તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ
જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી
– જવાહર બક્ષી

The Pilgrim of the Night – Arvind (રાત્રિનો યાત્રી – અનુ. સુન્દરમ્)

I made an assignation with the night;
In the abyss was fixed our rendezvous:
In my breast carrying God’s deathless light
I came her dark and dangerous heart to woo.
I left the glory of the illuminated mind
And the calm rapture of the divinised soul
And traveled through a vastness dim and blind
To the gray shore where her ignorant waters roll.
I walk by the chill wave through the dull slime
And still that weary journeying knows no end;
Lost is the lustrous godhead beyond time,
There comes no voice of the celestial Friend,
And yet I know my footprints’ track shall be
A pathway towards immortality.

– Maharshi Arvind

રાત્રિનો યાત્રી

નિશા સહ સુયોજ્યું મેં મિલન; ખીણ પેટાળમાં
સુનિશ્ચિત કરાઈ તે મિલનકેરી ભૂમિ અમ:
અને અમર તે પ્રકાશ પ્રભુનો હું ધારી ઉરે
કરાળ તિમિરાળ એનું ઉર જીતવા સંચર્યો.

પ્રભામય મનસ્ તણા સકલ વૈભવોને તજી,
પ્રશાંત રસ દિવ્ય રૂપ થયલા તજી આત્મનો,
વિશાળ પટ ધૂસરા તિમિરના હું વીંધી પળ્યો
તટે ભુખર, જ્યાં જલો છલકી અજ્ઞ એનાં રહ્યાં.

હવાં વિરસ પંક ખૂંદત ભમું હું ટાઢાં જલો
સમીપ, પણ ના સમાપ્તિ ક્યહીં શુષ્ક યાત્રાની આ;
ત્રિકાલ-પર ઓસરી ય પ્રભુતા પ્રભા-સંભૃતા,
અને સ્વર ન દિવ્ય એ સુહૃદનો ય આવે લવ.

છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.

– અનુ. સુન્દરમ્

રાત્રિનું કાળું અને ડરામણું હૈયું જીતવા છાતીમાં ઈશ્વરનો અમર્ત્ય પ્રકાશ લઈને હું ખીણમાં જ્યાં અમારી મુલાકાત નક્કી કરાઈ હતી ત્યાં જવા નીકળ્યો. પ્રકાશિત મનનો વૈભવ અને દિવ્ય આત્માના પ્રશાંત આનંદને છોડી દઈ હું વિશાળ ઝાંખા અને આંધળા પટને વીંધીને ભુખર કિનારે જ્યાં રાત્રિનાં અજ્ઞ જળ વહેતાં હતાં ત્યાં પહોંચ્યો. નિરસ કાદવમાં ઠંડાગાર મોજાંઓ કને થઈને હું નીકળ્યો પણ આ શુષ્ક મુસાફરીનો ક્યાંય અંત દેખાતો નહોતો. સમય પારની ઈશ્વરીય પ્રભા પણ ઓગળી ગઈ અને દિવ્ય મિત્રનો કોઈ અવાજ પણ આવતો નહોતો. છતાં મને ખબર હતી કે મારા પગલાંની કેડી મને એ જ મહાપથ ભણી લઈ જઈ રહી હતી જ્યાં અમૃતત્વ છે…

6 Comments »

  1. P Shah said,

    June 27, 2009 @ 1:56 AM

    મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો….

    એ મહા સુપથ પર મારા પગલાં હજો !

  2. ધવલ said,

    June 27, 2009 @ 11:00 AM

    સરસ ! રસેલી ચેતના સિવાય આવું ભાષાંતર શક્ય જ નથી …

  3. pragnaju said,

    June 27, 2009 @ 11:29 AM

    ઉપરનો પ્રતિભાવ રદ કરવા વિનંતી
    છતાં મન વિશે મને જ – પગલાંની કેડી મુજ
    મહા સુપથ હા થવાની અમૃતત્વના ધામનો.
    રચનાકાર અને અનુવાદક બન્નેને આ અમૃતતત્વનો અણસાર થયો છે…તેથી ‘જીવન વિકાસ’ની. માનસિક તાણ અને સંઘર્ષ વચ્ચે જીવતી નવી પેઢીને હળવા કરીને તેમને જીવનનો યોગ્ય પથ બતાવવાનું કામ આવા સાહિત્યએ કરવાનું છે. આ કામને પાર પાડવા માટે એ પ્રકારની ઉત્તમ રચનાઓ આપણને જોઈશે. એ ઉત્તમ કૃતિઓ રચી શકે એવા સર્જકની પણ આપણને જરૂર પડવાની. એવા ઉત્તમ સર્જક બનવા માટે જીવનની ઊંચાઈ સૌથી મહત્વની બાબત રહેવાની..સાહિત્યકાર બનવા માટે વિચારોની ઊંડાઈ અને જીવનની ઊંચાઈ – એમ બંનેની આવશ્યકતા છે. આ અનુભૂતિનો પ્રદેશ છે. સાચો સાહિત્યકાર પોતાની કૃતિ વાચકને નથી આપતો, પરંતુ પોતાના સ્વને, પોતાની અનુભૂતિને વાચકના માનસપટ પર એ રીતે ચિત્રિત કરી દે છે કે ઘડીકભર વાચક પોતાના જીવનથી બે વેંત ઊંચે ઊઠ્યો હોય એમ તે અનુભવી શકે છે. સાચા અર્થમાં લેખક કે સાહિત્યકાર કેવી રીતે બની શકાય તેનું ધારદાર વક્તવ્ય અહીં રજુ થયું છે

  4. Kirtikant Purohit said,

    June 28, 2009 @ 6:17 AM

    મહર્ષિ અરવિઁદ તથા સાવિત્રીને પામવુઁ ને તેમને શબ્દમાં ઉતારવું તે શ્રી સુંદરમ જેવા દિગ્ગજનું જ કામ.અદ્ભૂત રચના.

  5. Pinki said,

    July 5, 2009 @ 4:32 AM

    wonderful ….. !!

    just divine words… !!

  6. manoj said,

    July 29, 2009 @ 3:09 AM

    જીવનયત્રા દરમિયાન આગળિ ઝાલવા જેવી કવિતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment