આવશે ‘ઈર્શાદ’, અસલી ઘર હવે,
જીવ મારો ખોળિયે મૂંઝાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગઝલ – દિનકર પથિક

હોય છે ભારોભાર મારામાં,
એક તારો વિચાર મારામાં.

આમ રહીને અજાણ મારાથી,
કોણ મારે લટાર મારામાં ?

પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
ખળભળી એ ધરાર મારામાં.

મોત ને જીંદગીની વચ્ચેનો ,
જીવવાનો પ્રકાર મારામાં

રોજ જન્મે ને રોજ દફનાવું,
આશ તારી મઝાર મારામાં

દોસ્ત બે અક્ષરો મળ્યા અમને,
થઇ ગઝલ ની બજાર મારામાં.

દિનકર પથિક

(ટાઇપ સૌજન્ય: ડૉ. કલ્પન પટેલ, સુરત)

11 Comments »

  1. કુણાલ said,

    July 24, 2009 @ 1:54 AM

    સુંદર ગઝલ…

    મત્લો અને ત્રીજો શેર ખાસ ગમ્યાં …

  2. manharmody ('મન' પાલનપુરી) said,

    July 24, 2009 @ 3:18 AM

    ટૂંકી બહેર માં લાંબી મજલ,

    મોત ને જીંદગીની વચ્ચેનો ,
    જીવવાનો પ્રકાર મારામાં

  3. pragnaju said,

    July 24, 2009 @ 9:45 AM

    સુંદર ગઝલ…

    પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
    ખળભળી એ ધરાર મારામાં.
    વાહ્
    ઈશ્કેહક્ક્

  4. P Shah said,

    July 24, 2009 @ 11:16 AM

    સુંદર ગઝલ
    બધા જ શેર ગમ્યા

  5. sapana said,

    July 24, 2009 @ 12:04 PM

    હોય છે ભારોભાર મારામાં,
    એક તારો વિચાર મારામાં.

    છા ગયે યાર!!દિનકરભાઈ છવાઈ ગયાં.વાહ..

    સપના

  6. Ramesh Patel said,

    July 24, 2009 @ 12:16 PM

    રોજ જન્મે ને રોજ દફનાવું,
    આશ તારી મઝાર મારામાં

    સરસ કલ્પના.મજાની ગઝલ

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. ધવલ said,

    July 24, 2009 @ 1:32 PM

    હોય છે ભારોભાર મારામાં,
    એક તારો વિચાર મારામાં.

    આમ રહીને અજાણ મારાથી,
    કોણ મારે લટાર મારામાં ?

    સરસ ! આખી ગઝલ જ સરસ છે!

  8. priyjan said,

    July 24, 2009 @ 3:24 PM

    ખૂબ જ સરસ ઘઝલ છે – મજા આવી ગઈ…

    “હોય છે ભારોભાર મારામાં,
    એક તારો વિચાર મારામાં.”

    “પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
    ખળભળી એ ધરાર મારામાં.”

    સુંદર્ શેર

  9. Pancham Shukla said,

    July 24, 2009 @ 7:49 PM

    આમ રહીને અજાણ મારાથી,
    કોણ મારે લટાર મારામાં ?

  10. sudhir patel said,

    July 24, 2009 @ 9:25 PM

    ભાવનગરના મુરબ્બી કવિ-મિત્ર દિનકર પથિક ખૂબ જ સુંદર શેરિયતથી ભરપૂર ગઝલ માણવાની મજા આવી. પોસ્ટીંગ બદલ આભાર.
    સુધીર પટેલ.

  11. Pinki said,

    July 25, 2009 @ 4:29 AM

    પ્રેમ શું છે ? નદીને પૂછ્યું તો
    ખળભળી એ ધરાર મારામાં…… સરસ ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment