ઉડવા માટે જ જે બેઠું હતું,
આપણો સંબંધ પારેવું હતું.
અંકિત ત્રિવેદી

શ્વેત પરછાઈ – કનક રાવળ

સમો દિવાળીની રાત, શરદના શીતળવા
ટમટમ્યાં અગણિત તારક તારિકા અમાસ આકાશે
રચાયો રાસ રત્ન રાશિનો
આનંદ ઓઘ વર્તાયો નભ મંડળે
પલકારામાં ભાગ્યા સૌ નિજી સ્થાને ભૂલી પાછળ ઓંછાયા
આવતા સવારી ભવ્ય સૂરજ મહારાજની
ઝાકળભીની હતી ભૂમિ શેફાલી વૃક્ષ તળે
પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
મઘમઘી દિશાઓ પુષ્પગાને,
યાદી ભરી ગતરાત્રિ સંવનનોની,
મનોકાશમાં સમાયા સૌ સ્મરણો,
થયું ભાથું ભેગું અતીત ઓવારે
રહી બાકી શ્વેત પરછાઈ
– ધરી રક્તબિંબ અધરે

– કનક રાવળ

White Shadows

Blazing with zillion diamond stars
Was the autumn night of the moonless Diwali Amaas
They all took to their heels
At the first rays of the New Year morning sun.
Did they leave behind something in their celestial exodus?
Carpeted was the dew-wet ground under the Parijat tree
-With millions of them.
Beautiful snow-white five star petals with their stubby sunset red stems.
-And they all were singing in unison
A haunting tune of their divine fragrance
In memory of the last night.
It was embedded in the vaults of nostalgia for the years to come.
Have you ever seen?
-White Shadows with Red Kisses?

– Kanak Ravel

દિવ્ય વૃક્ષ ગણાતા ‘પારિજાત’ સાથે કેટલીક કિંવદંતીઓ જોડાઈ ચૂકી છે. કહે છે કે પારિજાતિકા નામની રાજકુમારી સૂર્યના પ્રેમમાં પડી અને અછોવાનાં કર્યા પછી પણ જ્યારે એ સૂર્યનું દિલ જીતવામાં નિષ્ફળ રહી ત્યારે એણે આત્મહત્યા કરી. એની રાખમાંથી એક વૃક્ષ ઊગી આવ્યું જેના પર માત્ર રાત્રે જ પુષ્પો ખીલે છે અને સવારે સૂર્ય ઉગતાની સાથે જ એ સઘળાં ફૂલો જાણે કે રાજકુમારીના આંસુ ન હોય એમ ખરી પડે છે. (દંતકથા સાચી હોય કે ન હોય, પારિજાતના સમયચક્રની આ વાત જરૂર સાચી છે !) (botanical name: Nycatanthes Arbortristis. Nyctanthes means ‘night flowering’ and Arbortristis means ‘The sad tree’ or ‘The tree of sorrow’)

એવી પણ વાયકા છે કે શ્રી કૃષ્ણ આ વૃક્ષ સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા હતા અને સત્યભામા અને રૂક્મણી વચ્ચે એ વૃક્ષ પોતાના આંગણમાં રોપવા બાબત ઝઘડો થયો. શ્રી કૃષ્ણે એ વૃક્ષ પછી સત્યભામાના બાગમાં એ રીતે રોપ્યું કે ફૂલ બધાં રૂક્મણીના આંગણામાં પડે!

એવું પણ મનાય છે કે સમુદ્રમંથન વખતે આ વૃક્ષ પ્રગટ થયું હતું. પારિજાતના ફૂલો મા દુર્ગાના આવણાંના પડછમ પોકારે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ બંનેના મહત્ત્વને એમની કવિતાઓમાં સ્થાન આપ્યું છે. અન્ય પુષ્પોથી સાવ વિપરીત પારિજાતના પુષ્પો એકમાત્ર એવા પુષ્પો છે, જે જમીન પરથી ઊઠાવીને દેવપૂજા માટે વપરાય છે.

પારિજાતના પુષ્પોની ચારથી આઠ પાંખડી લોહી જેવા નારંગી રંગની ફરતે ચક્રની જેમ ગોઠવાયેલી હોય છે. એની પ્રગાઢ ખુશબૂ દૈવી આનંદની અનુભૂતિ કરાવે છે. ઑગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે પારિજાત જ્યારે ખીલે છે ત્યારે સૂર્યના પ્રથમ કિરણ સાથે જમીન પર પથરાયેલી સુગંધીદાર ચાદર કદાચ તમારો શ્વાસ પણ રોકી દે! ભારતમાં હિમાલય, પૂર્વી આસામ, બંગાળ અને ત્રિપુરાથી માંડીને ગોદાવરી સુધી પારિજાત જોવા મળે છે.

પારિજાત વિશે આટલું જાણ્યા પછી કવિતા અને એનો કવિએ જ કરેલો અંગ્રેજી અનુવાદ- બંને માણીએ…

14 Comments »

 1. Pancham Shukla said,

  January 29, 2010 @ 8:24 am

  નાનપણમાં ઘરના બગીચામાંથી, સવારે બાની પુજા માટે વાંસ / નેતરની છાબડીમાં પારિજાતના તીવ્રગંધી પુષ્પો વિણ્યાંનું , એનો હાર બનાવ્યાનું સ્મરણ છે. મોડી રાત્રે આખા બગીચા અને બારી વાટે આખા ઘરને ભરી દેતી એની મત્ત ખુશબોનો અનુભવ છે. ક્યારેક કાકાને ઓશિકા પાસે આ પુષ્પોની નાની ઢગલી કરીને સૂતા જોયાનું પણ યાદ છે.

  પારિજાત સાથે જોડાયેલી આ કિંવદંતીઓ નાનપણમાં બા પાસેથી સાંભળેલી. ભુલાવાને આરે આવેલી આ વાતો ફરી તાજી થઈ ગઈ.

  અદ્ભૂત પોસ્ટ

 2. ઊર્મિ said,

  January 29, 2010 @ 8:54 am

  વાહ દોસ્ત.. ખૂબ જ મજા આવી ગઈ… મસ્ત પોસ્ટ બની છે.

  પારિજાત સાથેનાં કેટલાયે સંભારણા તાજા અને તાદૃશ થઈ ગયા…

  કવિતા પણ સ-રસ…

 3. Ramesh Patel said,

  January 29, 2010 @ 12:28 pm

  પથરાયાં ત્યાં શ્વેત પારિજાત પુષ્પો
  નાજુક, પંચપત્તી, રક્તશિખાધારી
  મઘમઘી દિશાઓ પુષ્પગાને,

  પારિજાતનું નાનકડું ઝાડ ,ગામના સરોવર પાળે બાળપણમાં
  જોયેલું પણ આટલો વૈભવ લયસ્તરો પર સુગંધીત
  કરતો પ્રથમ વાર અનુભવ્યો.
  કનુભાઈને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. ધવલ said,

  January 29, 2010 @ 12:39 pm

  રહી બાકી શ્વેત પરછાઈ
  – ધરી રક્તબિંબ અધરે

  – સરસ !

 5. bharat joshi said,

  January 29, 2010 @ 1:24 pm

  પગલી પારિજાતની ઢગલી !
  ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !

  રઘુવીરભાઈની રચનાની એક પંક્તિ

 6. Girish Parikh said,

  January 29, 2010 @ 4:12 pm

  ‘લયસ્તરો’ ના આસ્વાદનો આસ્વાદ માણ્યા જ કરી એમ થાય છે. તમે માનશો? ઘણી વખત હું કાવ્ય વાંચુ એ પહેલાં આસ્વાદ વાંચી લઉં છું!
  ‘સૂરસંગમ’ ફિલ્મમાં મહાન શાસ્ત્રીય સંગીતના ગાયક પંડીત શિવશંકર શાસ્ત્રીને એમનો તેજસ્વી શિષ્ય પૂછે છે કે રસ શું છે? શાસ્ત્રીજી જવાબ આપે છે કે રસ અનુભવી શકાય, એનું વર્ણન ન થઈ શકે!
  અલબત્ત, સાહિત્ય-સંગીત-કલા માણવાનો રસ અંદરથી જાગવો જોઈએ, પણ ‘લયસ્તરો’માં અપાતા આસ્વાદ માનવીની રસવૃત્તિ જગાડવાની અજબ પ્રેરણા આપે છે. અને કાવ્યને વધુ માણવા માટે સંક્ષિપ્ત માર્ગદર્શન પણ આપે છે.
  ‘લયસ્તરો’ અને એના આસ્વાદ જ્યાં જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં ત્યાં પ્રસરે એવી મા સરસ્વતીને પ્રાર્થના કરું છું.
  – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com
  (ગિરીશનું સર્જાતું જતું આસ્વાદનું પુસ્તકઃ “આદિલના શેરોનો આનંદ” (tentative title)).

 7. Kirtikant Purohit said,

  January 31, 2010 @ 11:21 am

  ઘણુઁ જ સરસ .

  સ્વાદ અને આસ્વાદ બન્ને.

 8. હિમાંશુ પરભુભાઈ મિસ્ત્રી said,

  September 23, 2010 @ 7:35 am

  કેટલી સરસ કવિતા !!!!
  અનેરી પોસ્ટ….

  ભૂલી જ ગયેલો કે ઊર્મિ તો કોઈ પણ પ્રકારે વ્યક્ત કરી શકાય..
  પીંછી હોય કે કલમ !!…
  અને અહીં તો માત્ર કલમ વડે કેટલા બધાં રંગો પૂરી દીધા !!!

  કનકકાકા તમને ખૂબ ખૂબ અભિનંદન…

  hima’nshu mistry
  http://himanshumistry.wordpress.com/

 9. માવજીભાઈ મુંબઈવાળા said,

  September 24, 2010 @ 2:41 am

  અત્યંત સુંદર કવિતા. ખૂબ ખૂબ ગમી..

  સુંદર પુષ્પો ઘણાં જોયા છે ને પુષ્પો ગમે છે પણ ઘણાં પણ મારા કમનસિબે એક માત્ર ગુલાબ સિવાય કોઈ પુષ્પને તેના નામથી હું ઓળખી શકતો નથી. પુષ્પો સાથે નિકટનો કોઈ પરિચય નથી તેનો વસવસો વર્ડ્ઝવર્થની ડેફોડિલ્સની કવિતા નિશાળમાં ભણતાં થયો હતો, જીવનભર રહ્યો છે અને આ પારિજાતના પુષ્પ જેવી જ મસ્ત મસ્ત કવિતા વાંચી વધુ એક વાર થયો. એમાં વાંક ફક્ત મારો જ છે.- નયણાંની આળસ રે હરિને ન નિરખ્યાં જરી !

  ફરી એક વખત કનકભાઈને આટલી ઉત્તમ કવિતા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.

  -માવજીભાઈના પ્રણામ

 10. Harshit said,

  September 26, 2010 @ 7:54 am

  પારિજાત… ઃ સુંદર અને અનેરુ પરિમાણ.

  આભાર.

 11. Narendra Kane said,

  September 26, 2010 @ 8:36 am

  કનકભાઈની આ વાચવામાન આવેલી પહેલિ કવિતા

  ખુબજ સરસ=ઘણી વાતો યાદ આવી ગઈ. ભાવનગરના બાલપણના દિવસો. અમારે ઘરે ચાર ખુણા મા ચાર જુદા જુદા
  ઝાડો હતા. બોરસલી ,પારિજાત અને બુચ. ત્રણેની સુગન્ધ ખુબ માણી છે તે અને તેની સાથે ઘણુબધુ.
  અભિનન્દન.

 12. Sudha-Narendra Kane said,

  September 27, 2010 @ 11:26 am

  વડોદરાથી નરેન્દ્ર કાણે લખે છે,

  “Dear Kanakbhai
  I liked and enjoyed your poem. Probably this the first of your poems I came across. For few moments I was lost in my memory lane. We had two BORSALI and one each of PARIJAT and BUCH on four corners of our house at Bhavnagar.We also had two rows of MOGARO in front with mandavo of CHAMELI. Here at Vadodara I stay on ground floor and we have small garden of nearly 1200 sq.feet at the back. in front there is a space of around 3500 sq.ft. where our society has put some swings and a small garden not well mentained although. I work in my garden for two hours everyday. I recall one funny incidence. We have planted two Parijat trees in front side on the common boundary of nearby bungalows. when trees grew and started flowering some flowers starting dropping in yard of nearby bungalows’ compound. the lady owner started complaining that they have to clean KACHARA every day so we should cut all the branches growing on their side.
  One day IN the morning when I was collecting flowers for Puja she came and repeated her complaint
  She being a post graduate in science I asked her that did she know what these flowers are. I asked her to pick up few and smell. She did that. I then told her the story that Lord Krishna had brought these plant from Nandanvan of heaven and then planted in such a way that although tree was in satyabhamas side flower were carried away to Rukhminis side. I also told her about one marathi song very popular in old days sung by Manik Varma telling words of Satyabhama asking lord krishna translating some thing like this..why you have done drama of love by planting Parijat tree in my awas which on reaching flowering stage spreads flowers in my SHOK’s house and then lord telling don’t blame me blame the wind who carries them to Rukshmani’s house.
  After listening to me she went back to her house and kept quite for few days and one day I saw that she had some person to cut all branches of the tree on her side. Next day when in the morning I saw this and also seeing that wind has carried away quite number of flowers, I could not stop smiling remembering the reply given by lord.
  Hope you are fine–with love–Nandu”

 13. Parry Dholakia said,

  December 25, 2010 @ 5:06 pm

  મને સમ્જન નર્થિ પદ્તિ મરે શો કર્વુ . ઇમ્ન્ગ્લિશ લખિ ને ગુજિતિ મ ફેર્વૈજય ?ે અત્યરે બનિશક્યુ અજ તિપ્પન મ ? આઆતો સિધે સિફથે જવબ મૈલિ ગયો. આવોૂ બને તો મરથિ ગુજરતિ મ મર તમમ સ્મ્બન્ધો સાથે ફરુથિસ સ્મપર્ક સ્સથિ શકોૂ. હ ભૈ ? ંઅને શોૂ કર્વુ તેનિ સુચ્ન લમ્હો તો બહ અભર તમમ રો. હૈ ર્ર્ય ન વન્દન્. ંઅરો ઇન્ગ્લિશ મા

 14. sneha patel - akshitarak said,

  April 5, 2013 @ 2:59 pm

  પારિજાત મારું મનગમતું ફૂલ..પણ રાત પડે અને એ તો ખરી પડે છે. ઘણીવાર અડધી રાત સુધી હું એ નાજુક ફૂલને મારી હથેળીમાં ઝીલી લેવા ખોબો ધરીને એકીટશે વૃક્ષને નિહાળતી બેસી રહું છું. ક્યારેક પળભર માટે નજર આભના તારાની છાબડીમાં ખોવાઈ જાય અને એ નાજુક પુષ્પ ના ઝીલી શકાય,એ જમીન પર પડી જાય ત્યારે જમીનની ધૂળથી એ ખરડાઈ જાય છે અને એ માટીના ડાઘા મારો જીવ વલોવી જાય છે. એને નાજુક કેસરી ડંડીથી પકડી મારા દુપટ્ટા વતી એને સાચવીને સાફ કરું છું અને પછી મારી છાબડીમાં એને સાચવીને મૂકી દઊં છું. એ પળે ભગવાન મારી ઉપર રીઝે અને વરદાન માંગવાનું કહે તો એક જ વાત કહું,

  ‘આ જમેીન પર ખરેી પડતા નાજુક નમણા ફુલોને ચાદરમાં એકઠા કરેી તને ધરાવવાનેી આ પ્રક્રિયામાઁથેી મુક્તિ આપ. તને રોજ તાજા ફુલો ચડાવેી શકુ એ માટે પણ આ મારા પ્રિય પારિજાતના ફૂલોને અક્ષત – અમર યૌવન પામે આપો. એના યૌવનની ખુશીમાં હું મઘમઘી ઉઠીશ.’

  -સ્નેહા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment