દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ગની દહીંવાલા

લાગણીના રંગથી – વ્રજેશ મિસ્ત્રી

લાગણીના રંગથી દોરી હતી,
એક સગપણ, જેમ રંગોળી હતી.

પ્રેમભીનો એક છાંયો પામવા,
એષણાઓ કેટલું દોડી હતી !

ના હલેસાં, ના કિનારો, ના દિશા,
ને ‘હયાતી’ નામની હોડી હતી.

વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
આંખ મારી જ્યારથી ચોળી હતી.

તું ગઝલરૂપે મળે એ ભાવથી
મેં કલમને જીવમાં બોળી હતી.

– વ્રજેશ મિસ્ત્રી

જિંદગીની નૌકાને કઈ રીતે હાંકવી એ પ્રશ્નનો ઉત્તર શોધવામાં જ મોટાભાગે જિંદગી પૂરી થઈ જતી હોય છે. આ હોડીને હાંકવા વળી નથી કોઈ હલેસાં કે નથી સામે કોઈ દિશા નજરે ચડતી કે નથી જડતો ક્યાંય કોઈ કિનારો… ઈશ્વરના નામનો સઢ અને શ્રદ્ધાનો પવન જ કદાચ એને પાર લગાવી શકે. ‘મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા (સુન્દરમ્)’ કહીને સુકાન એના હાથમાં સોંપી દઈએ એમાં જ કદાચ સાચું શાણપણ રહેલું છે…

11 Comments »

  1. હેમંત પુણેકર said,

    July 16, 2009 @ 12:56 AM

    સરસ ગઝલ!

    તું ગઝલરૂપે મળે એ ભાવથી
    મેં કલમને જીવમાં બોળી હતી…….વાહ!

  2. mrunalini said,

    July 16, 2009 @ 3:38 AM

    વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
    આંખ મારી જ્યારથી ચોળી હતી.

    સુંદર
    એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
    એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
    રાખનાં રમકડાં, રમકડાં …

    તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
    તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
    રાખનાં રમકડાં, રમકડાં …

  3. pragnaju said,

    July 16, 2009 @ 3:49 AM

    તું ગઝલરૂપે મળે એ ભાવથી
    મેં કલમને જીવમાં બોળી હતી.
    સુંદર્

    તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
    એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. ….
    તેં હાથ મારો હાથમાં લીધો હતો અને,

    લાગ્યું મને કે થઈ ગઈ મુલાકાત ગઝલની.

  4. pradip sheth said,

    July 16, 2009 @ 5:15 AM

    પ્રેમભીનો એક …..

    ના હલેસા……..

    ખૂબજ..હ્રદયસ્પર્શી…ભાવ્….

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 16, 2009 @ 6:23 AM

    ક્યાંયે અસહમત થવાની જરી ય તક ના મળે એવી.
    નાવ,નાવિક,હલેસું અને દરિયે અનુકૂળ પવન જેવી.
    ઉપર લખ્યું તેવી જ મનભર,મનહર,પૂર્ણ અને સભર.
    પૂર્ણિમાનો ચાંદ,નિરભ્ર રાત્રિ,ઠંડો વાયુ ને હું ‘બાહર.’
    Sorry.’બહાર’ વાંચજો.Poetic justicismનો લાભ.
    આ બધું લખ્યું તે આ કવિતાને સમર્પણ છે.

  6. ઊર્મિ said,

    July 16, 2009 @ 7:58 AM

    સુંદર ગઝલ… બધા જ શેર સ-રસ થયા છે.

  7. ડો.મહેશ રાવલ said,

    July 16, 2009 @ 1:34 PM

    સરસ રચના,
    બધા જ શૅર પાસે પોતાનું એક અલગ જ ભાવવિશ્વ છે.

  8. sudhir patel said,

    July 16, 2009 @ 9:17 PM

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  9. pragna said,

    July 18, 2009 @ 12:18 AM

    વાસ્તવિક્તા ત્યારથી સમજાઈ ગઈ,
    આંખ મારી જ્યારથી ચોળી હતી.

    તું ગઝલરૂપે મળે એ ભાવથી
    મેં કલમને જીવમાં બોળી હતી.

  10. Pinki said,

    July 19, 2009 @ 1:44 AM

    superb gazal… !!

  11. ronakshah said,

    July 19, 2009 @ 6:18 PM

    વાહ અતિ સુન્દર ગઝલ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment