જગતના દુઃખથી ત્રાસ્યા હો તો રાખો દુઃખ મહોબ્બતનું,
એ એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.
બરકત વિરાણી ‘બેફામ’

આદમી થઈને – સુધીર પટેલ

રુએ શું આમ આદમી થઈને !
રાખજે હામ, આદમી થઈને.

વાડ ને વાદથી ઉપર ઊઠી,
ફર સરેઆમ આદમી થઈને.

આવકારો બધે મળી રહેશે,
આવજે આમઆદમી થઈને.

આદમી થઈ જીવી જવાનો તું,
આપ પૈગામ આદમી થઈને.

થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
એવું કર કામ આદમી થઈને.

અવતરણ નહિ મળે ફરી ‘સુધીર’
કાઢજે નામ, આદમી થઈને.

– સુધીર પટેલ

‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ. આ ગઝલ એ જ વાતને ફરી યાદ કરાવી આપે છે. ‘ઉકેલીને સ્વયંના સળ’ સંગ્રહ મોકલવા માટે સુધીરભાઈનો ખાસ આભાર.

15 Comments »

 1. priyjan said,

  July 24, 2009 @ 3:36 pm

  ‘આદમી હોવું’ પણ કેટલા માનની વાત છે એ વાત આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ.”

  આદમી થવું ઘણા જ હામ ની પણ વાત છે…….ઘણી હિમ્મત જ્રુરુરી છે “આદમી થવા માટે….

  ” હું માણસ માનવી થઊં તો ઘણું” રવિશંકર મહારાજ્

 2. pragnaju said,

  July 24, 2009 @ 5:30 pm

  આદમી થઈ જીવી જવાનો તું,
  આપ પૈગામ આદમી થઈને.

  થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
  એવું કર કામ આદમી થઈને.
  સરસ
  સ્યેષાં ન વિદ્યા, ન તપો ન દાનં, ન જ્ઞાનં, ન શિલં, ન ગુણો ન ધર્મં ।.
  તે … માનવી માનવ બને તો ઘણું!

 3. mrunalini said,

  July 24, 2009 @ 5:34 pm

  થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
  એવું કર કામ આદમી થઈને.
  વાહ્
  બાકી

  માનવી ની દવા
  સામે કુદરતે
  આપ્યો
  નવો રોગ

  અન્યાયના પૈસા લઇને
  રોજ જાય મદિરમા
  પોતાના ગુના
  ઓનો
  હિસાબ કરવા

 4. Pancham Shukla said,

  July 24, 2009 @ 7:46 pm

  સરસ ગઝલ.

 5. sudhir patel said,

  July 24, 2009 @ 9:10 pm

  આભાર, ધવલભાઈ!
  બીજા શે’રના ઉલા મિસરામાં પ્રૂફની નાની ભૂલ છે, જે આ મુજબ સુધારવા વિનંતી.
  ‘વાદળી’ ને બદલે ‘વાદથી’ હોવું જોઈએ.

  વાડ ને વાદથી ઉપર ઊઠી,
  ફર સરેઆમ આદમી થઈને!

  સુધીર પટેલ.

 6. વિવેક said,

  July 24, 2009 @ 11:21 pm

  મસ્ત ગઝલ… ટૂંકી બહેર અને લાંબી વાત… બધા શેર સરસ થયા છે… આમઆદમીવાળી વાત સવિશેષ ગમી ગઈ…

 7. Pinki said,

  July 25, 2009 @ 4:34 am

  વાહ… સરસ ગઝલ, સુધીરઅંકલ !

  આમ આદમીની ‘આમ’ વાતો કેટલી ?
  રદીફ, કાફિયા જ મજાનાં ….

 8. હેમંત પુણેકર said,

  July 25, 2009 @ 11:58 am

  સરસ ગઝલ! બધા જ શેર સરસ થયાં છે. આ શેર ખાસ ગમ્યાં:

  વાડ ને વાદથી ઉપર ઊઠી,
  ફર સરેઆમ આદમી થઈને.

  આવકારો બધે મળી રહેશે,
  આવજે આમઆદમી થઈને.

 9. Abhijeet Pandya said,

  July 26, 2009 @ 11:01 am

  સુંદર રચના.

  થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
  એવું કર કામ આદમી થઈને.

  દુબારા કહેવાનું મન થાય તેવો શેર.

 10. 'ISHQ'PALANPURI said,

  July 26, 2009 @ 10:07 pm

  સરસ ગઝલ !
  શબ્દે શબ્દે સાદગી સાથે ઠાવકઈ છે
  આવકારો બધે મળી રહેશે,
  આવજે આમઆદમી થઈને.
  આ શેર વિશેષ ગમ્યો.

 11. kirankumar chauhan said,

  July 27, 2009 @ 6:45 am

  બહોત બઢિયા ગઝલ.

 12. Manhar Mody said,

  July 27, 2009 @ 12:23 pm

  “હું માનવી માનવ થાઊં તો ઘણું” ઘણા વર્ષોથી પ્રચલિત ઉક્તિની યાદ તાજી કરાવતી ગઝલ. બધા જ શેર મમળાવવા જેવા. આ તો ખાસ ઃ
  થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
  એવું કર કામ આદમી થઈને.

 13. ઊર્મિ said,

  July 28, 2009 @ 12:39 pm

  ખૂબ જ મજાની ગઝલ થઈ છે!

 14. Rakesh Thakkar, Vapi said,

  July 31, 2009 @ 12:57 am

  સરસ ગઝલ. આજે માનવતા મરવા પડી છે ત્યારે સુધીરભાઇએ માનવીઓને આ શેરથી સરસ પાનો ચડાવ્યો છે.
  થાય ઈશ્વરને પણ જરા ઈર્ષ્યા
  એવું કર કામ આદમી થઈને.

 15. Rajesh Bhavsar said,

  August 26, 2009 @ 12:47 pm

  બહોત ખૂબ! સઘળા શાસ્ત્રોનો સાર સુધીરભાઈએ કેટલી સરળ રીતે સમજાવી દીધો! ધન્યવાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment