દર્દ હો કે ખુશી જીવનની હો,
બેયમાં આંખમાં તરે ઝાકળ.
વિવેક મનહર ટેલર

વટાવે છે મને – હેમંત ઘોરડા

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને

દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને

મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને

– હેમંત ઘોરડા

કવિનો શબ્દ સચ્ચાઈ ચૂકતો નથી, સ્વસ્થતા ચૂકતો નથી ને ચોટ પણ ચૂકતો નથી… સલામ !

18 Comments »

 1. sapana said,

  September 21, 2009 @ 9:12 pm

  ચોટદાર.
  સપના

 2. Harshad Jangla said,

  September 21, 2009 @ 9:57 pm

  હેમંતભાઈ તો અમારી બેંકમાં હતા ત્યારથી જ એમની શાયરી ની ખબર હતી.
  સરસ રચના.

  -હર્ષદ જાંગલા
  એટલાન્ટા, યુએસએ

 3. રાકેશ ઠક્કર , વાપી said,

  September 22, 2009 @ 12:54 am

  મત્લા વધારે ગમ્યો.
  નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
  યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

 4. વિવેક said,

  September 22, 2009 @ 2:26 am

  અરે આતો મારી પ્રિય ગઝલ… લયસ્તરો પર પણ નહોતી એ આજે જ જાણ્યું… આ બે શેર તો મારા સદાબહાર પ્રિય:

  નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
  યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

  મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
  નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

 5. heena said,

  September 22, 2009 @ 4:57 am

  bahu j saras maja avi gai vanchvani

 6. pragnaju said,

  September 22, 2009 @ 5:50 am

  નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
  યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને
  મત્લાએ કત્લેઆમ કરી
  છે વાત બીજાની પણ પોતાની લાગે!
  ચોટદાર ગઝલ બદલ ધન્યવાદ

 7. Pushpakant Talati said,

  September 22, 2009 @ 7:18 am

  સરસ લાગ્યુ – વાઁચવાનુ પણ ગમ્યુઁ – શબ્દોની રચનાઁ અને પ્રાસ પણ મળતો જ આવે છે. – પણ કવીતામાઁ કવી આ કોની વાત કરે છે. – અનુમાન પરથી જણાય છે કે કદાચ ગાન્ધીજી ની વાત હોય. – ખુલાસો જરુરી જણાય છે.
  કવી એ બે લીટી નો વધારો કરીને છેલ્લે ફોડ પાડ્યો હોત તો અનુમાન વગર જ સચોટ અને ચોખ્ખી સમજણ વાચનારને પડે.

  કવિનો શબ્દ સચ્ચાઈ ચૂકતો નથી, સ્વસ્થતા ચૂકતો નથી ને ચોટ પણ ચૂકતો નથી…

  સાચી વાત છે – પણ ઉપર મે જણાવ્યુ તે વિશે કોઇને કાઇ કહેવુ હોયતો જણાવવા વિનન્તી – ખુલાસો કરનારનો હુ ઘણો જ આભારી થઇશ.

 8. Pancham Shukla said,

  September 22, 2009 @ 4:48 pm

  જરા હટ કે ગઝલ…..સચ્ચાઈ , સ્વસ્થતા ને ચોટ – સરવાળે ધારદાર ધોરડા શૈલીની ગઝલ.

 9. sudhir patel said,

  September 22, 2009 @ 7:56 pm

  સરસ ગઝલ! મત્લાનો શે’ર વધુ ગમ્યો.
  સુધીર પટેલ.

 10. jeetuThaker said,

  September 22, 2009 @ 8:14 pm

  matla note ma, noto ma laya bhang thay chhe.. gazal ma galafo? shit thakavu ,matarravu lage aa gazal na kahevay

 11. ABHIJEET PANDYA said,

  September 5, 2010 @ 7:24 am

  ગઝલ સુંદર છે. પર્ંતુ ઘણી જગ્યાએ છંદ બંધારણ તુટ્તું જોવા મળે છે. રમલ છંદમાં ગઝલ લખાયેલ છે.
  પર્ંતુ છંદ બરોબર જળવાતો જોવા નથી મળતો.

 12. એક વાચક said,

  September 5, 2010 @ 8:22 am

  રમલ છંદ?

  મુ. અભિજિતસર, આ ગઝલ ‘ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા/ગાલલગા’ છંદમાં હોય એવું નથી લાગતું?

 13. વિવેક said,

  September 6, 2010 @ 12:35 am

  પ્રિય અભિજીતભાઈ,

  ‘એક વાચક’ની વાત સાચી છે. પ્રસ્તુત ગઝલનો છંદ રમલ નથી પણ ‘ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા/ગાલલગા’ છે… એ વાત અલગ છે કે ગઝલ એવી રીતે લખાઈ છે કે મોટાભાગના શેર રમલની રીતે વાંચવામાં આવે તો ચાલી જાય એવું છે…

 14. Gunvant Thakkar said,

  September 6, 2010 @ 1:29 am

  આદરણીય પુષ્પકાંતભાઇ આ ગઝલ કદાચ એક વેશ્યાના મોઢેથી કહેવાય છે.

 15. Vivek Kane 'Sahaj' said,

  September 13, 2012 @ 3:39 am

  @ Abhijeet Pandya, Dr Vivek Taylor & ek vaachak :

  ગઝલના છંદોમાં છૂટછાટનો ઉપયોગ એ પોતે જ એક મોટી કલા છે. ઉસ્તાદો જ્યારે છૂટછાટ લે ત્યારે છૂટછાટની સ્વીકાર્ય સીમાઓને આંબી જતા હોય છે (માત્ર આંબે છે, અતિક્રમતા નથી. ગઝલનાં છંદોમાં છૂટછાટ વિષે મેં મારા ગઝલસંગ્રહ ‘કઠપૂતળી’ની પ્રસ્તાવનામાં વિગતે લખ્યું છે.). આવું બને ત્યારે ઘણીવાર એક જ પંક્તિનું પઠન બે છંદમાં કરી શકાય (નજીવા ફેરફાર સાથે કે ક્યારેક ફેરફાર વિના પણ) એવું પણ બને. આ રીતે હાથવગા માધ્યમ પાસેથી નિચોવીને કામ લેવું અને એનો બરાબર કસ કાઢી લેવો એ મોટા સર્જકનું લક્ષણ ગણાય છે.

  હેમંત ધોરડાની પ્રસ્તુત ગઝલ, નીચે દર્શાવેલા પ્રથમ છંદમાં છે. પરંતુ, એના ઘણાં મિસરા એવાં છે કે જેમનું પઠન નીચે દર્શાવેલા બીજા છંદમાં પણ (નજીવા ફેરફાર સાથે કે ક્યારેક ફેરફાર વિના) થઇ શકે છે.

  1. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા અથવા ગાલગા ગાલલગા ગાલલગા ગાગાગા
  2. ગાલગાગા ગાલગાગા ગાલગા

  છંદ નં ૨ માં પઠન માટે ક્યારેક મિસરામાં એક વધારાનો ગુરુ ઉમેરવો પડે છે. નીચેના ઉદાહરણોમાં જ્યાં જરૂરી છે ત્યાં આ પ્રકારનો ફેરફાર કૌંસ માં મૂક્યો છે. એ કૌંસની ઉપેક્ષા કરીને પઠન કરશો તો છંદ નં ૧ પ્રમાણે પઠન થશે, જ્યારે કૌંસને અનુસરીને પઠન કરશો તો છંદ નં ૨ પ્રમાણે પઠન થઇ શકશે.

  ख़त्म है मुझपे गज़ल्गोई-ए-दौर-ए-हाज़िर (हाज़िर ની જગ્યાએ हाज़िरा કરવું)
  देनेवालेने वो अंदाज़-ए-सुखन मुझको दिया
  -फ़िराक गोरखपुरी

  ન્યાય, ખટલો, ને ચુકાદો ને બધું શા માટે (ભૈ) ?
  મેં તો જીવનની સજા(ને) જન્મ થી સ્વીકારી છે
  -વિવેક કાણે ‘સહજ’

 16. Vivek Kane 'Sahaj' said,

  September 13, 2012 @ 4:57 am

  માફ કરજો, છંદ નં ૨ આમ છે : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

 17. Vivek Kane 'Sahaj' said,

  September 13, 2012 @ 6:00 am

  ઉપર ઉદાહરણમાં મૂકેલા ફિરાક ગોરખપુરીના શેરનો બીજો મિસરો એમની ઉસ્તાદીનું શિખર છે. એ મિસરાનું પઠન બંને છંદોમાં, કોઈ ફેરફાર વિના થઇ શકે છે. પહેલાના જમાનામાં ઉસ્તાદો પોતાના શિષ્યોને સઘન તાલીમ આપવા માટે એમની પાસે આ રીતે એકથી વધુ છંદોમાં પઠન થઇ શકે એવા મિસરા કે શેર લખાવતા.

 18. વિવેક said,

  September 13, 2012 @ 7:55 am

  મિત્ર વિવેક કાણે નો ‘સહજ’ આભાર માનું છું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment