એવા વળાંક પર હવે ઊભો છે કાફલો;
અહીંથી જવાય રણ તરફ, અહીં નદી તરફ.
કિસન સોસા

કવિ ડૉટ કોમ

ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

– અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)

30 Comments »

 1. Jayshree said,

  July 18, 2009 @ 1:22 am

  આ લિસ્ટમાંની મોટાભાગની વેબસાઇટ / બ્લોગ વિષે ખબર હતી, પણ ‘છ અક્ષરનું નામ’ પણ એમાં જોઇને અત્યંત સુખદ એવું આશ્વર્ય થયું.

  આભાર મિત્ર..!

 2. Kirtikant Purohit said,

  July 18, 2009 @ 6:25 am

  You have not included

  www,aasvad.wordpress.com run by Shri Pravin Shah
  readgujarati.com
  bharatdesai.wordpress.com
  webmehfil.com
  known atlist to me.There may be more.

 3. વિવેક said,

  July 18, 2009 @ 6:59 am

  પ્રિય કીર્તિકાંતભાઈ,

  આ સ્વરચિત છંદોબદ્ધ કાવ્યોના બ્લૉગ્સ અને સાઈટ્સનું લિસ્ટ છે.. અન્યની કવિતાઓ સમાવતા બ્લૉગ્સની યાદી તો કદાચ બસોથીય વધુ થઈ જાય. આપ જોઈ શકો છો કે આ યાદીમાં લયસ્તરોનું નામ પણ નથી…

  અંકિત ત્રિવેદીએ પણ બ્લૉગ ચાલુ કર્યો હતો જેની જાણ આજે બપોરે જ એષા દાદાવાલા મારફત થઈ છે એટલે એ ઉમેરી દઉં છું. એષાએ પણ આજે જ એનો બ્લૉગ શરૂ કર્યો છે એ પણ ઉમેરી દઉં છું…

 4. pragnaju said,

  July 18, 2009 @ 8:59 am

  ખૂબ સુંદર
  ‘છ અક્ષરનું નામ’ વેબનું ઉદઘાટન મને યાદ છે તે પ્રમાણે પૂ મોરારીબાપુને હાથે થયું હતુ
  ત્યારે જે શેર કહેવાયા તે મળે તો લખવા વિનંતી

 5. priyjan said,

  July 18, 2009 @ 1:03 pm

  આજે લયસ્તોરી ની બારી ખોલી ને આટલા બધા કવિ અને એમની ક્રુતિ ઓ આમ જો ક્મપ્યુટર્ દ્વારા મારે આંગણે આવી એનો ખૂબ ખૂબ આનંદ્ છે !!!

  વિવેક અને ધવલ તમરો ઘણો ઘણો આભાર ………..

 6. Chandresh Thakpre said,

  July 18, 2009 @ 6:40 pm

  વિવેકભાઇઃ “કવિ” હોવાનો મક્કમ દાવો કરી શકું એમ નથી જ. તો યે મારા વિચારોને, સંવેદનોને કાગળ પર ઉતારવાની લાલચનો ગુન્હેગાર છું જ. કાગળથી બ્લોગ પર પહોંચવાની ધગશને પણ હું લગામથી કાબુમાં રાખી શક્યો નથી! મારો બ્લોગ છેઃ http://www.shabd-aayno.blogspot.com … આ માહિતી ધવલભઈને આ અઠવાડિયે જ મોકલી છે. વેબસાઈટના લિસ્ટમાં સામેલ કરવાની વિનંતી કરું છું. આભાર્ … ચંદ્રેશ ઠાકોર

 7. urvashi parekh said,

  July 18, 2009 @ 11:16 pm

  ચાલો ખજાનો મળી ગયો.
  ન ખુટે તેવો,મનભેર માણી શકાશે.
  આભાર્..ખુબ ખુબ આભાર..

 8. Pinki said,

  July 19, 2009 @ 1:15 am

  ર.પા.ની પુણ્યતિથીએ ૧૭ મે,૨૦૦૯નાં જ તેમની વૅબનું ઉદઘાટન હતું,
  અને બાપુએ ૨૨મીનાં રોજ તેમનાં હાથે ઉદઘાટન રાજકોટમાં કર્યું હતું

  તો “કાળ સાચવે પગલાં” નીતિન વડગામા સંપાદિત ર.પા.ની અગ્રંથસ્થ રચનાઓ અને સંજય વૈદ્ય સંપાદિત ર.પા.ની રચનાઓનું પુસ્તક “e-મોશન્સ” ની લોકાર્પણ વિધિ પણ ત્યારે જ હતી.

 9. Pinki said,

  July 19, 2009 @ 1:16 am

  સૌ કવિઓનું ગુજરાતી નૅટ જગતમાં ( રૅડ કારપેટ ) સ્વાગત ….. !!

 10. Chetan Framewala said,

  July 19, 2009 @ 1:39 am

  સહ આનંદ એક નવા બ્લોગની જાણ કરવી છે.
  કવિ છે- મુકેશ જોશી –
  બ્લોગ લિન્ક છેઃ-

  http://mdj029.wordpress.com
  આ બ્લોગ જુન ૨૦૦૯ માં શરુ થયો છે.
  ગુજરાતી વેબ જગતમાં એક ઔર કલગી ઊમેરાઈ.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 11. mrunalini said,

  July 19, 2009 @ 3:23 am

  આદરણિય પીન્કીબેનનો આભાર
  હંમણા પૂ મોરારીબાપુની કથામા આ કાવ્યનો અવાર નવાર ઉલ્લેખ આવે છે
  સંત –

  પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
  સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા

  કેવળ હસ્તી; ગરીબાઈ કે ગરથ અડે નહીં કશાં
  નિજમાં નિજની મબલખ મસ્તી, છતાં ઉન્મની દશા

  ટેવે સૌને સરખાં, એને નહીં અરિ, નહીં સગલાં

  આજ કોઈને ફળિયે, કાલે કોઈ અરણ્યે જડે
  પડે ન સ્હેજે ખુદનો ડાઘો એમ જગતને અડે

  દુર્લભ એ દરવેશ કે જેનાં કાળ સાચવે પગલાં

  પાંચીકાના હોય, હોય નહીં કદી સંતના ઢગલા
  સંત સહુને મુકિત વહેંચે, નહીં વાઘા, નહીં ડગલા
  રમેશ પારેખ

 12. વિવેક said,

  July 19, 2009 @ 4:39 am

  પ્રિય મૃણાલિનીબેન,

  ‘કાળ સાચવે પગલાં’ સંગ્રહના છેલ્લા કવરપેજ પર આ ગીત – ‘પાંચીકાના હોય’ ર.પા.ના હસ્તાક્ષરમાં છે!

  અને પ્રિય ચેતનભાઈ,

  મુકેશભાઈના બ્લૉગનો તો આ લિસ્ટમાં સમાવેશ કર્યો જ છે…

 13. jigar joshi prem said,

  July 19, 2009 @ 9:38 am

  Wah ! khub majjjjja aavi ! 6 axarnu nam…….pan samavisht thayu…….

 14. P Shah said,

  July 21, 2009 @ 4:30 am

  સરસ માહિતી આપી.
  આભાર

 15. સુનિલ શાહ said,

  July 21, 2009 @ 11:09 am

  સરસ, ઉપયોગી સંકલન બદલ આભાર.

 16. Gaurang Naik said,

  July 21, 2009 @ 11:14 am

  Include the link

 17. preetam lakhlani said,

  July 21, 2009 @ 12:14 pm

  પ્રિય ધવલભાઈ અને વિવેક ભાઈ,
  આદિલ થી એસા દાદાવાળાની સારી કવિતા તેમનિ વેબ પર વાંચવા મલશે અટલે હવે મારા જેવાને ફાલતુ વેબ પર જવાની જરુર નહી પડે !Thank you,બહુજ્ આભાર્ રમેશ પારેખની વેબ બહુજ સારી લાગી,

 18. Gaurang Naik said,

  July 22, 2009 @ 9:41 am

  gaurang-naik.blogspot.com

 19. વિવેક said,

  July 24, 2009 @ 12:57 am

  પ્રિય ગૌરાંગભાઈ નાયક,

  આપની સાઇટ માણવાની મજા આવી… પણ ક્ષમા ચાહું છું કે આપના બ્લૉગને આ લિસ્ટમાં સમાવી શકાય એમ નથી.. આ યાદીમાં માત્ર છંદોબદ્ધ કે માન્ય શૈલીમાં લખાયેલી કવિતાઓવાળા બ્લૉગ્સ જ સમાવવામાં આવ્યા છે…

 20. હેમંત પુણેકર said,

  August 11, 2009 @ 6:04 am

  આભાર વિવેકભાઈ!

  ખાસ્સુ લાંબુ લિસ્ટ છે આતો! ઉપરના લિસ્ટ પૈકી મોટાભાગના બ્લૉગ્સનો ખ્યાલ હતો, પણ નીચેનું લિસ્ટ જોઈને ઓર આનંદ થયો.

 21. Gaurang Thaker said,

  August 19, 2009 @ 9:50 am

  વાહ સ્રરસ માહિતી..આભાર વિવેકભાઇ…

 22. ગાગરમાં સાગર » Blog Archive » કવિ ડૉટ કોમ said,

  August 28, 2009 @ 1:39 am

  […] આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો અહીં જણાવવા […]

 23. sapana said,

  August 28, 2009 @ 4:49 am

  પ્રિય વિવેકભાઈ,
  તમે મારો બ્લોગ પણ મૂકી શક્શો કે હ્જુ સુધારવાની જરૂ છે.?

  સપના

 24. sapana said,

  August 28, 2009 @ 4:51 am

  પ્રિય વિવેકભાઈ.

  મારો બ્લોગ મુકી શક્શો કે હજું સુધારાની જરૂર છે?

  સપના

 25. Gaurav Pandya said,

  August 28, 2009 @ 4:14 pm

  Please add my link.

 26. વિવેક said,

  August 29, 2009 @ 12:53 am

  પ્રિય ચંદ્રેશભાઈ તથા સપનાજી,

  આપના બ્લૉગ્સની લિન્ક મૂકી દીધી છે… અને હા, સુધારાની જરૂર તો કોને નથી હોતી? આપણે સહુ આજીવન વિદ્યાર્થી નથી?

  પ્રિય ગૌરવભાઈ,

  આપના બ્લૉગની મુલાકાત લીધી… એક સ્કેન કરેલી કવિતા સિવાય બીજી કોઈ કવિતા જડી નથી… માફ કરજો, પણ આ યાદી માત્ર કવિતાઓની વેબસાઇટ અંગેની છે… આશા રાખું છું કે આપ સમજી શક્શો.

 27. sapana said,

  August 29, 2009 @ 5:23 am

  પ્રિય વિવેકભાઈ,
  તમે મારાં બ્લોગને લાયક સમજ્યો એ મારે માટે મોટુ માન છે.સુધારા તો જિંદગીભર ચાલવાનાં સાચી વાત છે.અહી એક મોટા લેખકની વાત યાદ આવી.”તમને લાગે કે તમે બધું જ જાણો છો તો તમે શીખવાં ઉપર પાબંદી મૂકો છો.”આ માન માટે હું સૌથી પહેલા ધવલભાઈનો જેણે મને રઈશ મનીયારની બુક મેળવવાનું સરનામુ આપ્યું પછી ઊર્મિનો જેણે મને હમેશા ઉત્સાહીત કરી અને તમારો જેણે મારી ભૂલો કાઢી અને સુધારવાં માટે મજબૂર કરી.અને સૌથી વધારે પંચમદાનો જેણે મારાં છંદોની સફરમાં મારી આંગળી પકડીને રસ્તો બતાવ્યો.(માફ કરજો પંચમદા, અહિયાં હું તમારૂ નામ લીધા વગર રહી શકી નહિ.
  આભાર.
  લાયકાત મારી હતી ક્યાં,
  પ્રેમ થી હું સુંદર બની છું.
  સપના

 28. tarun said,

  September 10, 2009 @ 1:57 am

  હુ ક્યા??//

  ફ ક ત્
  તરુન્

 29. વિવેક said,

  September 10, 2009 @ 5:44 am

  પ્રિય તરુણભાઈ (અથવા તરુનભાઈ),

  આપે થોડી વિચિત્ર લાગે એવો પ્રતિભાવ લયસ્તરો ઉપર આજે આપ્યો છે. ‘હું ક્યાં?’ નો ઉત્તર તો દરેક પાસે હોવો જ જોઈએ.

  પણ વેબસાઇટના સંદર્ભમાં વાત કરીએ તો આપે ક્યાંય આપની વેબસાઇટનું નામ જણાવ્યું નથી. થોડું ધ્યાનથી વાંચ્યું હોય તો તરત જ જણાશે કે આ લિસ્ટ પોતાના બ્લૉગ્સ કે વેબસાઇટ્સ ધરાવતા કવિઓનું જ છે. આપ આપના વિશે વધુ જણાવી શક્શો? અને આપની સાઇટ વિશે ?

  એક વાત યાદ રાખજો, દોસ્ત ! આ જાહેર ફૉરમ છે. આપ અહીં જે પ્રતિભાવ આપો છો એના પરથી વાચકો આપની કિંમત પણ કરવાના છે… (અને આ પ્રતિભાવ જાહેરમાં મૂકું છું એના પરથી મારો ક્યાસ પણ કાઢવાના જ છે !)

 30. રમેશભાઈ ચાંપાનેરી (Rashmanjan) said,

  April 21, 2012 @ 3:42 am

  .મારા ૩ બ્લોગ છે.

  હાસ્ય લહરી

  આનંદ્દવાર

  રમેશ ચાંપાનેરી હાસ્યકલાકાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment