ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ભગવતીકુમાર શર્મા

તારા અક્ષરના સમ – મૂકેશ જોશી

જો મારી આંખોનો આટલો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
                                                                     – તારા અક્ષરના સમ

તું મારી વાદળી  શાહીમાંથી  વાદળાં કેવાં   ઉડાડતો   હું   જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી

        કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
                                                                     – તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
                                                                       – તારા અક્ષરના સમ

– મૂકેશ જોશી

સુંવાળા મઘમઘતા ગીતોનો રમેશ પારેખનો વારસો મૂકેશ જોશીએ જાળવ્યો છે – ન માનતા હો તો આ ગીત વાંચીને ચોક્કસ માનતા થઈ જશો !

15 Comments »

 1. Jayshree said,

  July 28, 2009 @ 8:26 pm

  એકદમ મજાનું ગીત..

  જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
  – તારા અક્ષરના સમ

  ઇમેઇલના જમાનામાં પણ જાણે એમ થઇ જાય કે – ચાલ, એકાદ પ્રેમપત્ર લખી નાખીએ, જેથી કોઇ એ વાંચીને કહી શકે કે – તારા અક્ષરના સમ..!! 🙂

 2. sapana said,

  July 28, 2009 @ 9:52 pm

  સરસ! અક્ષ્રર એટ્લે મનની વાત કહેવાનું શસ્ત્ર.
  અને વળી એનાં સમ!વાહ મૂકેશ્ભાઈની કલ્પના ને.
  સપના

 3. anil parikh said,

  July 28, 2009 @ 10:13 pm

  તારા અક્ષરના સમ ઍ તારાપણાના સમ

 4. Dinesh said,

  July 28, 2009 @ 10:46 pm

  અદભુત રચના….

 5. કેતન રૈયાણી said,

  July 28, 2009 @ 11:49 pm

  ખરેખર ખૂબ જ ગમ્યું..

 6. pragnaju said,

  July 29, 2009 @ 12:52 am

  કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યાં
  શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા

  જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલા મેં લીધા જનમ
  – તારા અક્ષરના સમ
  વાહ્
  બીજો પત્ર લખી કાઢો,,,કાસીદ આવતા પહેલા
  તેનો ઊત્તર તમને ખબર છે જ…!

 7. વિવેક said,

  July 29, 2009 @ 2:31 am

  સુંદર રચના…

 8. Pinki said,

  July 29, 2009 @ 4:21 am

  મૂકેશભા…ઈ,
  – તારા અક્ષરના સમ, મજા આવી ગઈ !
  અર્થોની નદીઓમાં તણાઈ જવાયું …. !!

 9. Pancham Shukla said,

  July 29, 2009 @ 5:17 am

  ખૂબ સુંદર રચના. રમેશ પારેખ અને કૃષ્ણ દવે બેય તરત યાદ યાદ આવે !!!

 10. preetam lakhlani said,

  July 29, 2009 @ 5:40 am

  ભાઈ પચમ શુકલા, મુકેશ નુ ગીત મજાનુ છે એમા કોઈ ના નહી, ને છતા સત્યતો આ છે કે ક્યા રાજા ભોજ ને કયા ગાગુ તેલી !…..

 11. ઊર્મિ said,

  July 29, 2009 @ 9:31 am

  સ-રસ મજાનું ગીત…!

  જયશ્રી, સાચી વાત… આ ઈમેલનાં જમાનામાં તો જાણે એમ કહીએ તોય ખોટું નથી કે–

  જો મારી આંખોનો આટલો ધરમ
  તારી ઈમેલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ –
  – તારા ફોન્ટડાનાં સમ

  😀

  (માફ કરજો મુકેશભાઈ… આ તો બસ બે ઘડી ગમ્મત કરી છે!)

 12. ખજિત said,

  July 29, 2009 @ 9:37 am

  સરસ ગીત, તારા અક્ષરના સમ.

  કહેવાય છે કે માણસ ભલે ના રહે, પણ એના અક્ષર અજર અમર છે.

 13. Janak said,

  July 29, 2009 @ 1:37 pm

  સુનદર અક્શરોમા સ્નેહ્ભ્રરયા શબ્દો એ વાચે ,વાગોળે

  ઍ પ્રેમ્નુ પરિણામ્..પછિ…સત્ય.. તારા આ….ન સમ્…

 14. urvashi parekh said,

  July 29, 2009 @ 6:21 pm

  સરસ ગીત…
  તારા અક્ષર ના સમ..
  મુકેશભાઈ, તમારા વીચારો ક્યાં ક્યાં પહોંચે છે?
  અને શબ્દો માં પણ સરસ રીતે મુકી શકો છો..

 15. nupur dholakia said,

  October 25, 2010 @ 12:54 pm

  ખુબ જ સુન્દર રચના… મુકેશ ભ વાહ્્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment