અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
અનિલ ચાવડા

સમજે છે – મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

– મરીઝ

છેલ્લો શેર તો આપણે બધાએ સાંભળેલો છે અને આપણા યાદગાર શેરમાંથી એક છે. પ્રેમીઓની સાઈકોલોજીને સરળ શબ્દોમાં બયાન કરવાની મરીઝની હથોટી બીજા શેરમાં દેખાઈ આવે છે. ત્રીજા શેરમાં કવિ મઝાનો વ્યંગ કરી લે છે – જ્યાં મદિરા હલાલ ગણવી પડે એવું તે કેવું સ્વર્ગમાં દુ:ખ હશે ?

17 Comments »

  1. bhav patel said,

    August 11, 2009 @ 7:47 PM

    nice gazal !

  2. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    August 11, 2009 @ 8:29 PM

    જવાબો જે જાણે છે ને પ્રશ્નો પૂછે છે.
    મરીઝ છે.દવા ને ઉપચાર સમજે છે.

  3. તાહા મન્સૂરી said,

    August 11, 2009 @ 9:56 PM

    ઘણી જ સરસ ગઝલ,
    “મરીઝ” સાહેબ માટે સરસ શબ્દ ઘણો નાનો લાગે છે.
    ઊર્દુ ભાષામાં જે સ્થાન “મિર્ઝા ગાલિબ”નું છે તે જ સ્થાન ગુજરાતી ભષામાં “મરીઝ”નું છે
    તેથી જ તો સૈફ પાલનપુરીએ મરીઝને “ગુજરાતનાં ગાલીબ” ગણાંવ્યા હતાં.

    પીઠામાં મારૂં માન સતત હાજરીથી છે,
    મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

  4. pragnaju said,

    August 11, 2009 @ 10:25 PM

    ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
    કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

    શુભાન અલ્લાહ્

    અલ્લાહ એ જ છે કે જે રુહને પોતની તરફ બોલાવે છે.
    કહી દો કે તમને મલેકુલ મૌત આખરી મંઝીલ સુધી પહોંચાડે છે.
    જે લોકોને ફરીશ્તાઓએ એ હાલમાં ઉઠાવ્યા
    જે પોતાના નફસ પર ઝૂલ્મ કરનારા હતા.
    ….મૌલાના સૈયદ તહેકીક હુસૈન રિઝવી સાહેબ

  5. sapana said,

    August 11, 2009 @ 11:08 PM

    khub saras gazal.fari vaanchi pan maja padi.

    Sapana

  6. વિવેક said,

    August 12, 2009 @ 12:15 AM

    મસ્ત ગઝલ…

  7. ashutosh said,

    August 12, 2009 @ 12:22 AM

    ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
    આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

    Wah, baki kai kehvanu rehtuj nathi.
    Fantastically fine philosophical Gazal.

  8. Pinki said,

    August 12, 2009 @ 2:53 AM

    “મરીઝ” સાહેબની સરસ ગઝલ…. no words !!

  9. divyesh said,

    August 12, 2009 @ 4:26 AM

    પરંતુ કહેવાની લજ્જત જવા નથી દેવી,
    મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

    wah wah , heart touching 🙂

  10. manharmody ('મન' પાલનપુરી) said,

    August 12, 2009 @ 5:50 AM

    good gazal.

  11. Lata Hirani said,

    August 12, 2009 @ 12:43 PM

    મરીઝ સાહેબની આ ગઝલ હોય તો… ઠીક ઠીક લાગી..

  12. sudhir patel said,

    August 12, 2009 @ 6:48 PM

    પરંપરાગત લહેજાવાળી ગઝલ માણવાની પણ મજા છે.
    સુધીર પટેલ.

  13. હેમંત પુણેકર said,

    August 13, 2009 @ 12:08 AM

    આખી ગઝલ જ ખૂબ સરસ છે પણ મક્તાની મજા…આહાહાહા!!!

  14. વિવેક said,

    August 13, 2009 @ 5:15 AM

    મરીઝને માત્ર પરંપરાના શાયર ગણતા લોકોએ આ ગઝલ આખી વાંચવા જેવી છે. હવાને શિકારીની જાળ કહેવાનું કલ્પન અત્યાધુનિક ગઝલકારોને પણ સૂઝે ખરું ?

  15. himmat said,

    August 13, 2009 @ 5:28 PM

    ગુજરાતી ગઝલનો ઈતિહાસ આલેખતા અનેક અધારભૂત લેખો અને ગ્રંથોમાં મરીઝનું સ્થાન અને પ્રદાન નોંધાયેલું જ છે. એમાંથી ખબર પડશે કે મરીઝ પરંપરાના શાયર કહેવાય કે આધુનિક શાયર કહેવાય.

  16. harkant said,

    August 13, 2009 @ 5:35 PM

    મરીઝ એટલે બેલાશક લોકભોગ્ય કાતિલ શાયર. ગુજરાતી ગઝલનો ઈતિહાસ આલેખતા અનેક અધારભૂત લેખો અને ગ્રંથોમાં મરીઝનું સ્થાન અને પ્રદાન નોંધાયેલું જ છે. એમાંથી ખબર પડશે કે મરીઝ પરંપરાના શાયર કહેવાય કે આધુનિક શાયર કહેવાય.

    હાલના અતિઆધુનિકગઝલકારોને તો એવું એવું સૂઝે છે કે જે ખરેખર કોઈ કવિતા પ્રકારમાં ના ચાલી શકે.

  17. અનામી said,

    August 14, 2009 @ 7:17 AM

    શું આધુનિક ને શુ પર્ંપરાગત……. દિલમાં ખલબલાટ મચાવી જાય એવી ગઝલ લખનાર એટલે શાયર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment