આગામી કોઇ પેઢીને દેતા હશે જીવન,
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના.
મરીઝ

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.

સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
– હેમેન શાહ

કવિ અહીઁ નવા કવિઓ માટે કવિ કેવી રીતે બનવું એનું પ્રિસ્ક્રિપ્શન લખે છે. (હા, કવિ વ્યવસાયે તબીબ જ છે!) કવિતા કરવાની પ્રવૃત્તિ (કે પ્રકૃતિ) આમ તો બયાન કરવી અધરી છે. પણ અહીઁ આછા વ્યંગના આધારે કવિ ધાર્યા નિશાન સર કરે છે. દિવ્યભાસ્કરમાં સુરેશ દલાલે કવિતાનો આસ્વાદ કરાવેલો એ સાથે જોશો. (એ આસ્વાદનું શીર્ષક એમણે ‘કવિતા એટલે પ્રતિક્ષા’ આપેલું.)

10 Comments »

  1. Jayshree said,

    July 26, 2009 @ 1:32 PM

    વાહ.. ક્યા બાત હૈ..!! મઝા આવી ધવલભાઇ..

    નવા કવિઓ સિવાયના પણ ઘણાને કામ લાગે એવું છે આ પ્રિસ્ક્રિપ્શન 🙂

  2. sudhir patel said,

    July 26, 2009 @ 3:49 PM

    ખૂબ જ સરસ અછાંદસ રજૂઆત!
    સુધીર પટેલ.

  3. R Oza said,

    July 26, 2009 @ 4:43 PM

    ગુણવંત શાહ જેવુઁ જ લખ્યું છે. આ લેખક કયા સમાચાર પત્રમાઁ કોલમ ચલવે છે ? બૌ જ સારો લેખ લખ્યો છે.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 26, 2009 @ 7:09 PM

    આ મેં વધુ પડતું ફાક્યું તો કવિતાનું મૃત્યુ થઈ ગયું અને થોડા વખતમાં મને સવિતા મળી ગઈ.
    હે man,તમારો ખૂબ ખૂબ આભાર!

  5. pragnaju said,

    July 26, 2009 @ 7:14 PM

    અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર અને રજિસ્ટર્ડ મૅડીકલ પ્રેકટીશનર દ્વારા લખાયલું કાવ્ય અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર અને રજિસ્ટર્ડ મૅડીકલ પ્રેકટીશનરો દ્વારા મુકવા બદલ અભિનંદન
    ઘણા કવિઓએ કહેલા વિચારો વ્યવસ્થિત મૂકાયા છે.
    ‘ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા, ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે….’સંત કવિની વાણી તો પોલીટીકલ કવિ; …”પ્રતીક્ષા વરસાદની, આવ્યું કેમિકલનું પૂર ! એક ખેડાઈ ગયેલા ખેતરમાં કેમિકલયુકત એફલ્યુઅન્ટનું ‘ તો બીગ બીની-;અમિતાભના ઘર પ્રતીક્ષા બહાર પાણીનો ભરાવો થયો છે અને પાણી પ્રતીક્ષાના રિસેપ્શન …!ત્યારે વફાસાહેબની-;પ્રતીક્ષા તણી નાજુક કળીઓ ની બખોલમાઁ, મોતી મહેકના શોધતી પડઘાયછે ત્રુષા…;ત્યારે બાળ સ્વભાવના રઈશ તો પ્રતીક્ષા
    ‘પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
    પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
    કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
    તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી’
    શબરી,રાધા જેવી પ્રતિક્ષા હોય તો અનુભૂતિ થાય….’
    વધુ ગમી વાત–‘દીવાનગીનાં ચશ્માંની..અનેક સવાલોનો એક જવાબ’
    અમારો અનુભવ

  6. bhav patel said,

    July 26, 2009 @ 8:56 PM

    આ સમાચારની ભાષામાં લખાયેલી કવિતા કેવળ કાનને ગમે એટાલા પુરતી મર્યાદિત છે, ડૉ.
    મિરોસ્લાવના કવ્યો જેટલુ ઊંડાણ નથી. બાકી નવી ભાષા અને અછાંદસના પ્રયોગો મે હમણા
    નવી વેબસાઈટ પર જોયા દા.ત.
    આ રાઈ દાંણા
    હેન્ડગ્રનેડ સરળતાથી
    રસોડમાં આમતેમ દડબડે છે;

    પાછળ તરે છે તે કાળો પડછાયો……અને આવા અનેક કાવ્યો માટે વાંચો
    http://himanshupatel555.wordpress.com

  7. વિવેક said,

    July 27, 2009 @ 2:28 AM

    સુંદર જાણીતું કાવ્ય… અછાંદસની આ પરિભાષા જોકે મને હજી પૂરેપૂરી કળાતી નથી…

  8. Harkant Vyas said,

    July 27, 2009 @ 5:20 AM

    I am shocked to see Hemen Shah on such wordy gimmikery. In past he was writing beautiful Gajhals. It is disheartening to see the duet of Hemen and Uddayan, nowadays write so many things below their dignity and caliber.

  9. preetam lakhlani said,

    July 27, 2009 @ 2:32 PM

    પ્રિય હેમેન્,તારી આ કવિતા થોડા વખત પહેલા ‘કવિતામા વાંચી ત્યારે વિચારને વટોળે ચડિ ગયો હતો કે, આ નખશિખ ગઝલકાર આ અછાંદસ ને રવાડે કયાથી ચડી ગયો, જો કે મે તારી બે ચાર અછાદ્સ રચના તે મને મોકલેલ તારા બીજા ગઝ્લ સગ્રહ મા વાચેલ્ પણ, આજે આ કવિતા ફરી વાર નિરાતે વાચી તો મજા આવી ગઈ…..આશા રાખુ છુ કે હવે ફરી તારી ગઝલ આ વેબ સાઈટ પર વાંચવા મલશે….મુંબઈમા ઉદયન અને જવાહ્રર ને મારી ખાટિ મીઠી યાદ્…

  10. ઊર્મિ said,

    July 28, 2009 @ 12:34 PM

    કેદાડની આને હું પોસ્ટ કરું પોસ્ટ કરું માં રહી જતી હતી… પણ આ તો આ ડોક્ટરે જ પ્રિસ્ક્રાઈબ કરી દીધી… ફરીથી પ્રિસ્ક્રિપ્શન માણવાની મજા આવી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment