રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
રઈશ મનીઆર

કેમ રહો છો મૂંગામંતર – ‘તખ્ત’ સોલંકી

નાનકડો તું કાગળ લખને,
બાકી છે, તે આગળ લખને !

વરસાદી મોસમના સમ છે,
ઝરમર ઝરમર વાદળ લખને !

શબ્દોના સાગર ક્યાં મળશે ?
ઝરણાં જેવી ખળખળ લખને !

પતંગિયા રૂપે મળશું પણ,
ફૂલો જેવું તું સ્થળ લખને !

કેમ રહો છો મૂંગામંતર ?
‘તખ્ત’ મિલનની બે પળ લખને !

– ‘તખ્ત’ સોલંકી

ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે, એવામાં કવિતા ઉપરાંત વાતચીતનો કાકુ પણ સિદ્ધ  કરી શકાય તો તો ગંગા નાહ્યા. વડોદરાના ‘તખ્ત’ સોલંકીની આ ગઝલ આ કસોટી પર ખરી ઉતરે છે. મત્લાનો શેર જ -મનનો ને મહેફિલનો- મુશાયરો જીતી લે એવો થયો છે.  સાચા પ્રેમમાં અપેક્ષા લાંબીચોડી હોતી નથી પણ જે હોય છે તે છતી કરવામાં નાનમ પણ હોતી નથી. વધુ નહીં તો એક નાનકડોય કાગળ લખવાનું કવિ ઇજન આપે છે અને જે કહેવાઈ ગયું છે અથવા સમજાઈ ગયું છે અથવા આગળ લખાઈ ગયું છે એનું પુનરાવર્તન કરવું જરૂરી નથી એવું ટૂંકમાં સમજાવી એક નાનકડા અલ્પવિરામનો સચોટ ઉપયોગ કરી કવિ આગળ લખવા કહે છે… પણ અહીં પ્રેમ છે, એટલે વિનંતી સાથે આગ્રહ પણ છે… ‘લખ’ પાછળ ‘ને’નો ભાર જોડીને કવિ પ્રણયના ભાવને સ-રસ ઘૂંટે છે…

(સાભાર સ્વીકાર : ‘ગઝલ ગરિમા – 2008’, સંપાદક: શ્રી પંકજ શાહ)

15 Comments »

 1. mrunalini said,

  July 4, 2009 @ 2:01 am

  કેમ રહો છો મૂંગામંતર ?
  ‘તખ્ત’ મિલનની બે પળ લખને !
  વા હ્
  तुम हो गम को छुपाए, मैं हूँ सर को झुकाए
  तुम भी चूप हो , मैं भी चूप हूँ ,कौन किसे समझाए
  अब दूरियाँ इतनी हैं तो , मिलना यहा कल हो ना हो

  सच हैं के दिल तो दूखा हैं , हम ने मगर सोचा हैं
  दिल को हैं गम क्यों , आँख हैं नम क्यों , होना ही था जो हुआ हैं
  उस बात को जाने ही दो , जिसका निशां कल हो ना हो
  हर पल यहा जी भर जियो, जो हैं समा, कल हो ना हो

  सरे-बाज़ार आशना का मिलना,
  गोया लम्हात इम्तहानों जैसे.

 2. sunil shah said,

  July 4, 2009 @ 2:04 am

  મસ્ત મઝાની ગઝલ..
  સરસ સમજૂતિ..

 3. pragnaju said,

  July 4, 2009 @ 2:27 am

  સીધી સરળ બાનીમા
  સીધી સરળ વાત
  ન કોઈ ઉપદેશ
  ન કોઈ વ્યંજના
  ફક્ત જાત સાથે સંવાદ..

  .કેમ રહો છો મૂંગામંતર ?
  કહો પાષાણ દિલને કોઇની ક્યારે નજર લાગી?

 4. Sandhya Bhatt said,

  July 4, 2009 @ 7:02 am

  અત્યંત સરલ, સહજ, સુંદર ગઝલ.

 5. Kirtikant Purohit said,

  July 4, 2009 @ 8:16 am

  સરસ ગઝલ. પંકજભઈનું સંપાદન સુંદર થયું છે.

 6. રઝિયા મિર્ઝા said,

  July 4, 2009 @ 9:56 am

  શબ્દોના સાગર ક્યાં મળશે ?
  ઝરણાં જેવી ખળખળ લખને !
  ખુબજ મનભાવન શેર.

 7. urvashi parekh said,

  July 4, 2009 @ 10:24 am

  બહુ જ સરસ…
  સીધી સાદી વાત પણ સરસ..

 8. sapana said,

  July 4, 2009 @ 11:09 am

  સરસ!! આવી ગઝલ ખૂબ પ્રેરણાદાયી છે મારા માટે. દિલની વાત લખને!

  સપના

 9. Mitixa said,

  July 4, 2009 @ 11:43 am

  વરસાદી મોસમના સમ છે,
  ઝરમર ઝરમર વાદળ લખને !

  ખુબ સરસ…

 10. પંચમ શુક્લ said,

  July 4, 2009 @ 4:49 pm

  ટૂંકી બહેરની ગઝલ લખવી અને એમાંથી વળી કવિતા ઉપસાવવી આમેય થોડું દોહ્યલું હોય છે.

  સુંદર કાવ્ય અને ગઝલ.

 11. kirankumar chauhan said,

  July 5, 2009 @ 4:14 am

  મજેદાર ગઝલ.

 12. Pinki said,

  July 5, 2009 @ 4:20 am

  સરસ ગમતીલી, રમતીલી ગઝલ …..

  વૅબમહેફિલ પર પણ આ ગઝલ મૂકેલી … તેમની અન્ય ગઝલો પણ સરસ… !!

 13. ઊર્મિ said,

  July 7, 2009 @ 1:58 pm

  વાહ… વાંચતાવેંત જ ગમતીલી થઈ ગઈ… ખૂબ જ મજાની મનભાવન ગઝલ…!

 14. Ranjana said,

  June 13, 2010 @ 1:36 am

  ITS Very Nice Guzzle.

 15. SURAJ said,

  December 20, 2010 @ 1:56 am

  ખુબ જ ઉત્તમ…
  હરએક શેર સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment