 2:26 pm

  આવાજ એક ડોસા ડોસી જ્યારે એકલતાના
  દરિયામાં ડુબતા હોય છે ત્યારે તેઓ પણ તેના
  બાળપણ ને ફરી પાછા ઝંખે છે……ભલે
  કાયમ માટે નહી પણ એક વૈચારીક અવસ્થામાં
  દત્તક લઈને…….મારી તાજી રચના રમેશભાઈને
  સમર્પિત….

  ચાલો વ્હાલા બચપણ પાછું દત્તક લઈએ
  ઢીંગલા ઢીંગલી થઈને બન્ને ગમ્મત કરીએ

  દંભી ચહેરા ફોડી નાખી, ઉપર છલ્લા
  ભીતર ભીની લાગણીઓને દસ્તક દઈએ

  ઘડપણ વિત્યું, વહાલ વિનાનુ કોરે કોરૂં
  વ્હાલા થઈને દાદાજીના, ખિલખિલ હસીએ

  અમથું અમથું માળા જપ જપ કરવા કરતાં
  ગિલ્લી દંડા, પાંચીકાની રમ્મત રમીએ

  ગાડી , એસી, બંગલાઓના મુંઝારેથી
  ખુલ્લ પગલે, ઠેસ લગાવી પાદર ફરીએ

  વસિયતનામા, હુંડી , સઘળા ચેક મુકીને
  પાટી ઉપર ધ્રુજતે હાથે મમ્મમ લખીએ..!!

  ઘરડાં ઘરથી વાયા વૈંકુઠ દોડ લગાવી
  પાપા પગલી કરવા જલદી પાછા વળીએ

 11. ધવલ said,

  September 24, 2009 @ 5:56 pm

  બહુ ઉત્તમ રચના !

 12. indravadan g vyas said,

  September 24, 2009 @ 8:57 pm

  ડૉ.વિવેક ને ખુબ અભિનંદન ર.પા.નું આ માતબર સર્જન પીરસવા બદલ.
  રમેશ પારેખની આ રચના હૈયામાં ખળભળાટ મચાવી દીધો.ભક્ત કવિ નરસિહ મહેતાનુ પેલું કાવ્ય “ઘડપણ કેણે મોકલ્યું” યાદ આવી ગયું.આ પંક્તિઓમાં રમેશની કલમનો કસબ તો જુઓ,

  ગાયકૂતરાંને બીક ચોપડેલી ચાનકી નીરે.
  ઊગતા સૂરજને ઝાંખાં ઝળઝળિયાંથી વાંદે
  ઘરને છીંકણીના સડાકામાં મૂંગીમૂંગી ભોગવે
  ગળા નીચે ઊતરી ગયેલી વાચાનો વાછૂટમાં મોક્ષ કરે
  આફ્રિન,આફ્રિન આફ્રીન….

 13. Ramesh Patel said,

  September 24, 2009 @ 11:03 pm

  વૃધ્ધાવસ્થાની ગમગીની,એકલતાનું દર્દ અને આપ્તજનની યાદોને
  ભાવની ભીનાશે શ્રી રમેશ પારેખે ગૂંથી છે.

  હૃદયને ઝંકૃત કરતી કૃતિ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 14. રાકેશ ઠક્કર , વાપી said,

  September 25, 2009 @ 12:18 am

  રમેશ પારેખની રચના, વિવેકભાઇનું આલેખન અને નાણાવટીજીની ગઝલ.. લયસ્તરો પાસેથી ભાવકને બીજું શું જોઇએ. આનંદ થઇ ગયો.

 15. mrunalini said,

  September 25, 2009 @ 1:27 am

  ફળિયાની ધૂળમાં શોધે ખોવાયેલા ડોસાને.
  ગાલીબ કહે
  જલા હૈ જીસ્મ જહાં દિલભી જલ ગયા હોગા
  ખુરેતહો અબ રાખ જુસ્તજૂ ક્યા હૈ?
  રહી ન તાકાત-ગુફતાર અગર હો ભી
  તો કીસ ઉમ્મિદ પર કહીએ કે આરઝુ ક્યા હૈ?
  કાવ્ય પુરુષ સુરેશ દલાલ એ લખ્યુ છે કે mother શબ્દ માંથી જો M કાઢી નાંખવામાં આવે તો માત્ર other જ રહી જાય છે.ગુજરાતી કાવ્યજગતમાંથી ર્.પા.ની જો બાદબાકી કરવામાં આવે તો આ “other” જેવા જ હાલહવાલ થાય !
  તેમના વિષે લખવુ હોય તો “દિલ ફાડીને” લખવુ પડે.
  મારુ તો કોઇ ગજુ નથી !

 16. Nirlep Bhatt said,

  September 25, 2009 @ 4:06 am

  stunned & speechless….each line carries its own significance, what a variety of feelings & apt choice of words!

 17. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) said,

  September 26, 2009 @ 4:09 am

  અદભુત..અદભુત..અદભુત…વાંચનારને સ્તબ્ધ કરી દે તેવી રચના….

 18. DR,RAJAN SHETHJI said,

  September 26, 2009 @ 5:10 am

  ramesh is ramesh

 19. Jaydev Bhatt said,

  September 28, 2009 @ 2:24 am

  રા. પા. ની અભિવ્યક્તિને અનુભવવિ એનાથી વિશે બીજુ શું!

 20. PALLAV ANJARIA said,

  November 28, 2009 @ 1:32 am

  Can you please share Ramesh Parekh’s poem “Junvani Doshio nu Juth”.. one of the excellent poem… I am searching this…
  ” Junvani doshio uchcharti dukh na dahada char,”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment