એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
હરદ્વાર ગોસ્વામી

શબ્દનું સાન્નિધ્ય – દિલીપ ઠાકર

શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.

શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.

શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.

શબ્દ છે તાનારીરીની ગાયકી,
તાનસેનોને અહીં ઠરવું હતું.

શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.

શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

– દિલીપ ઠાકર

સર્જનની પ્રક્રિયા વિશે અઢળક લખાયું છે. છતાં આ ગઝલ નવી વાત કરવામાં સફળ થાય છે. પહેલો જ શેર જુઓ – શબ્દનું સાન્નિધ્ય કેમ કેળવ્યું ? તો કહે, પોતાની જાતને મળવા માટે ! તાનારીરીની ગાયકીના જોરે દીપક રાગ ગાઈને બળી ઉઠેલા તાનસેનને બચાવેલો એ લોકવાયકાનો આધાર લઈને કવિએ બહ મઝાનો શેર કહ્યો છે. તાનસેનોનું મહત્વનો છે જ, પણ એક ખૂણામાં નામ-દામની આશા વગર કલાની સાધના કરે રાખતા તાનારીરી જેવા કલાકારોનું અદકું મહત્વ છે એવો પણ ઈશારો છે. છેલ્લા શેરમાં દરેક શબ્દનું અંતિમ ગંતવ્ય તો નિ:શબ્દમાં ભળવાનું હોઈ શકે એવી ઊંચી વાત કરી છે.

11 Comments »

  1. sudhir patel said,

    August 5, 2009 @ 10:08 PM

    ખૂબ જ સુંદર ગઝલ! મજા આવી.
    સુધીર પટેલ.

  2. vijay shah said,

    August 5, 2009 @ 10:33 PM

    મઝા આવી ગૈ

    શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
    બે જ હાથોથી નમન કરવું હતું.

    શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

    ખુબ સુંદર્!

  3. pragnaju said,

    August 5, 2009 @ 11:36 PM

    સુંદર

    તદ્દન એકાંત હોય,
    બહારથી કોઈ શબ્દ ન સંભળાતા હોય
    તોપણ માનવ પોતાના મનને સ્થિર કરી …

    શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું..

  4. mrunalini said,

    August 5, 2009 @ 11:51 PM

    શબ્દ છે તાનારીરીની ગાયકી,
    તાનસેનોને અહીં ઠરવું હતું.
    ખૂબ મઝાનું
    સમ્રાટ અકબરના નવરત્નોમાં સ્થાન પામનાર સંગીત સમ્રાટ તાનસેનને દિપક રાગ ગાવાથી ઉપડેલા દાહને મલ્હાર રાગ દ્વારા શાંત કરનાર વડનગરની સંગીત સામ્રાજ્ઞાીઓ તાના અને રીરીની યાદમાં શાસ્ત્રીય ગાયાન અને વાદનનો ભવ્ય સંગીત સમારોહ યોજાશે.ભકત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી ર્શિમષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ સંગીત કલાના સન્માન માટે પાછળથી આત્મ બલિદાન પણ આવ્યું હતું. જેની યાદમાં આજે પણ સંગીતજ્ઞાો રાગનો આલાપ કરતાં પહેલાં નોમ-તોમ-તાના-રીરીનું સ્મરણ કરીને ગાયકી શરૃ કરે છે. આ કલાધારિણી બહેનોના સમાધિ સ્થળ નજીક અમારા વડનગરમાં તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ છે.

  5. વિવેક said,

    August 6, 2009 @ 2:17 AM

    સુંદર ગઝલ…

    છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે (ઉમાશંકર જોશી)

  6. ઊર્મિ said,

    August 6, 2009 @ 11:12 AM

    વાહ… ખૂબ મજા આવી ગઈ. દરેક શે’રમાં ‘શબ્દ’ની સુંદર જાળવણી થઈ છે.

    મને વિવેકની આદ્યંતે રદીફની ગઝલ યાદ આવી ગઈ.
    http://vmtailor.com/archives/86

    આને પણ આદ્યંતે રદીફવાળી ગઝલ કહી શકાય ને??

  7. વિવેક said,

    August 7, 2009 @ 12:03 AM

    કહી શકાય… કવિની ઉપર આધાર રાખે છે !

  8. डॉ निशीथ ध्रुव said,

    August 7, 2009 @ 4:38 AM

    In the beginning was Word. आपणे पण नादब्रह्मनो – शब्दब्रह्मनो महिमा गाईए छीए. मूकपणुं – अर्थहीन शब्दो – एकाक्षरी शब्दो – काला घेला बोल – भाषा – शब्दभण्डोळ – साहित्भायिक षाभिव्यक्ति वगेरे टप्पाओ पसार करीने छेवटे मौनमां विलीन थई जईए छीए : शब्दनां झाडवांनुं पांदडुं थईने खरी पडीए छीए. शब्दनो सूर ज्योत प्रगटावी शके छे तो एने ठारी पण शके छे. शब्दनी ज मददथी आपणे चिन्तन करी शकीए छीए, मनन करी शकीए छीए. ए शब्दब्रह्मने नमस्कार करीने कवि जाणे कहे छे के शरीरनुं शब थये शब्द क्यां जाय छे? निःशब्दतानी अनुभूति लेवानी एनी उत्कण्ठा बहु ज सरस रीते व्यक्त थई छे.
    //પાંદડું તેનું થઇ ખરવું હતું.// – \\પાંદડું તેનું થઈ ખરવું હતું.\\
    //તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.// – \\તત્ત્વમાં નિ:શબ્દ થઈ ભળવું હતું.\\
    //બળી ઉઠેલા તાનસેનને // – \\બળી ઊઠેલા તાનસેનને\\
    //મહત્વ// – \\મહત્ત્વ\\
    //ઈશારો// – \\ઇશારો\\

  9. डॉ निशीथ ध्रुव said,

    August 7, 2009 @ 4:46 AM

    माफ करजो – कंईक विचित्र टपाई गयुं!
    //साहित्भायिक षाभिव्यक्ति // – \\ साहित्यिक भाषाभिव्यक्ति\\

  10. Dinesh Pandya said,

    August 16, 2009 @ 1:45 AM

    સુંદર ગઝલ!
    શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.
    સાચી વાત. શબ્દ જ આપણું જીવન છે. પછી તો નકરી નિઃશબ્દતા જ છે.

    કોઈ કવિએ (નામ યાદ નથી) એમ પણ લખ્યું છે.

    જો જરા અડકો તો છટપટી ઊઠે
    શબ્દ સંવેદના નો ભારો છે….
    શબ્દ ક્યાં મારો કે તમારો છે
    શબ્દ હરકોઈ નો દુલારો છે….

    આભાર!

  11. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 7:12 AM

    ખુબ સુંદ્ર રચના.

    શબ્દમાં જીવી જઇને આખરે,
    તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment