હાથમાં તો આજ છે – તો આજને પીધા કરો,
કાલની ખાલી નદીમાં સંસરીને શું કરીશું ?
મનસુખ લશ્કરી

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સુખ વિશેની વાત હળવાશથી કરતી એક સંજીદા ગઝલ…

15 Comments »

 1. himansu vyas said,

  August 28, 2009 @ 1:10 am

  ખૂબજ સુંદર . . . . . ખરેખર ખૂબજ સુંદર રચના . . . . .!

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

  બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
  ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

  આને આ રીતે વિચારીએ (મારી દ્રષ્ટીએ),

  આજનો માનવી જે રીતે માત્ર અને માત્ર સ્વકેન્દ્રી બનીને જીવન જીવી રહ્યો છે તે પ્રમાણે જોતા આવનારા દિવસોમા આપણા સંતાનોને કદાચ કાકા, કાકી, મામા, મામી, માસા, માસી વગેરે શબ્દોના અર્થ પણ સમજાવવા પડે તો નવાઈ નહી !

 2. P Shah said,

  August 28, 2009 @ 1:53 am

  ખરેખર ખૂબ જ સુંદર રચના !
  તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
  બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે…..

 3. Just 4 You said,

  August 28, 2009 @ 3:25 am

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

  બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
  ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

  નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
  નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

  ખૂબ જ સુંદર

 4. sapana said,

  August 28, 2009 @ 5:19 am

  …કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
  નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

  વાહ્..સરસ

  સપના

 5. manharmody ('મન' પાલનપુરી) said,

  August 28, 2009 @ 5:26 am

  ‘મિસ્કીન’ સાહેબની ગઝલ માટે શું કહેવું ? એકેએક શેર એકબીજાથી ચઢિયાતા છે.

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

  વાહ, ક્યા બાત હૈ !!!!

 6. mrunalini said,

  August 28, 2009 @ 6:14 am

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.
  સાંપ્રત વેદનાની અદભુત અભિવ્યક્તી
  નાસીપાસ થયેલા કે ડિપ્રેશનમાં સરી પડેલા માનવીને કોઈની હૂંફ મળવી કે એકાદ સ્મિતભર્યા સંવાદની જરૂરિયાત એક છેડે છે તો અતિમનોરંજનમાં જ રચ્યાપચ્યા રહેતા ને એને જ જીવનનો પર્યાય માનતા માનવી બીજા છેડે છે !! સમસ્યા વગરનું માનવજીવન જ શક્ય નથી.

 7. pragnaju said,

  August 28, 2009 @ 6:21 am

  કેટલાક ખંડિયરો,,,
  રંગ નીખરે હૈ
  જ્યું જ્યું બીખરે હૈ
  ત્યારે આ ખડિયેર===
  …કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
  નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.
  જાણે કે સાઠ સાઠ વરસોએ રમ્ય મહેલને જાણે ખંડિયેર બનાવી ‘ીધો છે! છ છ ‘ાયકાઓએ કોટ ને કાંગરા ખેરવી નાખ્યા છે. એકવીસ હજાર નવસો પચાસ િ’વસો એના પર ચઢી બેઠા છે. બધું જ તહસનહસ કરી નાખ્યું છે સમયે ઝુંટવી લીધું..અવરજવરનું સુખ!

 8. Kirtikant Purohit said,

  August 28, 2009 @ 6:34 am

  …કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
  નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

  very nice eક્ષ્pressions.

 9. Pinki said,

  August 28, 2009 @ 7:23 am

  કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
  ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

  કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
  નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ. ….. વાહ !!

  સુખ….ની ગઝલ સુખ આપે જ ને !!

 10. jeetuThaker said,

  August 28, 2009 @ 6:10 pm

  Is he the same Rajesh who used to be in Sharada-gram 1965-1970 ? please tell him to contact me. i met him once at Laxmi ghathiya Rath. when i was in ABD. FORENSIC invest.chief. he was in Khdi dress.

 11. sudhir patel said,

  August 28, 2009 @ 9:16 pm

  વાહ! બધાં જ શે’ર ઉત્તમ!
  સુધીર પટેલ.

 12. Rakesh Thakkar, Vapi said,

  August 29, 2009 @ 12:26 am

  આજના સાચા માનવીની આ લાગણી છે.
  તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
  બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

 13. kirankumar chauhan said,

  August 29, 2009 @ 10:59 am

  નમૂનેદાર ગઝલ.

 14. ડૉ.મહેશ રાવલ said,

  October 21, 2009 @ 11:42 pm

  ‘મિસ્કીન’ભાઈ…..
  સુખ જેવા શબ્દને ય સાવ અલગ ટચ આપી ખૂબ જ બારિક અને માર્મિક ગુંથણી કરી બતાવી જનાબ!
  ર.પા.ની અછાંદસ રચના ‘સુખ’ આ તકે સાંભરી.
  બન્ને દિગ્ગજોને સલામ.

 15. Ashok said,

  June 2, 2013 @ 11:53 am

  આજની ૨૧મી સદી એટલે ઝડપની સદી.ત્યારે માણસને પોતાનું સુખ અવનવા સાધનોમાં શોધે છે.પણ એને ખબર નથી કે સાચું સુખ સાધનોમાં નહિ પણ આપણી ભીતર રહેલું છે. આવી ગઝલ પણ આપણને એ તરફ જ અંગુલીનિર્દેશ કરે છે.
  આભાર રાજેશભાઈ…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment