કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
વિવેક મનહર ટેલર

લઇને આવ્યો છું – ગની દહીંવાલા

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

ગની દહીંવાલા

5 Comments »

 1. Anonymous said,

  April 9, 2006 @ 5:47 pm

  Beautiful Gazjal by GaniSaheb. Do you have – Na Dhara sudhi gazal ? Again. Thanks.

  Rakesh

 2. Anonymous said,

  April 10, 2006 @ 12:30 am

  ગની’ગુજરાતના તુજ બાગ મા ગયાછે કાગડા ઘુસી, વ્યથિત બુલબુલ ને કોકિલની કહાની લઈને આવ્યોછુઁ.
  ‘ વ્યથિત’

 3. વિવેક said,

  April 10, 2006 @ 9:25 am

  પ્રિય રાકેશભાઈ,

  લોકપ્રિયતાની સૌથી ઊંચી બુલંદીને આંબી ચૂકેલી ગનીચાચાની આ સર્વોત્કૃષ્ટ ગઝલ: ‘ન ધરા સુધી, ન ગગન સુધી’ ગુજરાતી બ્લોગ વિશ્વની ધારદાર નજરથી પર રહી જાય એ શું શક્ય છે? નીચેની લિંક પર આ આખી ગઝલ આપ માણી શકો છો:

  http://www.forsv.com/guju/?p=182#comments

  અમારા સર્વ વાચકગણને એમની ફરમાઈશોનો ધોધ સતત વહેતો રાખવાની અમારી વિનંતી છે કારણ કે વાંચકો જ આખરે અમારા બ્લોગના પ્રાણ છે.

 4. Raksha Sisodia said,

  January 1, 2007 @ 8:29 am

  વાહ ગની સાહેબ્ ગઝલના એક એક શબ્દો જીવન જીવવાની પ્રેરણા આપે છે ગની સાહેબની પ્રસિદ્ધ ગઝલ દિવસો જુદાઇના… જ્યારે પણ સાંભળુ છું દિલ ખુશ થઈ જાય

 5. yash banker said,

  August 16, 2007 @ 9:53 am

  very nice well done

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment